Get The App

એપિક ગેમ્સમાં જોવા મળ્યું આઉટેજ : યુઝર્સ ફોર્ટનાઇટ અને રોકેટ લીગ જેવી ગેમ નહોતા રમી શકતા

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
એપિક ગેમ્સમાં જોવા મળ્યું આઉટેજ : યુઝર્સ ફોર્ટનાઇટ અને રોકેટ લીગ જેવી ગેમ નહોતા રમી શકતા 1 - image


Epic Games Outage: એપિક ગેમ્સ દ્વારા સ્વીકારમાં આવ્યું છે કે તેમના ડિજિટલ સ્ટોરફ્રન્ટમાં આઉટેજ જોવા મળ્યું છે. આ સર્વિસ ડાઉન થતાં યુઝર્સ કંપનીની સૌથી પોપ્યુલર ગેમ્સ ફોર્ટનાઇટ, રોકેટ લીગ અને ફોલ ગાય્સ જેવી ગેમ નહોતા રમી શકતા. એપિક ગેમ્સ દ્વારા આ વિશે સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી હતી અને તેમના યુઝર્સ પાસે તકલીફ બદલ માફી પણ માગી હતી.

એપિક ગેમ્સમાં આઉટેજ

એપિક ગેમ્સ સ્ટોર ભારતમાં સવારે 6:15થી ડાઉન છે. ડાઉનડિટેક્ટર પર અમેરિકામાં લગભગ 6700 યુઝર્સ દ્વારા આ વિશે ફરિયાદ કરવામાં આવી હતી. ડાઉનડિટેક્ટર અનુસાર લગભગ 76 ટકા યુઝર્સને લોગ ઇનની તકલીફ પડી રહી હતી. 20 ટકા યુઝર્સને સર્વર કનેક્શનની એરર આવી હતી. 4 ટકા યુઝર્સને વેબસાઇટ વિશેની તકલીફ પડી હતી. આ સર્વિસ ડાઉન થતાં દુનિયાભરના ઘણાં દેશના યુઝર્સને તકલીફ પડી હતી. તેમને એપિક એકાઉન્ટ એક્સેસ કરવામાં તકલીફ પડતાં તેઓ રમી નહોતા શક્યા.

સર્વિસ ક્યારે શરૂ થશે એ વિશે માહિતી નથી

એપિક ગેમ્સ દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે આ ઇશ્યુને સોલ્વ કરવામાં તેઓ ખૂબ જ જોર લગાવી રહ્યાં છે. આ વિશે તેઓ ઓફિશિયલ સોશિયલ મીડિયા પર સમય સમયે અપડેટ આપતાં રહેશે. જોકે રિકવરી ટાઇમ વિશે તેમના દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી. યુઝર્સને લાઇવ અપડેટ માટે status.epicgames.com  પર નજર રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. તેમ જ તેઓ વારંવાર લોગ ઇન કરવાની કોશિશ ન કરે એ માટે પણ વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: 17.33 લાખ કરોડની સંપત્તિ ધરાવનાર 3 વ્યક્તિ ડિનર પર જાય ત્યારે શું થાય એ જુઓ…

‘ધ સિમ્પસન્સ’ ન રમી શકતા યુઝર્સ થયા નારાજ

ફોર્ટનાઇટ ગેમ માટે એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક ક્રોસઓવર ઇવેન્ટ હતી જેમાં ફોર્ટનાઇટ અને ધ સિમ્પસન્સ બન્ને ગેમનો લાભ લઈ શકાય એમ હતું. જોકે એ સમયે જ સર્વર ડાઉન થયું હતું અને યુઝર્સ એ ક્રોસઓવરનો લાભ નહોતા લઈ શક્યા. આ માટે તેમણે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.

Tags :