Get The App

AIથી જીવન સરળ બનશે, પણ જોખમ પણ વધશે: 2026માં AI સહાય બનશે કે સંકટ?

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
AIથી જીવન સરળ બનશે, પણ જોખમ પણ વધશે:  2026માં AI સહાય બનશે કે સંકટ? 1 - image


How AI Impact Life in 2026: 2025માં AI ખૂબ જ ડિમાન્ડમાં આવ્યું હતું. એની લોકપ્રિયતા વધતાની સાથે જ કેટલાક લોકો એનો ઉપયોગ કરવામાં ડરી રહ્યાં હતાં તો કેટલાક લોકો એનો ઉપયોગ શરૂ કર્યો હતો. જોકે વર્ષના અંત સુધીમાં AI મેઇનસ્ટ્રીમ બની ગયું છે અને આ વર્ષે એટલે કે 2026માં એમાં વધુ વિકાસ જોવા મળશે. નવી-નવી ટેકનોલોજી અને નવા ફીચર્સનો એમાં સમાવેશ કરવામાં આવશે. લાખો-કરોડો લોકો એનો ઉપયોગ ઇમેલથી લઈને ચાર્ટ અને પ્રેઝન્ટેશન બનાવવાથી લઈને ડોક્યુમેન્ટની સમરી બનાવવા અને ઇમેજ જનરેટ કરવા માટે ઉપયોગ કરે છે. AIનો ઉપયોગ જોબ ઇન્ટરવ્યુ માટેના CV બનાવવાથી લઈને ઘરનાં ફ્રીઝમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

કંપનીઓ તેમની પ્રોડક્ટિવિટી વધારવાની સાથે કર્મચારીઓને મોનિટર કરવા, પર્ફોર્મન્સ સુધારવા અને કોને નોકરીએ રાખવા, કોને પ્રમોશન આપવું અને કોને નોકરીમાંથી કાઢી મૂકવા વગેરે જેવી બાબતો માટે પણ AIનો ઉપયોગ કરે છે. રિક્રૂટમેન્ટ સોફ્ટવેરથી લઈને પ્રોડક્શન સોફ્ટવેર અને દરેક પ્રકારના સોફ્ટવેરમાં હવે AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં હવે AI દરેક પ્રકારના નિર્ણય લેતું થઈ ગયું છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ અને OpenAI જેવી કંપનીઓ નવા-નવા AI મોડલ લોન્ચ કરી રહ્યાં છે જે ફાસ્ટ હોવાની સાથે ખૂબ જ સારી રીતે કામ પણ કરે છે. 2026માં આ માટેના નવા મોડલ પણ લોન્ચ થશે. તેમ જ રોજિંદા જીવનમાં AIનો વધુ ઉપયોગ થશે. જોકે એ માટે યુઝરે શું કિંમત ચૂકવવી પડશે એની હજી સુધી કોઈને જાણ નથી.

AI કેવી રીતે હેલ્પ કરશે?  

AI હવે યુઝર્સની રોજિંદા જીવનની મોટાભાગની દરેક વસ્તુમાં જોવા મળશે. હાલમાં AIનો ઉપયોગ સવાલોના જવાબ માટે વધુ કરવામાં આવી રહ્યો છે. જોકે હવે કેલેન્ડર મેનેજ કરવાથી લઈને, અપોઇન્ટમેન્ટ બુક કરવી, પર્સનલ ફાઇનાન્સને ધ્યાનમાં રાખવુંથી લઈને યુઝરને કોઈ વસ્તુની જરૂર પડે એ પહેલાં જ એને પૂરી કરવા માટે પણ AIનો ઉપયોગ કરવામાં આવશે. હેલ્થકેરમાં AIની મદદથી ડોક્ટર વધુ ઝડપથી અને સારી રીતે દર્દીને સ્કેન કરી શકશે. તેમ જ કોઈ બિમારી થવાની હોય એની જાણ પહેલેથી ખબર પડી શકશે. હોસ્પિટલ અથવા તો દવાખાનામાં જે પેપરવર્ક કરવામાં આવે છે એમાં પણ ઘટાડો થશે.

