Science & Technology

ગૂગલ 2027 સુધીમાં ચીનમાંથી પિક્સેલ પ્રોડક્શન સંપૂર્ણપણે સમેટી લેશે: ભારત અને વિયેતનામ બનશે મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ, શિપમેન્ટમાં 8-10% વધારાનો લક્ષ્યાંક

By GS Team
18 Aug 20262 mins read
TukuTouch Logo
ટેક જાયન્ટ ગૂગલે 2027 સુધીમાં તેના તમામ પિક્સેલ ડિવાઇસિસનું ઉત્પાદન ચીનમાંથી સંપૂર્ણપણે બહાર ખસેડવાની મોટી યોજના બનાવી છે. અમેરિકા-ચીન તણાવ વચ્ચે સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવા આ નિર્ણય લેવાયો છે. હવે, ભારત અને વિયેતનામ ગૂગલના મુખ્ય પ્રોડક્શન કેન્દ્રો બનશે. કંપનીએ આ બંને દેશોમાં ઉત્પાદન ક્ષમતા વધારવાનું શરૂ કર્યું છે, જેમાં હાઈ-એન્ડ ફોન્સનું ઉત્પાદન પણ સામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂગલ 2027 સુધીમાં ચીનમાંથી પિક્સેલ પ્રોડક્શન સંપૂર્ણપણે સમેટી લેશે: ભારત અને વિયેતનામ બનશે મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ, શિપમેન્ટમાં 8-10% વધારાનો લક્ષ્યાંક
AI Image

Google Shifts Production From China: ટેક જાયન્ટ ગૂગલ વર્ષ 2027 સુધીમાં તેના તમામ પિક્સેલ ડિવાઇસિસનું ઉત્પાદન ચીનમાંથી સંપૂર્ણપણે બહાર ખસેડવાની મોટી યોજના બનાવી રહ્યું છે. એક અહેવાલ મુજબ, આ સ્થળાંતરમાં માત્ર પિક્સેલ સ્માર્ટફોન જ નહીં પરંતુ સ્માર્ટવોચ અને વાયરલેસ ઇયરબડ્સ સહિતના તમામ હાર્ડવેર પ્રોડક્ટ્સનો સમાવેશ થશે. અમેરિકા અને ચીન વચ્ચે સતત વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ તેમજ કમ્પોનન્ટ્સના વધતા ભાવ વચ્ચે સપ્લાય ચેઈનને સુરક્ષિત અને વૈવિધ્યસભર બનાવવાના ભાગરૂપે ગૂગલે આ મોટો વ્યુહાત્મક નિર્ણય લીધો છે.

ભારત અને વિયેતનામ બનશે ગૂગલના મુખ્ય પ્રોડક્શન કેન્દ્રો

રિપોર્ટ અનુસાર, ચીનમાંથી બહાર નીકળ્યા બાદ ભારત અને વિયેતનામ ગૂગલના પિક્સેલ ડિવાઇસિસ માટેના મુખ્ય મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવશે. કંપનીએ આ બંને દેશોમાં પોતાની ઉત્પાદન ક્ષમતા વધારવાની કામગીરી ઝડપી બનાવી દીધી છે:

  • હાઇ-એન્ડ ફોન્સનું ઉત્પાદન: ગૂગલે આ વર્ષથી વિયેતનામમાં તેના પ્રીમિયમ અને હાઇ-એન્ડ પિક્સેલ સ્માર્ટફોન્સનું ડેવલપમેન્ટ અને પ્રોડક્શન શરૂ કરી દીધું છે. સ્માર્ટવોચ કે ઇયરબડ્સની સરખામણીએ ફ્લેગશિપ સ્માર્ટફોનનું ઉત્પાદન કરવું અત્યંત જટિલ પ્રક્રિયા માનવામાં આવે છે.
  • ભારતનું વધતું કદ: વિયેતનામમાં મળેલા સફળ પરિણામો અને ભારતમાં સ્થાનિક ઉત્પાદનને મળતા પ્રોત્સાહનને કારણે ગૂગલને ચીનમાંથી પોતાનો સમગ્ર પ્રોડક્શન બેઝ શિફ્ટ કરવાનો મજબૂત આત્મવિશ્વાસ મળ્યો છે.

પિક્સેલ શિપમેન્ટમાં 8-10% વૃદ્ધિની અપેક્ષા
મેમરી ચિપ્સના વૈશ્વિક ભાવમાં વધારો થવા છતાં, ગૂગલ આ વર્ષે તેના પિક્સેલ શિપમેન્ટમાં 8%થી 10% સુધીનો ઉછાળો લાવવાનું લક્ષ્ય ધરાવે છે. ગત વર્ષે કંપનીએ આશરે 12 મિલિયન (1.20 કરોડ) યુનિટ્સનું શિપમેન્ટ નોંધાવ્યું હતું.

મેમરી ચિપ્સના ભાવ મુદ્દે પોતાનું પલડું ભારે રાખવા માટે ગૂગલે ખાસ રણનીતિ અપનાવી છે. કંપની પોતાના ક્લાઉડ-કોમ્પ્યુટિંગ બિઝનેસ અને સ્માર્ટફોન માટે જરૂરી મેમરી ચિપ્સના ઓર્ડર્સ એકસાથે બંડલ કરીને માઇક્રોન, સેમસંગ અને એસકે હાયનિક્સ જેવી દિગ્ગજ સપ્લાયર કંપનીઓ સાથે નેગોશિયેશન કરી રહી છે.

ટેક કંપનીઓમાં ચીનમાંથી બહાર નીકળવાનો નવો ટ્રેન્ડ

ગૂગલનું આ પગલું ગ્લોબલ ટેક કંપનીઓમાં ચાલી રહેલા મોટા પરિવર્તનનો એક ભાગ છે. અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારિક પ્રતિબંધો અને તણાવપૂર્ણ સંબંધોને કારણે મોટી ટેકનોલોજી કંપનીઓ હવે માત્ર એક દેશ પર નિર્ભર રહેવાને બદલે અલગ-અલગ દેશોમાં મેન્યુફેક્ચરિંગ નેટવર્ક ઊભું કરી રહી છે, જેથી વૈશ્વિક વેપાર નિયંત્રણો અને સપ્લાય ચેઇન ખોરવાવાના જોખમોને ઘટાડી શકાય.