BSNL Wifi Calling: BSNL દ્વારા હવે યુઝર્સ માટે વોઇસ ઓવર વાઇ-ફાઇ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ આજથી એટલે કે 2026ની પહેલી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. BSNL 4G યુઝર્સને હજી પણ નેટવર્કમાં તકલીફ પડી રહી છે. ઘણી વાર મોબાઇલમાં નેટવર્ક હોવા છતાં વાત કરવામાં મુશ્કેલી પડે છે. યુઝર્સ આ માટે ઘણી ફરિયાદ કરી રહ્યાં હતાં. આ માટે તેમની ફરિયાદને સાંભળીને BSNL દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આથી સિગ્નલ ઓછા હશે તો પણ યુઝર્સ સાફ અવાજમાં વાત કરી શકશે.
ફ્રીમાં છે આ ફીચર
વોઇસ ઓવર વાઇ-ફાઇને વાઇ-ફાઇ કોલિંગ પણ કહેવામાં આવે છે. આ ફીચરની મદદથી નેટવર્ક અને સપોર્ટેડ ફોન હોય તો એનો ઉપયોગ કરી શકાશે. આ ફીચરનો યુઝર દ્વારા ફ્રીમાં ઉપયોગ કરી શકાશે. એ માટે યુઝર પાસે ઘરમાં અથવા તો ઓફિસમાં ઇન્ટરનેટ હોવું જરૂરી છે. વાઇ-ફાઇની મદદથી યુઝર ફ્રીમાં કોલિંગ કરી શકશે. BSNL આ માટે ઘણાં 4G નેટવર્ક પણ ઇન્સ્ટોલ કરી રહ્યું છે. આ સાથે જ ઇ-સિમ કાર્ડ પણ લોન્ચ કરવામાં આવી રહ્યાં છે.
માર્કેટમાં ટકી રહેવાની કોશિશ
BSNL દ્વારા માર્કેટમાં રહેવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. જિયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા દ્વારા ઘણાં સમયથી આ સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે. આથી જે યુઝર્સ BSNL સાથે જોડાયેલા છે તેમણે હવે બીજી કંપનીમાં જવાની જરૂર નથી. તેઓ હવે ઘરે નેટવર્ક ન પકડાતાં હશે તો પણ વાઇ-ફાઇથી વાત કરી શકશે.
આ પણ વાંચો: AIના કારણે અસલી-નકલીમાં ભેદ કરવો મુશ્કેલ! ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીની ચેતવણી
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
આ માટે યુઝર્સે તેમના મોબાઇલના સેટિંગ્સમાં જઈને વાઇ-ફાઇ કોલિંગ ચાલુ કરવાનું રહેશે. આઇફોન અને એન્ડ્રોઇડ બન્નેમાં આ ફીચર છે. જો યુઝરનો સિમ કાર્ડ જૂનો હોય તો એને એક વાર બદલાવી લેવું. જો એમ છતાં આ ફીચર સેટિંગ્સમાં જોવા ન મળી રહ્યું હોય તો મોબાઇલ એ સપોર્ટ નહીં કરતું હોય એ બની શકે છે.