એજ્યુકેશનમાં AIની મદદથી પર્સનલ ટ્યુશન આપી શકાશે. આ સાથે જ દરેક વિદ્યાર્થીની સમજવાની શક્તિ અનુસાર તેમને કેવી રીતે સમજાવવું અને કેટલી ઝડપથી સમજાવવું વગેરેમાં મદદ મળી શકશે. નાના બિઝનેસ અને ફ્રીલાન્સર્સ હવે AI ટૂલની મદદથી એકાઉન્ટિંગ, માર્કેટિંગ અને કસ્ટમર સપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રમાં એનો ઉપયોગ કરી શકશે. ઘરમાં પણ હવે AIના ઉપયોગ દ્વારા ચાલતી ડિવાઇસનો સમાવેશ કરવામાં આવશે. એનાથી વિજળીનો ઉપયોગ ઓછો થશે. ગ્રોસરી ખરીદવા, અને સ્માર્ટ ડિવાઇસને મેનેજ કરવા માટે પણ AIનો ઉપયોગ કરવામાં આવશે.

ઘણાં યુઝર્સ માટે AI સમયનો બચાવ કરી શકે છે. તેમ જ સ્ટ્રેસ ઓછું કરી શકે છે. પહેલાં જેમના માટે આ સર્વિસ મોંઘી પડતી હતી એ દરેક વ્યક્તિ હવે ફ્રીમાં અથવા તો નાની કિંમતમાં એનો ઉપયોગ કરી શકશે. આ પ્રકારની સર્વિસમાં હોમ ઓટોમેશનનો પણ સમાવેશ થાય છે. ટૂંકમાં 2026માં AI લોકો માટે જીવનને વધુ સરળ, ઝડપી અને સ્ટ્રેસમુક્ત બનાવવાની સાથે પર્સનલાઇઝ પણ બનાવશે.

AIથી જીવન સરળ બનશે, પણ જોખમ પણ વધશે:  2026માં AI સહાય બનશે કે સંકટ? 2 - image

કેવી રીતે નુકસાન કરી શકે છે AI?  

AIની ખરાબ સાઇડને પણ ઇગ્નોર નહીં કરી શકાય. ઘણાં લોકોને ચિંતા છે કે AIને કારણે લાખો નહીં તો પણ હજારો લોકોએ નોકરીથી હાથ ધોવા પડશે. Nvidiaના સીઇઓ જેનસેન હુઆંગે થોડા મહિના પહેલાં સ્વીકાર્યું હતું કે ‘AIને કારણે દરેક વ્યક્તિની નોકરીમાં બદલાવ આવશે. કેટલીક નોકરીઓ જતી રહેશે, પરંતુ વધુ નોકરીઓ ઊભી થશે. કંપની જ્યારે વધુ પ્રોડક્ટિવ બનશે ત્યારે તેઓ વધુ લોકોને નોકરીએ રાખશે.’

જેનસેન હુઆંગની જેમ દરેક વ્યક્તિ એટલું આશાવાદી નથી. OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન દ્વારા બ્લોગમાં લખવામાં આવ્યું હતું કે ‘AI જેમ જેમ વધુ ડેવલપ થતું જશે તેમ તેમ વધુ નોકરી જતી રહેશે. આજ સુધી જેટલાં પણ મનુષ્ય જીવિત હતા કે જીવિત છે એ દરેકમાં AI ખૂબ જ પાવરફુલ છે. જોકે આજે લોકો દરેક ટેકનોલોજીને વધુ સારી રીતે અડોપ્ટ કરી રહ્યાં છે.’ જોકે ઘણાં લોકોને એ વાંધાની ચિંતા છે કે યુઝર AIની સાથે સુસંગત થવામાં સમય લગાવશે અને એની સાથે એડજસ્ટ થાય ત્યાં સુધીમાં ઘણાં લોકોની નોકરી પણ જતી રહેશે.

