Power Cut Fear: AI હવે મોડર્ન જમાનાની જરૂરિયાત બની ગયું છે. હેલ્થકેર, એજ્યુકેશન અને વાહનથી લઈને મોબાઇલ ફોન અને ફ્રિજમાં પણ AI આવી ગયું છે. AI જેટલું જલદી વિકસી રહ્યું છે એટલી જ વધુ એની વીજળીની જરૂરિયાત વધી રહી છે. આ જરૂરિયાત વધતા હવે ભારત પર પણ વીજળીનું સંકટ દોરાઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી અનુસાર ડેટા સેન્ટર દુનિયાની 1થી 1.5 ટકા એનર્જીનો ઉપયોગ કરે છે. AIનો ઉપયોગ વધી રહ્યું હોવાથી 2030 સુધીમાં આ આંકડો ડબલ થઈ જશે. એના કારણે એનર્જી સિસ્ટમ પર ખૂબ જ મોટી અસર જોવા મળશે.
AIને ટ્રેન કરવા માટે ખૂબ જ વીજળીની જરૂર પડે છે. આ ડેટા સેન્ટર હજારો ઘરની વીજળી એકલું ઉપયોગ કરતું હોય છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, આયરલેન્ડ અને સિંગાપોરમાં વીજળીની તંગી પડવાની શરૂ થઈ ગઈ છે કારણ કે આ દેશમાં ખૂબ જ વધુ ડેટા સેન્ટર છે. બ્લેકઆઉટ્સને કારણે આયરલેન્ડ દ્વારા નવા ડેટા સેન્ટર પર રોક લગાવી દીધી છે. ભારત પણ ખૂબ જ ઝડપથી ડેટા સેન્ટર માટેનું હબ બની રહ્યું છે આથી વીજળી માટે ભારતમાં પણ હવે તંગી જોવા મળશે.
ભારતમાં પણ જોવા મળશે વીજળી પર કાપ
ભારતની ડિજિટલ ઇકોનોમી ખૂબ જ જલદી વધી રહી છે. ક્લાઉડ સર્વિસ, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને AI આધારિત એપ્લિકેશનનો ખૂબ જ જોરશોરમાં ઉપયોગ થઈ રહ્યો છે. આ વિકાસને જોઈને ભારતમાં પણ હવે ડેટા સેન્ટર બની રહ્યાં છે અને એ ખૂબ જ મોટા પાયે બની રહ્યાં છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં ખૂબ જ મોટા-મોટા ડેટા સેન્ટર તૈયાર થઈ રહ્યાં છે.
જોકે એક્સપર્ટ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ભારત મોટાભાગે કોલસા પર આધારિત વીજળી પર નિર્ભર રહે છે અને અચાનક વીજળીના ઉપયોગમાં વધારો થયો તો એના કારણે બ્લેકઆઉટ્સ વધી શકે છે. ખાસ કરીને ઉનાળામાં જ્યારે વીજળીનો ઉપયોગ ખૂબ જ વધુ હોય ત્યારે પણ AI ડેટા સેન્ટરના આધારે ખૂબ જ મોટી અસર જોવા મળી શકે છે. એ સમયે સતત વીજળીના કાપનો સામનો કરવો પડી શકે છે. ભારતમાં હાલમાં ડેટા સેન્ટર વાર્ષિક 9 TWh વીજળીનો ઉપયોગ કરે છે. આ આંકડો નજીકના ભવિષ્યમાં ખૂબ જ વધી જશે. 2030 સુધીમાં વિશ્વમાં ડેટા સેન્ટરનો વીજળીના ઉપયોગમાં 19થી 20 ટકાનો વધારો થશે. આજે દુનિયાભરમાં 60 GWનો વાર્ષિક ઉપયોગ થાય છે, પરંતુ આ જ ડેટા સેન્ટર 2030 સુધીમાં 219 GWનો ઉપયોગ કરશે. IT સેક્ટર જે રાજ્યમાં સૌથી વધુ હશે એ જગ્યાએ સૌથી વધુ વીજળીની અછતનો સામનો કરવો પડશે. તેમણે આ માટે તૈયારી અત્યારથી શરૂ કરી દેવાની જરૂર છે.
