ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન સેટેલાઇટ 'બાહુબલી' લોન્ચ, નૌસેનાની વધશે તાકાત

ISRO launch Communication Satellite: : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા ભારતની સૌથી મોટો કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ સેટેલાઈટ નૌસેનાનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન સેટેલાઇટ છે. આ સેટેલાઇટને LVM3 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યો છે. આ સેટેલાઇટથી ભારતની ડિજિટલ કનેક્ટિવિટી અને સમુદ્ર વિસ્તાર પરની દેખરેખ રાખવાની ક્ષમતા મજબૂત થશે.
શું છે CMS-03 સેટેલાઇટ?
CMS-03 એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે. આ એક મલ્ટીબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટ છે જેની મદદથી ભારતના દરેક ખૂણામાં એની સર્વિસને પહોંચાડી શકાશે. આ સેટેલાઇટનું વજન અંદાજે 4400 કિલોગ્રામ છે. ભારતની જમીન પરથી લોન્ચ કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી અને વજનદાર સેટેલાઇટ છે જેને જીયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓરબિટમાં મોકલવામાં આવી રહી છે. આ ઍડ્વાન્સ સેટેલાઇટને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. એનાથી ભારતના દરેક ખૂણા અને દરિયામાં એની સર્વિસ પહોંચાડવામાં આવશે.
ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં વધારો
CMS-03 સેટેલાઇટ દ્વારા ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં ખૂબ જ વધારો કરવામાં આવી રહ્યો છે. એના દ્વારા સિવિલ, સ્ટ્રેટેજિક અને મેરિટાઇમ જેવા દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવામાં આવશે. એક વાર આ સેટેલાઇટ કામ કરતું શરુ થશે ત્યાર બાદ ભારતની કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ શક્તિશાળી બનશે. એના દ્વારા ભારતના નાના-નાના ગામડાઓમાં પણ સર્વિસ પહોંચાડી દેવામાં આવશે. આ મિશન દ્વારા LVM3 રોકેટ કેવી રીતે કામ આવી શકે એ વિશે પણ જાણવા મળી રહ્યું છે. આ રોકેટ હવે કમર્શિયલ સેટેલાઇટ લોન્ચર પણ બની શકે છે.
આ પણ વાંચો: મસ્ક પાસે પૈસા માંગ્યા સેમ ઓલ્ટમેને: ટેસ્લા માટે 7 વર્ષની રાહ જોયા બાદ રિફંડની ડિમાન્ડ
LVM3ના ભવિષ્યના મિશન
2023ની જુલાઈમાં ચંદ્રયાન 3ની સફળતા બાદ LVM3 ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. ચંદ્રયાન 3ના લોન્ચ માટે આ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચંદ્રની સાઉથ પોલમાં જનાર ભારત પહેલો દેશ બન્યું હતું. એ માટે LVM3એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સફળતા બાદ હવે 2 નવેમ્બરે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ એનો ઉપયોગ કમર્શિયલ પણ કરવામાં આવશે. લોન્ચ પહેલાંની તમામ તૈયારી થઈ ચૂકી છે. લોન્ચ કરવા પહેલા ફ્યુઅલ ભરવાનું તેમજ ફાઇનલ રિહર્સલની તૈયારી આગામી થોડા દિવસમાં કરવામાં આવશે.

સેટેલાઈટની ટેકનિકલ ખાસિયતો
GSAT-7R બનાવવામાં ભારતીય ઇજનેરોનું વિશેષ યોગદાન રહ્યું છે. ચાલો તેના મુખ્ય ફીચર્સ વિશે સમજીએ...
વજન અને સાઈઝ:
4400 કિલોગ્રામ વજન ધરાવતો આ સેટેલાઈટ ભારતનો સૌથી ભારે કમ્યુનિકેશન સેટેલાઇટ (સંચાર ઉપગ્રહ) છે. આ પહેલાના સેટેલાઈટ વજનમાં હલકા હતાં.
ટ્રાન્સપોન્ડર:
આ સેટેલાઈટની અંદરના સંચાર ઉપકરણો છે. તેઓ બહુવિધ બેન્ડ (ફ્રિકવન્સી રેન્જ) પર વૉઇસ, ડેટા અને વીડિયો લિંક્સને સપોર્ટ કરશે. એટલે કે, નૌસેનાના કર્મચારીઓ જહાજ પર હોય કે હવામાં તેઓ સરળતાથી વાતચીત કરી શકશે.
કવરેજ એરિયા : આ ભારતીય હિંદ મહાસાગર વિસ્તાર (Indian Ocean Region)માં મજબૂત ટેલિકોમ્યુનિકેશન કવરેજ આપશે. એટલે કે હવે હિંદ મહાસાગરના મોટા ભાગમાં સિગ્નલ મજબૂત થશે.
આ પણ વાંચો: એપિક ગેમ્સમાં જોવા મળ્યું આઉટેજ : યુઝર્સ ફોર્ટનાઇટ અને રોકેટ લીગ જેવી ગેમ નહોતા રમી શકતા
હાઈ - કેપેસિટિ બેન્ડવિડ્થ:
આ સેટેલાઈટ વધુ ડેટા ટ્રાન્સફર કરશે. આ જહાજો, વિમાનો, સબમરીન અને નિયંત્રણ કેન્દ્રો વચ્ચે સુરક્ષિત અને અવિરત જોડાણ બનાવશે.
આ તમામના કારણે નૌસેનાને સમુદ્રમાં તેમની હાજરીને મજબૂત બનાવશે. કોઈપણ ખતરાના કિસ્સામાં તાત્કાલિક માહિતી પ્રાપ્ત થશે.

