ગૂગલ નેનો બનાના પ્રો દ્વારા બનાવો 150 વર્ષ સુધીનો લુક: AI ફોટો ચેલેન્જે મચાવી સોશિયલ મીડિયા પર ધમાલ

Google Nano Banana Pro: ગૂગલના લેટેસ્ટ ઇમેજ જનરેશન મોડલ નેનો બનાના પ્રો દ્વારા યુઝર્સ હવે 150 વર્ષ સુધી પોતાની જાતને કોઈ પણ ઉંમરે કેવા દેખાતા હોઈ શકે એ જોઈ શકશે. ગૂગલના આ ફીચરને કારણે ઇન્ટરનેટ પર યુઝર્સ એની પાછળ ઘેલા થઈ ગયા છે. આ મોડલમાં જેમિની 3 AI મોડલનો ઉપયોગ કરવામાં આવી એકદમ રિયાલિસ્ટિક AI ફોટો જનરેટ કરવામાં આવી રહ્યાં છે. તેમ જ જુદા-જુદા સમયે કેવા દેખાતા હતા અને કેવા દેખાઈ શકીએ એ પ્રમાણે પણ ફોટો જનરેટ કરી શકાય છે. ગૂગલના ઓફિશિયલ નેનો બનાના પ્રો એકાઉન્ટ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે જે કમાન્ડનો ઉપયોગ કરીને યુઝર્સ 1880ના દાયકાથી લઈને 2025 સુધીમાં કેવા દેખાતા હોઈ શકે એ ઇમેજિન કરી શકશે.
જિબ્લીની જેમ આ પણ બની વાયરલ ચેલેન્જ
ચેટજીપીટીનું ટ્રેન્ડ જે રીતે શરૂ થયું હતું એ જ રીતે નેનો બનાના પ્રોનો યુનિક કમાન્ડ પણ એક વાયરલ ચેલેન્જ બન્યો છે. આ કમાન્ડમાં કોઈ પણ યુઝર પોતાની જાતને એક ચોક્કસ સમયના કપડા, હેરસ્ટાઇલ, એસેસરીઝ, કલર, બેકગ્રાઉન્ડ અને ફિલ્મ સ્ટાઇલમાં જોઈ શકશે. આ કમાન્ડનો સોશિયલ મીડિયા પર બહુ જલદી વાયરલ થઈ અને હજારો લોકો પોતાના ઇમેજ બનાવવાના શરૂ થઈ ગયા છે. આ પોસ્ટમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે યુઝર કેવી રીતે પોતાનો ફોટો જેમિની 3માં અપલોડ કરીને નેનો બનાના પ્રો મોડલનો ઉપયોગ કરી શકે જેથી કરીને 19મી સદીનો ફોટો પણ આજે જનરેટ કરી શકાય.
નેનો બનાના પ્રોની ક્ષમતાને ટેસ્ટ કરી રહ્યાં છે યુઝર્સ
ઘણાં યુઝર્સ જેઓ આ જનરેટિવ ટૂલ સાથે દૂર દૂર સુધી કોઈ લેવા દેવા નથી તેઓ પણ હવે ઇમેજ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં છે. આ ઇમેજનું જે રિઝલ્ટ છે એને યુઝર્સ દ્વારા ખૂબ જ અદ્ભુત અને ચોક્કસ ગણવામાં આવી રહ્યું છે. દરેક ફોટોમાં અલગ ફેશન અને ફોટોગ્રાફિક સ્ટાઇલ દેખાડવામાં આવી રહી છે. આ માટે યુઝરે શું જોવું છે એ તેમણે જણાવવાનું રહેશે અને સિસ્ટમ એ પ્રકારના ફોટો બનાવીને આપી દેશે. યુઝરનો ફોટો જનરેટ થયો ત્યાર બાદ તેણે કોઈ ચોક્કસ ઇમેજને બદલવી હોય અથવા તો એડિટ કરવી હોય તો એ પણ કરી શકશે.
આ પણ વાંચો: iOS 27માં AI અને પર્ફોર્મન્સ પર ફોકસ કરશે એપલ, iOS 26માં ફક્ત ખામી દૂર કરાશે
ગૂગલ સર્ચમાંથી માહિતીને સોર્સ કરે છે આ મોડલ
નેનો બનાના પ્રો ઇમેજ જનરેશન માટે જેમિની 3 પ્રો મોડલનો ઉપયોગ કરે છે જેથી તેના દરેક કમાન્ડ ચોક્કસ રૂપે સ્વીકારવામાં આવે અને એ અનુસાર કામ કરવામાં આવે. આ સાથે જ નેનો બનાના પ્રો લેટેસ્ટ માહિતીનો ઉપયોગ કરવા માટે ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. એનો અર્થ એ થયો કે નેનો બનાના પ્રો આજે વાતાવરણ કેવું છે એ આધારે પણ ઇમેજ જનરેટ કરી શકે છે. તેમ જ રિયલ-ટાઇમ સ્પોર્ટ્સ ઇવેન્ટ પરથી પ્રેરિત થઈને પણ ફોટો જનરેટ કરી આપી શકે છે. ગૂગલ દ્વારા નેનો બનાના પ્રોનું ટેક્સ્ટ જનરેશનને એક અદ્ભુત ફીચર તરીકે હાઇલાઇટ કર્યું છે.

