Science & Technology

દુનિયાભરના 40% સ્માર્ટફોન યુઝર્સને Google ની વોર્નિંગ, અવગણના કરવી ભારે પડી જશે!

By GS Team
6 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકન કંપની ગૂગલે એક મોટી વોર્નિંગ આપી છે અને જણાવ્યું છે કે, આશરે અડધો અડધ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ પર મેલવેર અને સ્પાઇસવેરના ખતરમાં છે. આ ખતરો જુના Android OS વર્જન હોવાના કારણે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાભરના 40% સ્માર્ટફોન યુઝર્સને Google ની વોર્નિંગ, અવગણના કરવી ભારે પડી જશે!

Google Android Security Risk : અમેરિકન કંપની ગૂગલે એક મોટી ચેતવણી જારી કરતા જણાવ્યું છે કે, વિશ્વના આશરે અડધોઅડધ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ પર મેલવેર (Malware) અને સ્પાયવેર (Spyware) નું જોખમ તોળાઈ રહ્યું છે. આ ખતરો મુખ્યત્વે જૂની Android OS (ઓપરેટિંગ સિસ્ટમ) વર્ઝનને કારણે છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર, જે સ્માર્ટફોન Android 13 કે તેથી જૂના વર્ઝન પર ચાલે છે, તેમને હવે સિક્યોરિટી અપડેટ્સ મળતા નથી, જેના કારણે તે સૌથી વધુ અસુરક્ષિત છે. આવા યુઝર્સની સંખ્યા વિશ્વભરમાં 1 અબજથી પણ વધુ છે.

Android ના વિવિધ વર્ઝનનો વપરાશ

ડિસેમ્બર સુધીના ડેટા અનુસાર, વિશ્વમાં એન્ડ્રોઇડ યુઝર્સની સ્થિતિનું વિશ્લેષણ

Android 16: માત્ર 7.5% ડિવાઇસમાં.
Android 15: 19.3% ફોન પર
Android 14: 17.9% સ્માર્ટફોન પર
Android 13: આશરે 13.9% સ્માર્ટફોન પર

રિપોર્ટનો દાવો છે કે માત્ર 58% સ્માર્ટફોન જ સિક્યોરિટી સપોર્ટ હેઠળ છે, જ્યારે 40% થી વધુ સ્માર્ટફોનને કોઈ સિક્યોરિટી અપડેટ મળતું નથી.

iPhone અને Android: સિક્યોરિટી અપડેટ

જૂના iPhone મોડલ્સને એપલ દ્વારા લાંબા સમય સુધી સમયાંતરે અપડેટ્સ મળતા રહે છે. તેની સરખામણીએ ઘણા જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં સિક્યોરિટી અપડેટ્સ વહેલા બંધ થઈ જાય છે. જો તમારી કંપની તરફથી સપોર્ટ બંધ થઈ ગયો હોય, તો સુરક્ષાની દ્રષ્ટિએ નવો સ્માર્ટફોન ખરીદવો જ હિતાવહ છે.

કંપનીઓ કેટલા સમય સુધી અપડેટ આપે છે?

સામાન્ય રીતે સ્માર્ટફોન ઉત્પાદકો 4 થી 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ પૂરા પાડે છે. જોકે, હવે સેમસંગ (Samsung) અને ગૂગલ પિક્સલ (Google Pixel) એ તેમના નવા હેન્ડસેટ્સમાં 7 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપવાની જાહેરાત કરી છે.

સિક્યોરિટી અપડેટ શું છે અને તે કેમ જરૂરી છે?

* સિક્યોરિટી અપડેટ એ સ્માર્ટફોનની સુરક્ષા માટે કંપની દ્વારા મોકલવામાં આવતું સોફ્ટવેર છે.

* બગ્સ દૂર કરવા: તે જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં રહી ગયેલી ખામીઓ અને 'બગ્સ' (Bugs) ને દૂર કરે છે.

* હેકિંગથી બચાવ: હેકર્સ આ નબળી કડીઓનો ફાયદો ઉઠાવીને તમારા ડિવાઇસનું એક્સેસ મેળવી શકે છે અને ડેટા ચોરી શકે છે.

* ડેટા સુરક્ષા: ઘણા સ્માર્ટફોન્સ લાંબા સમય સુધી હેક થયેલા રહે છે અને યુઝરને તેની ખબર પણ પડતી નથી.

વિશ્વમાં એન્ડ્રોઇડ યુઝર્સની સંખ્યા સૌથી વધુ છે કારણ કે સેમસંગ, રિયલમી, રેડમી, ઓપ્પો અને વનપ્લસ જેવી અનેક કંપનીઓ તેનો ઉપયોગ કરે છે, જ્યારે iOS માત્ર એપલના ડિવાઇસ પૂરતું મર્યાદિત છે.