Get The App

મસ્કની નવી મેસેજ સર્વિસ: ડાયરેક્ટ મેસેજની જગ્યા લેશે હવે XChat, ફીચર્સથી ભરપૂર હશે

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
મસ્કની નવી મેસેજ સર્વિસ: ડાયરેક્ટ મેસેજની જગ્યા લેશે હવે XChat, ફીચર્સથી ભરપૂર હશે 1 - image


XChat To Replace DM?: ઇલોન મસ્કના સોશિયલ મીડિયા X પર ડાયરેક્ટ મેસેજ કરવા માટે હવે યુઝર્સ XChatનો ઉપયોગ કરી શકશે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. પેઇડ યુઝર્સને બીટા વર્ઝન અને નવા ફીચર્સનો ઉપયોગ કરવા મળે છે. આ યુઝર્સ દ્વારા નવા ફીચર્સ વિશે જાહેરાત કરવામાં આવી છે. એક એન્જિનિયર મુજબ આ ફીચર હવે લોન્ચ કરવા માટે પણ તૈયાર છે.

XChat ડાયરેક્ટ મેસેજનું એડ્વાન્સ વર્ઝન

XChatને ડાયરેક્ટ મેસેજનું એડ્વાન્સ વર્ઝન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ફીચર ઇલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા એ પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું. આ નવી સિસ્ટમમાં ગ્રુપ મેસેજ, એન્ડ-ટુ-એન્ડ ઇન્ક્રિપ્શન, વેનિશિંગ મોડ, અનરીડ મેસેજ, તેમજ ફાઇલ શેરિંગ જેવા ફીચર્સ સામેલ છે. મેસેજને વધુ સુરક્ષિત રાખવા માટે ચાર અંકનો પાસકોડ પણ આપવામાં આવ્યો છે.

મસ્કની નવી મેસેજ સર્વિસ: ડાયરેક્ટ મેસેજની જગ્યા લેશે હવે XChat, ફીચર્સથી ભરપૂર હશે 2 - image

ઇન્ક્રિપ્ટેડ મેસેજને કર્યા લિમિટેડ

X દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેમણે ડાયરેક્ટ મેસેજના ઇન્ક્રિપ્શન ફીચરને હાલમાં સ્થગિત કર્યું છે. XChat લોન્ચ કરવામાં આવી રહ્યું હોવાથી આ સર્વિસ બંધ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. જોકે, પેઇડ કસ્ટમર્સ બે વર્ષ સુધી ઇન્ક્રિપ્ટેડ મેસેજ સર્વિસનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: એરપોડ્સને હાર્ટ રેટ મોનિટર બનાવવા માંગે છે એપલ: AIની મદદથી આ શક્ય થશે

સિગ્નલ એપ જેવા ફીચર્સ લાવશે મસ્ક

ટ્વિટર ખરીદ્યા બાદથી ઇલોન મસ્ક સતત કહેતો આવ્યો છે કે તે X ને સિગ્નલ એપ જેવી મેસેજિંગ સર્વિસમાં પરિવર્તિત કરવા ઈચ્છે છે. તેથી XChatના લોન્ચ સાથે તેનું વિઝન સમાન્તર જાશે. આ ફીચર દ્વારા યુઝર્સ X પર સુરક્ષિત અને સરળ રીતે મેસેજ મોકલી શકશે. ઇલોન મસ્ક X યુઝર્સ માટે શ્રેષ્ઠ અને અનન્ય મેસેજિંગ સર્વિસ પૂરી પાડવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

Tags :