50 લાખ પગાર માટે 1000 અરજી... સિમ્પલ ટાસ્ક છતાં ઉમેદવારોએ કંપનીને બેવકૂફ બનાવવાનો પ્રયાસ કર્યો
Startup News : ભારતીયો ખૂબ જ ટેલેન્ટ હોવાના કારણે વિશ્વના અનેક દેશોમાં દબદબો જમાવે છે. જોકે બેંગલુરુની એક સ્ટાર્ટ કંપનીના સીઈઓએ ભારતીયો ટેલેન્ટ સામે આંગળી ચિંધી છે. તેમણે કહ્યું કે, ભારતમાં ટેલેન્ડની ભારે અછત છે. ઉત્તરાખંડની IIT રુડકીમાં ભણેલા રનેબલ કંપનીના સીઈઓ ઉમેશ કુમાર યાદવે એક્સ પર લખેલી પોસ્ટ ભારતમાં ટેલેન્ટની ગંભીર સમસ્યા તરફ ઈસારો કરી રહી છે. ઉમેશની વાત વાંચી એવું લાગી રહ્યું છે કે, ખરેખર કંપનીએ સિમ્પલ ટાસ્ક આપ્યો છે, છતાં અરજદારો 50 લાખની નોકરી માટે ટેલેન્ટનો ઉપયોગ કરવાના બદલે ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે.
નોકરી માટે 1000 અરજી આવી, જેમાંથી પાંચ જ કામના નિકળ્યા
ઉમેશે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, અમારી કંપનીએ બેકએન્ડ એન્જિનિયર ભરતી બહાર પાડ્યા બાદ માત્ર બે-ત્રણ દિવસમાં લગભગ 1000 અરજીઓ આવી છે, જેમાંથી માત્ર પાંચથી પણ ઓછા ઉમેદવારો કામના હતા. કંપનીએ ઉમેદવારોને એક સામાન્ય કોડિંગ ટાસ્ક આપ્યો હતો, જેમાંથી મોટાભાગના લોકોએ જે કોડ સબમિટ કર્યા હતા, તે AI જનરેટેડ, બેકાર હતા. ઉમેદવારોની આવી કામગીરીથી ઉમેશે નારાજગી વ્યક્ત કરી છે.
ઉમેદવારોએ AI જનરેડેટ અને બેકાર કોડિંગ સબમિટ કર્યા
ઉમેશે કહ્યું કે, ‘અમારી કંપનીની હાયરિંગ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. પહેલા એક સરળ કોડિંગ ટાસ્ટ આપવામાં આવે છે, પછી 15 મિનિટનો CEO કૉલ હોય છે, ત્યારબાદ 45 મિનિટનો CTO કૉલ હોય છે, ટીમ સાથે એક દિવસની પેડ ટ્રાય, પછી ઑફર લેટર આપવામાં આવે છે. અમારી કંપની કોઈ મોટી ટેક કંપની નથી, તેમ છતાં 50 લાખ રૂપિયા સુધીની સેલેરી, રી-લોકેશન અને ફૂડ એલાઉન્સ જેવી સુવિધાઓ આપે છે. આવી સ્થિતિમાં ઉમેદવાર ઓછામાં ઓછો ઉપયોગી કોડ લખી શકશે તેવી અપેક્ષા રાખવી સંપૂર્ણપણે વાજબી છે.’
18 મહિનામાં AI-નવી ટેકનોલોજીમાં 9 લાખ નોકરી ઉભી થશે
CEO ઉમેશ કુમારે વ્યક્ત કરેલી ચિંતા કોઈ નવી વાત નથી. અનેક રિસર્ચ અને રિપોર્ટમાં પહેલા જ કહેવાયું છે કે, ભારતમાં લગભગ અડધા ગ્રેજ્યૂએટ એન્જિનિયરો પાસે જરૂરી ઈન્ડસ્ટ્રી સ્કિલ નથી. NASSCOM સંબંધીત રિપોર્ટમાં જણાવ્યા મુજબ, 2026 સુધીમાં ભારતમાં ડિજિટલ સ્કિલ ધરાવતા 3.5 મિલિયન પ્રોફેશનલની જરૂર પડશે. ટીમલેસ ડિજિટલનું કહેવું છે કે, આગામી 18 મહિનામાં AI અને નવી ટેકનોલોજી સંબંધીત 9 લાખ નોકરી ઉભી થશે, જોકે હજુ પણ સ્કિલ્ડ ટેલેન્ટની ભારે અછત છે. રિપોર્ટ મુજબ ભારતમાં AI પ્રોડક્ટ્સ પર કામ કરવા લાયક માત્ર 2000 સીનિયર એન્જિનિયર્સ છે.