For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્ટરનેટનું ઇન્ટરેસ્ટિંગ વિઝ્યુઅલ સર્ચ એન્જિન વત્તા અલગ સોશિયલ મીડિયા : પિન્ટરેસ્ટ

Updated: Oct 9th, 2021

ઇન્ટરનેટનું ઇન્ટરેસ્ટિંગ વિઝ્યુઅલ સર્ચ એન્જિન વત્તા અલગ સોશિયલ મીડિયા :  પિન્ટરેસ્ટ

- yk¾k RLxhLkux{kt ykÃkýLku hMk Ãkzu yuðwt ½ýwt çkÄwt Au, yu ¾hk yÚko{kt ‘òuðk’Lke íkf ykÃku Au rÃkLxhuMx

ગયા અઠવાડિયે, છએક કલાક સુધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ઠપ્પ રહેતાં, તમે હાંફળાફાંફળા થઈ ગયા હતા? સોશિયલ મીડિયાની આપણા પર કેટલી અસર છે તેનો તમને અનુભવ થયો હશે! ફેસબુક અને ઇન્સ્ટા સતત ચેક કર્યા વિના ઘણાને ચેન પડતું નથી, એમ વોટ્સએપ તો હવે બિઝનેસમાં પણ ઉપયોગી હોવાથી આ બધી સર્વિસ ખોરવાય ત્યારે આપણને સમજાય કે એને કારણે આપણું જીવન કેવું બદલાયું છે.

તમારા સ્માર્ટફોનમાં આ ત્રણેય એપ હશે જ, પણ આ ત્રણેય કરતાં ઓછી જાણીતી અન્ય એક સોશિયલ મીડિયા સાઇટ કદાચ તમારા ધ્યાન બહાર રહી હશે - પિન્ટરેસ્ટ! નામ મુજબ, આ સોશિયલ સાઇટ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે અને અન્ય કરતાં અલગ છે.

માર્ચ ૨૦૧૦માં પિન્ટરેસ્ટનું વેબ વર્ઝન લોન્ચ થયું હતું. દસ હજાર યૂઝરના આંકે પહોંચતાં સાઇટને નવ મહિના લાગી ગયા. પછી આઇફોન અને એન્ડ્રોઇડ એપ આવતાં, તેના યૂઝર્સ તેજ ગતિએ વધ્યા. અત્યારે તેના ૪૦ કરોડથી વધુ એક્ટિવ યૂઝર્સ છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સરખામણીમાં તે ક્યાંય પાછળ છે, છતાં, પિન્ટરેસ્ટે પોતાનું એક આગવું સ્થાન બનાવી લીધું છે.

જેમ ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવું હોય તો આપણે ગૂગલ તરફ વળીએ, એમ કંઈ પણ ઇન્ટરેસ્ટિંગ સર્ચ કરવું હોય - રેસિપી, ડ્રેસ, ફર્નિચર, ડિઝાઇન, ક્વોટ... કંઈ પણ - તો પિન્ટરેસ્ટ તરફ વળી શકાય, કેમ કે ઇન્ટરનેટ પર જે કંઈ ‘જોવા જેવું’ છે, લગભગ એ બધું જ પિન્ટરેસ્ટ પર ઠલવાય છે! થોડા ઊંડા ઊતરીએ.

rÃkLxhuMxLkk rðrðÄ WÃkÞkuøk

પિન્ટરેસ્ટ ફોટોગ્રાફ કે વીડિયોને કેન્દ્રમાં રાખીને સમાન રસ ધરાવતા લોકોને એકમેકની નજીક લાવતી સર્વિસ છે, છતાં અહીં લોકો તરફ આપણું ધ્યાન જ ન જાય એવું બની શકે. પિન્ટરેસ્ટને અમુક રીતે યુટ્યૂબ સાથે સરખાવી શકાય. ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વગેરે એકદમ ‘બોલકાં’ માધ્યમ છે. એ બધામાં ઇમેજ, વીડિયો, ટેક્સ્ટ વગેરે બધંુ છે, પણ કેન્દ્રમાં લોકો વચ્ચેનું શેરિંગ, કમેન્ટિંગ છે. જ્યારે યુટ્યૂબ પર બધો દબદબો વીડિયોનો છે. એમાં પણ કમેન્ટિંગ છે, આપણું ધ્યાન વીડિયો પર જ હોય.