AI એક પ્રોબ્લેમની સાથે સોલ્યુશન પણ
AIને કારણે આજે ઘણી વસ્તુ સરળ થઈ ગઈ છે. એક રીતે જોવા જઈએ તો AI આજે પ્રોબ્લેમ બની ગયું છે, પરંતુ સોલ્યુશન પણ એ જ છે. આ માટે સ્માર્ટ ગ્રીડ મેનેજમેન્ટની જરૂર છે. એમાં AIની મદદથી હવામાનની આગાહી ખૂબ જ સારી રીતે કરી શકાય છે. કોઈ પણ વસ્તુના સપ્લાયને એકસરખું રાખી શકાય છે. તેમ જ પાણીનો બગાડ પણ ઓછો કરી શકાય છે. AIની મદદથી સોલર, પવન અને બેટરી સિસ્ટમ દ્વારા ક્લીન એનર્જી સતત મેળવી શકાય છે. આથી એ વીજળીની સમસ્યા પર પણ કન્ટ્રોલ લાવી શકાય છે. AI આધારિત કૂલિંગ સિસ્ટમ અને ચિપ ઓપ્ટિમાઇઝેશનથી ડેટા સેન્ટરમાં વીજળીનો ઉપયોગ ઓછો થઈ શકે છે. આથી AI વીજળીનો ઉપયોગ કરે છે, પરંતુ એ જ ઉપયોગ માટે પણ AIનો ઉપયોગ કરવાથી સમસ્યાનું સમાધાન લાવી શકાય છે. આથી AIને બે ધારી તલવાર કહી શકાય છે.
પોલિસી અને એ માટે ઇન્ડસ્ટ્રીની પ્રતિક્રિયા
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા ટેક કંપનીઓ દ્વારા કેટલો વીજળીનો ઉપયોગ કરે છે એ માટે પારદર્શકતા રાખવી તેમ જ રિન્યુએબલ એનર્જીનો વધુ ઉપયોગ કરવા માટે કહ્યું છે. આ સાથે જ એનર્જીનો ઓછો ઉપયોગ કરતી હોય એવી ચિપ અને કૂલિંગ સિસ્ટમમાં ઇન્વેસ્ટ કરવાની ફરજ પાડવામાં આવી છે. ભારત સરકાર પણ હવે ડેટા સેન્ટરને પરવાનગી આપવા પહેલાં કેટલાક સખત નિયમો પર કામ કરી રહી છે. એમાં તેમને પણ રિન્યુએબલ એનર્જી સોર્સનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવશે. ટેક કંપનીઓ પણ હવે ગ્રીન ડેટા સેન્ટર બનાવવાનું વિચારી રહ્યાં છે. આ માટે તેઓ સોલર અને પવન દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવાનું વિચારી રહ્યાં છે.
સરકાર અને ટેક કંપનીઓ સાથે મળીને કામ કરવાની જરૂર
વીજળીનો ઉપયોગ ડેટા સેન્ટરમાં કેવી રીતે કરવામાં આવે એ ખૂબ જ મહત્વનું છે. AIને કારણે વીજળીનો વધુ ઉપયોગ થશે અને એના કારણે બ્લેકઆઉટ્સ વધશે. જોકે એ માટે પણ AIનો ઉપયોગ કરવામાં આવે તો ક્લીન એનર્જી મેળવી શકાય છે. પાવર ગ્રીડ્સને પણ વધુ સ્માર્ટ બનાવી શકાય છે. આથી સરકાર અને ટેક કંપનીઓ બન્નેએ સાથે મળીને કામ કરવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં ડિજિટલ રેવોલ્યુશન લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, પરંતુ એની કિંમત પાવર કાપ ક્યારેય નહીં હોવી જોઈએ.


