ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ સાવધાન! તમારા ફોટોઝનો ઉપયોગ કરીને કોઈ પણ બનાવી શકે છે AI ઈમેજ; જાણો કઈ રીતે રોકશો Meta AIને
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lock your Instagram privacy before Meta AI uses your photos: મેટા કંપનીના નવા AI ઈમેજ-જનરેશન ટૂલ 'મ્યૂઝ ઈમેજ' એ પ્રાઈવસી અને યુઝર્સની સુરક્ષાને લઈને મોટો વિવાદ ઊભો કર્યો છે. આ નવા ફીચર હેઠળ કોઈ પણ વ્યક્તિ ઈન્સ્ટાગ્રામના પબ્લિક એકાઉન્ટને ટેગ કરીને, તે એકાઉન્ટના ફોટોઝનો ઉપયોગ કરીને AI ઈમેજ બનાવી શકે છે. આનો અર્થ એ થયો કે જો તમારું એકાઉન્ટ પબ્લિક છે, તો તમારી જાણ કે મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ તમારા ફોટોઝ દ્વારા નવી AI ઈમેજ જનરેટ કરી શકે છે. કંપનીએ ડિફોલ્ટ રૂપે માત્ર પ્રાઈવેટ એકાઉન્ટ્સ અને 18 વર્ષથી ઓછી ઉંમરના યૂઝર્સના એકાઉન્ટ્સને જ આ ફીચરમાંથી બાકાત રાખ્યા છે.
WhatsApp અને Meta AI એપ પર ઉપલબ્ધ છે આ ફીચર
આ નવું 'મ્યૂઝ ઈમેજ' ટૂલ વોટ્સએપ, મેટા AI એપ અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વાપરી શકાય છે. મેટા કંપની આ ફીચરને ડિજિટલ ઇન્વિટેશન કાર્ડ કે પર્સનલાઈઝ્ડ ગ્રાફિક્સ બનાવવા માટેના એક 'સોશિયલ કોન્ટેક્સ્ટ' તરીકે રજૂ કરી રહી છે, પરંતુ પબ્લિક એકાઉન્ટના ફોટોઝનો આ પ્રકારે ઉપયોગ થવાના કારણે યૂઝર્સ પોતાની પ્રાઈવસીને લઈને ભારે ચિંતામાં મુકાયા છે.
યૂઝર્સે ગણાવ્યું 'કંપનીની છૂપી ચાલ'
આ ફીચર સામે આવતા જ લોકો સોશિયલ મીડિયા પર મેટા કંપનીની આકરી ટીકા કરી રહ્યા છે. ઘણા યૂઝર્સે આને કંપનીની 'છૂપી ચાલ' ગણાવી છે, કારણ કે મોટાભાગના ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ આ નવા ફીચર વિશે અજાણ છે. આ ઉપરાંત, લોકો એવી આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે કે કોઈની પણ પરવાનગી વિના ફોટોઝનો ઉપયોગ થવાથી તેનો દુરુપયોગ થઈ શકે છે અને અશ્લીલ કે આપત્તિજનક કન્ટેન્ટ પણ જનરેટ કરવામાં આવી શકે છે.
તમારા ફોટોઝને Meta AIથી સુરક્ષિત કેવી રીતે રાખશો?
જો તમે ઈચ્છો છો કે મેટા તમારા ફોટોઝનો ઉપયોગ AI ઈમેજ બનાવવા માટે ન કરે, તો તમે નીચેના સરળ સ્ટેપ્સ ફોલો કરીને આ ફીચરને બંધ કરી શકો છો:
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં Instagram એપ ઓપન કરો અને પ્રોફાઈલ સેક્શનમાં જાઓ.
- ઉપર જમણી બાજુએ આપેલી ત્રણ આડી લાઈન પર ટેપ કરો.
- નીચે સ્ક્રોલ કરીને 'Sharing and reuse'ના ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાં તમને "Allow people to reuse your content on Instagram and with AI features on Meta" લખેલું જોવા મળશે.
- આ સેક્શનમાં જઈને Posts અને Reels બંને માટેના ટોગલ બટનને ઓફ કરી દો.









