Get The App

એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર વોકી-ટોકીના વેચાણ પર પ્રતિબંધ: રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર વોકી-ટોકીના વેચાણ પર પ્રતિબંધ: રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર 1 - image


Rule Change For Walkie Talkie: સરકારે રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ બદલાવને કારણે હવે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવા કોઈપણ ઓનલાઇન પોર્ટલ પર વોકી-ટોકી વેચી શકાશે નહીં. જેના કારણે યુઝર્સને વોકી-ટોકી ખરીદવામાં મુશ્કેલીઓ થશે. સામાન્ય રીતે, વોકી-ટોકીનો ઉપયોગ નાના-મોટા બિઝનેસ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને બાળઉમંગ માટે થાય છે. જોકે, હવે આ ડિવાઇસ રેડિયો કોમ્યુનિકેશનને સંલગ્ન હોવાને કારણે સરળતાથી ઉપલબ્ધ નહીં રહે.

નિયમમાં ફેરફાર કેમ થયો?

રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના અનુસાર હવે આવા ઉપકરણો ખુલ્લા બજારમાં વેચી શકાશે નહીં. આ ડિવાઇસના ઉપયોગ માટે હવે લાઇસન્સ અને પરવાનગી લેવી પડશે. દેશની સુરક્ષા અને સંવેદનશીલ રેડિયો ફ્રીકવન્સીના અનધિકૃત ઉપયોગને અટકાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ ઉપકરણો ગેરવાપર થવાના જોખમને ધ્યાનમાં રાખીને સરકારે કડક નિયમો લાગુ કર્યા છે, જેથી તેમાં સરકાર અને ઇમરજન્સી સર્વિસોની કોમ્યુનિકેશન સિસ્ટમ સાથે અવ્યાખ્યાયિત દખલગિરી રોકી શકાય.

નિયમ ઉલંધન કરનાર વેચાણકર્તાઓ

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે મળીને આ નિયમો ઘડ્યા છે. તેમણે કેટલીક ચોક્કસ ગાઇડલાઇન્સ બનાવી છે, કારણ કે ઓનલાઇન વેચાણ દરમિયાન કેટલાક નિયમોનું ઉલંધન થતું હતું. ટેલિગ્રાફ એક્ટ, 1885; વાયરલેસ ટેલિગ્રાફી એક્ટ, 1933 અને એક્સેમ્પશન રુલ નોટિફિકેશન, 2018ના નિયમોનું ઉલંધન થતા આ નવા નિયમો લાગુ કરાયા. ઘણી વખત, વોકી-ટોકીના વેચાણ દરમિયાન ફ્રીકવન્સી રેન્જનો ઉલ્લેખ કરાયો નથી, તેમજ ઓપરેટિંગ લાઇસન્સ પણ ન હોવાને કારણે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે તેઓ આ ઉપકરણ મુક્તપણે ઉપયોગમાં લઇ શકે.

એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો પર વોકી-ટોકીના વેચાણ પર પ્રતિબંધ: રેડિયો ટેલિકોમ્યુનિકેશનના નિયમોમાં ફેરફાર 2 - image

નિયમોના અમલ અંગે કંપનીઓની અવગણના

ટોક પ્રો અને મેકમેન ટોય્ઝ જેવા કેટલાક પ્લેટફોર્મો હજી પણ આ નિયમોના અમલને અવગણી રહ્યા છે, અને તેમના પ્લેટફોર્મ પરથી વોકી-ટોકી વેચાણ ચાલુ રાખ્યું છે. જેના કારણે તેઓ સીધું સરકારના નિયમોનું ઉલંધન કરી રહ્યા છે. ઇન્ડિયા માર્ટ પણ તેના પ્લેટફોર્મ પર આ પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ રાખી રહ્યો છે.

શું છે ગાઇડલાઇન્સ?

ઓથોરાઇઝ ડિવાઇઝ: માત્ર તે જ વોકી-ટોકી વેચી શકાશે જે તમામ નિયમોનું પાલન કરે અને ચોક્કસ ફ્રીક્વન્સીમાં કાર્ય કરે.

મેન્ડેટરી ડિસ્ક્લોઝર: દરેક કંપનીએ ઓનલાઇન વેચાણ માટે ફ્રીક્વન્સી રેન્જ તેમજ તમામ ટેક્નિકલ માહિતી અને રેગ્યુલેટરી મંજૂરી સ્પષ્ટ રીતે જણાવવી ફરજિયાત છે.

પ્લેટફોર્મની જવાબદારી: ઇ-કોમર્સ પ્લેટફોર્મે તેમના દરેક સેલર સરકારના નિયમોનું પાલન કરે છે કે નહીં, તેની દેખરેખ રાખવી. જે સેલર નિયમોના પાલનમાં નિષ્ફળ જાય, તેને વેચાણ પર રોક લગાવવી.

ખોટી માહિતી નહીં: આ ડિવાઇઝ વિશે કોઈ પણ માહિતી ભ્રામક અથવા ગેરકાયદેસર ઉપયોગને કાયદેસર દર્શાવનારી ન હોવી જોઈએ.

ચોક્કસતા: વોકી-ટોકી સાથે સંકળાયેલી દરેક માહિતી સાચી હોવી જોઈએ, ખાસ કરીને કઈ ફ્રીક્વન્સી પર કાર્ય કરે છે અને કઈ પર નહિ, તેની સ્પષ્ટતા ફરજિયાત છે.

દંડ: જો કોઈ નિયમોનું પાલન કરવામાં નહીં આવે, તો કોન્સ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019 હેઠળ દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો: મસ્કની નવી મેસેજ સર્વિસ: ડાયરેક્ટ મેસેજની જગ્યા લેશે હવે XChat, ફીચર્સથી ભરપૂર હશે

ઓટોમેટિક મોનિટરીંગ સિસ્ટમ

આ નિયમનો હેતુ ગ્રાહકોને સાચી માહિતી આપવાનો અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. સરકાર ઓટોમેટિક મોનિટરીંગ સિસ્ટમ વિકસી રહી છે, જે સેલરના વેરિફિકેશન સાથે જોડાયેલ હશે. અત્યાર સુધી 13 નોટિસ જાહેર કરી અને 16970 પ્રોડક્ટને સામેલ કરવામાં આવી છે.

Tags :