શું AI રેસમાં પાછળ રહી ગયું છે Google? સુંદર પિચાઈએ સ્વીકારી પોતાની ભૂલો, પણ Gemini 4 માટે આપી મોટી ગેરંટી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gemini 4 Targets Tech Leadership: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની વૈશ્વિક રેસમાં ગૂગલ પાછળ છૂટી ગયું હોવાના અહેવાલો અને રોકાણકારોની ચિંતા વચ્ચે ગૂગલના CEO સુંદર પિચાઈએ કંપનીની સ્થિતિને લઈને એક મજબૂત બચાવ રજૂ કર્યો છે. તાજેતરમાં યોજાયેલી ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટની અર્નિંગ્સ કોલ દરમિયાન સુંદર પિચાઈએ સ્પષ્ટ કર્યું હતું કે ગૂગલ આ રેસમાં ક્યાંય પાછળ નથી. તેમણે રોકાણકારોને મોટો ભરોસો આપતાં દાવો કર્યો છે કે કંપનીનું આગામી નેક્સ્ટ જનરેશન AI મોડલ 'જેમિની 4’ જ્યારે લોન્ચ થશે, ત્યારે તે યૂઝર્સને ખૂબ જ ખુશ કરી દેશે.
પિચાઈએ સ્વીકાર્યું હતું કે એઆઈ કોડિંગ અને એજન્ટિક કોડિંગ જેવા કેટલાક ચોક્કસ ક્ષેત્રોમાં હજુ પણ ઘણો સુધારો કરવાની જરૂર છે, પરંતુ સામાન્ય ઇન્ટેલિજન્સ ફીચર્સમાં ગૂગલ હજુ પણ માર્કેટમાં સૌથી મોખરે છે.
કોડિંગ સેક્ટરમાં પાછળ અને 'જેમિની 3.5 પ્રો'માં વિલંબ
હકીકતમાં, બજારમાં ChatGPT અને Claude જેવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ લોન્ચ થયા બાદ એવી ચર્ચા શરૂ થઈ હતી કે ગૂગલ આ રેસમાં પાછળ રહી ગયું છે. ખાસ કરીને સોફ્ટવેર ડેવલપર્સ અને જટિલ કોડિંગ પ્રક્રિયાઓ માટે ગૂગલના પ્રતિસ્પર્ધીઓ વધુ ઝડપી સાબિત થયા છે. આ ઉપરાંત, ગૂગલ દ્વારા કોડિંગ અને ઓટોનોમસ એજન્ટ્સ માટે ખાસ તૈયાર કરાયેલ ફ્લેગશિપ મોડલ 'Gemini 3.5 Pro'ના લોન્ચિંગમાં વિલંબ થતાં ઇન્વેસ્ટર્સની ચિંતા વધી ગઈ હતી.
JPMorganના એનાલિસ્ટ ડગ એનમુથના સવાલોનો જવાબ આપતા પિચાઈએ કટોકટીનો સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગૂગલ પ્રોગ્રામિંગ ટૂલ્સ અને ઓટોમેટેડ ટાસ્કના ક્ષેત્રમાં યુઝર ડેટાની અછતને કારણે થોડું પાછળ રહ્યું છે, પરંતુ કંપની તેને સુધારવા માટે રાત-દિવસ મહેનત કરી રહી છે.
'જેમિની 4' એક અત્યંત શક્તિશાળી પ્રયાસ
આ અર્નિંગ્સ કોલ દરમિયાન રોકાણકારોને મોટી જાહેરાત કરતા સુંદર પિચાઈએ આગામી મોડલ 'Gemini 4' પરથી પડદો હટાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગૂગલનો નવો AI મોડલ જૂના વર્ઝન્સ કરતાં કદ અને ક્ષમતા બંનેમાં ઘણો મોટો અને એડવાન્સ હશે. તે એક અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે જે મોટા પાયે ટ્રેન કરવામાં આવી રહ્યો છે. સુંદર પિચાઈએ દાવો કર્યો હતો કે,
"જ્યારે જેમિની 4 લોન્ચ થશે, ત્યારે લોકો જોઈને અત્યંત ખુશ થશે."
કંપની હવે દર મહિને એક નવી કેડન્સ સાથે આ દિશામાં મોડલ્સ રોલ-આઉટ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ અને આત્મવિશ્વાસથી ભરેલી છે.
'જેમિની ફ્લેશ' અને ભવિષ્યનું આયોજન
અર્નિંગ્સ કોલ દરમિયાન, પિચાઈએ વિલંબિત ફ્લેગશિપ પ્રોજેક્ટ્સની ચર્ચા કરવાને બદલે ગૂગલના ઓછા ખર્ચાળ અને સુપરફાસ્ટ મોડલ 'Gemini Flash'નો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. આ મોડલ હાલમાં સાયબર સિક્યુરિટી, ડેટા એનાલિટિક્સ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર જેવા ઉદ્યોગોમાં વ્યાપકપણે વપરાય છે.
ગૂગલે તાજેતરમાં જ રજૂ કરેલા 'Gemini 3.6 Flash' મોડલે અગાઉના વર્ઝન કરતાં ઓછા ટોકન્સનો ઉપયોગ કરીને કોડિંગ બેન્ચમાર્ક પર 10થી વધુ પોઈન્ટ્સનો મોટો સુધારો નોંધાવ્યો છે. આમ, ગૂગલ આગામી સમયમાં ટેકનોલોજીની દુનિયામાં પોતાની બાદશાહત જાળવી રાખવા માટે 'Gemini 4'ની મદદથી જોરદાર કમબેક કરવા સજ્જ બન્યું છે.









