AI Video Income: એક વીડિયો-એડિટિંગ કંપની દ્વારા હાલમાં જ એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાં જાણવા મળ્યું છે કે એક યૂટ્યુબ ચેનલ એવી છે જે AI slope વીડિયો બનાવે છે. આ ચેનલ ભારતની છે અને AI દ્વારા વીડિયો બનાવી વર્ષે 4.25 મિલિયન એટલે કે અંદાજે 37 કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે. આ ચેનલના વર્ષે 2.07 બિલિયન વ્યૂઝ જોવા મળી રહ્યાં છે. આ સર્વેમાં દુનિયાભરની લગભગ 15,000 પોપ્યુલર યૂટ્યુબ ચેનલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાંથી લગભગ 278 ચેનલ સંપૂર્ણ રીતે AIનો ઉપયોગ કરીને વીડિયો બનાવે છે.
‘બંદર અપના દોસ્ત’નું એકદમ યુનિક કન્ટેન્ટ
યૂટ્યુબ પર ચેનલ છે ‘બંદર અપના દોસ્ત’. આ ચેનલ એકદમ યુનિક ફની, ઇમોશનલ અને રિયાલિસ્ટિક સ્ટોરીટેલિંગ વાળા વીડિયો બનાવે છે. એમાં ખૂબ જ નાના-નાના વીડિયો હોય છે જેમાં એક વાંદરો મસ્તીભરી, ડ્રામેટિક અને દિલને સ્પર્શી જાય એવી પરિસ્થિતિઓમાં જોવા મળે છે. આ ચેનલના 2.76 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને એમાં 619 વીડિયો જોવા મળી રહ્યા છે.
યૂટ્યુબ પર વધી રહ્યો છે AI slope વીડિયોના ટ્રેન્ડ
આ કંપની દ્વારા એક નવું એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું જેથી એ ફ્રેશ સ્ટાર્ટ કરી શકે અને એની એલ્ગોરિધમ પહેલેથી નક્કી નહીં હોય. આ એકાઉન્ટ બનાવ્યા બાદ પહેલાં 500 વીડિયોમાંથી 104 વીડિયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યા હતા. આ પ્રકારના વીડિયો હવે ઇન્ટરનેટ પર ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યા છે. તેમ જ લોકો એને ખૂબ જ ઇન્ટરેસ્ટ સાથે જોઈ પણ રહ્યા છે.
આ પણ વાંચો: ટેસ્લાની મોડલ Y કાર કરતાં મોંઘી છે આ 4 TB રેમ, જાણો કેમ…
AI વીડિયોને લઈને વિવિધ અભિપ્રાય
યૂટ્યુબ પર અથવા તો અન્ય સોશિયલ મીડિયા પર જે રીતે AI વીડિયોને લઈને અભિપ્રાય આવે છે એ એકદમ વિવિધ છે. કેટલાક લોકો કહે છે કે આ લોકો ટ્રેડિશનલ વીડિયો મેકિંગ અથવા તો ફિલ્મમેકિંગની જગ્યાએ AIનો ઉપયોગ શું કામ કરે છે. તો બીજી તરફ કેટલાક લોકો આ ટ્રેન્ડને આવકારી રહ્યા છે. આ સાથે જ વર્ષે 37 કરોડની કમાણી કરવી એ વાતની પુષ્ટિ પણ આપે છે કે લોકો એને કેટલું પસંદ કરી રહ્યા છે.