AIને કારણે સાઇબરક્રાઇમમાં ખૂબ જ વધારો થશે કારણ કે એ માટેના ટૂલ વધુને વધુ પાવરફુલ બની રહ્યાં છે. છેતરપિંડી કરનારા હવે AIની મદદથી વધુ સરળતાથી ફિશિંગ એટેક કરી શકે છે. આ સાથે જ ડીપફેક, સિસ્ટમમાં ઘૂસવું અને પર્સનલ ડેટાને ચોરવા જેવા વગેરે કામ ખૂબ જ સરળતાથી હેકર્સ પાર પાડી શકશે. IBM અનુસાર 2025માં જેટલા પણ ડેટા બ્રીચ થયા છે એ દરેક વખતે ઓર્ગેનાઇઝેશનને અત્યાર સુધીમાં 5.82 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. AIની મદદથી આ એટેક વધુ ઓટોમેટિક બનશે અને એના કારણે વધુ નુકસાન સહન કરવું પડી શકે છે.

આ પણ વાંચો: AIના કારણે અસલી-નકલીમાં ભેદ કરવો મુશ્કેલ! ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીની ચેતવણી

AIને કારણે પ્રાઇવસીને પણ એટલો જ ભય રહેલો છે. AIને કારણે ટૂલ વધુ એડવાન્સ બની રહ્યાં છે. એને કારણે હવે હેકર્સ યુઝર્સની વાતને સાંભળી પણ શકે છે અને ડેટા પણ કલેક્ટ કરી શકે છે. આ ટૂલની મદદથી હેકર્સ બેકગ્રાઉન્ડમાં કોઈ પણ વ્યક્તિની દિવસભરની દરેક બાબતને નોટિસ કરીને રેકોર્ડ કરી શકે છે.

એક્સપર્ટનું શું માનવું છે?  

એક્સપર્ટનું કહેવું છે કે AI દ્વારા નોકરી જતી રહેશે એના પર ફોકસ કરવા કરતાં લોકો પોતાની જાતને કેવી રીતે વધુ સારી બનાવવી એના પર ફોકસ કરવું જોઈએ. AIની દુનિયામાં મોટું નામ યોશુઆ બેન્ગીઓ કહ્યું કે ‘લોકોએ ટેકનોલોજી પર નહીં, પરંતુ એક સારા માનવી બનવા પર ધ્યાન આપવું જોઈએ. તમે વધુમાં વધુ કેટલા સારા વ્યક્તિ બનો એના પર વધુ ધ્યાન આપો. આપણું મોટાભાગનું બધું કામ મશીન કરી લેશે, પરંતુ આપણે કેટલા સારા બની શકીએ એ આપણાં પર જ નિર્ભર છે. જો હું હોસ્પિટલમાં હોઉં તો હું ઇચ્છું કે મારો હાથ કોઈ વ્યક્તિ પકડે જ્યારે હું ખૂબ જ દર્દમાં હોઉં. અન્ય સ્કિલ વધુને વધુ ઓટોમેટિક થઈ રહી છે ત્યારે હ્યુમન ટચની લોકો વધુ વેલ્યુ કરશે.’

આ પણ વાંચો: BSNLમાં હવે નેટવર્કની મુશ્કેલી દૂર, જિયો અને એરટેલ જેવી સર્વિસ મળવાનો દાવો

લોકોના કામને લઈને ઘણી વ્યક્તિ ચિંતા વ્યક્ત કરી રહી છે. ટૂંકાગાળાના સમયમાં AIને કારણે અસર જરૂર થશે. આ વિશે આંત્રપ્રેન્યોર અને શાર્ક ટેન્ક ઇન્ડિયાના જજ અનુપમ મિત્તલ કહે છે, ‘શું AI માનવીની જગ્યા લેશે? એનો ટૂંકમાં જવાબ આપવો હોય તો નહીં. આજે વ્યક્તિનું એક નાનકડું કામ પણ કરવું હોય તો AIને દુનિયાભરના ડેટાની જરૂર પડે છે. મોટા મોડલ અને વધુ GPUનો મતલબ એ નથી કે વ્યક્તિની ક્રિએટિવિટીની જગ્યા AI લઈ લેશે. હજી તેણે વ્યક્તિની જેમ વિચારવાની અને ફીલ કરવાની જરૂર છે.’

આથી 2026માં AI વધુ ઝડપી, સરળ અને વધુ ઇન્ટેલિજન્ટ બનશે. એનો ઉપયોગ કરવું વધુ સસ્તુ પણ બનશે, પરંતુ બીજી તરફ એને કારણે નોકરી પર જોખમ, પ્રાઇવસી અને સિક્યોરિટી પણ એટલી જ સંકટમાં છે.