એમ પિન્ટરેસ્ટ પર આખરે, જુદા જુદા યૂઝર્સ જ બધું કન્ટેન્ટ મૂકે છે, આપણે તેમને ફોલો કરી શકીએ અને જુદી જુદી પિન્સ પર કમેન્ટ કરી શકીએ, એ રિપ્લાય કરી શકે... વગેરે બધું છે, પણ એ કોઈ બાબત તરફ તમારું ધ્યાન લગભગ ન જાય, એટલી હદે પિન્ટરેસ્ટ વિઝ્યુઅલ મીડિયા છે. તેમાં આપણું બધું જ ધ્યાન ઇમેજ, જિફ કે વીડિયોમાં પરોવાઇ રહે છે.

તમારા રસના વિષયો કોઈ પણ હોય, પિન્ટરેસ્ટ પર તમને ઇન્ટરેસ્ટ પડે એવું ઘણું મળશે.

ઇન્ટરનેટ પર તમે અમુક ચોક્કસ બાબતોને સતત શોધો છો કે વિવિધ સાઇટ પર ફોલો કરો છો? એ બધાના બુકમાર્ક્સ પિન્ટરેસ્ટ પર વિવિધ વિષયના બોર્ડ તરીકે એકઠા કરી શકાય. ઇચ્છો તે બધું પ્રાઇવેટ રાખી શકાય.

પિન્ટરેસ્ટ આખરે સોશિયલ મીડિયા છે, એટલે અહીં તમે વિવિધ વિષય પસંદ કરીને તેને લગતી ‘પિન્સ’ જોઈ શકો છો. ચાહો તો એ પિન્સ મૂકનાર વ્યક્તિ કે બોર્ડને ફોલો કરી, સોશિયલ નેટવર્કિંગ કરી શકાય.

દશેરા નિમિત્તે કોઈ સરસ ગ્રીટિંગ પોસ્ટ બનાવવી છે? કોઈ અલગ પ્રકારની વેબસાઇટ ડિઝાઇન કરવી છે? મસ્ત સાઉથ ઇન્ડિયન રેસિપી ટ્રાય કરવી છે? તમે ચાહો તે વિષય વિશે પિન્ટરેસ્ટ પર રિસર્ચ કરી શકો છો.

ફેસબુક, ઇન્સ્ટા વગેરે પર આપણે સર્ફિંગ કરીએ ત્યારે આપણે ફ્રેન્ડ્સ અને એમની એક્ટિવિટી પર આપણું ફોકસ હોય છે. પિન્ટરેસ્ટમાં બધું ફોકસ સબ્જેક્ટ પર હોય છે. કોઈ સબ્જેક્ટ નક્કી ન હોય તો પણ પિન્ટરેસ્ટ પર બ્રાઉઝિંગ કરી શકાય.

ઉપરની બાબત પર ફરી ધ્યાન આપજો - ફેસબુક, ઇન્સ્ટા વગેરે પર પર્સન પર ફોકસ છે, પિન્ટરેસ્ટમાં ટોપિક મહત્ત્વનો છે. અહીં તમે કલાકો સુધી જુદી જુદી પિન્સ જોતા રહો, છતાં તેને શેર કરનાર તરફ તમારું બિલકુલ ધ્યાન ન જાય એવું બની શકે!

ઇન્સ્ટાગ્રામની જેમ હવે માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને પ્રમોશન માટે પિન્ટરેસ્ટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તમે બિઝનેસ એકાઉન્ટ ખોલાવીને પિન્ટરેસ્ટ પર, બિઝનેસના એંગલથી પણ એક્ટિવ થઈ શકો છો. 

Gujarat