Science & Technology

જેમિની AIની મદદથી ગૂગલ લેન્સમાં ઉમેરાયું નવું ફીચર, યુઝર હવે જાતે જ રિપેર કરી શકશે ગેજેટ્સ

By GS Team
30 Sep 20242 mins read
This article was originally published on 30 Sep 2024
TukuTouch Logo
ગૂગલ લેન્સના નવા ફીચરને કારણે હવે યુઝર માટે ગેજેટ્સ રિપેર કરવાનું વધુ સરળ બન્યું છે. ગૂગલ દ્વારા આ વર્ષની શરૂઆતમાં ગૂગલ લેન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરતાં એ કેટલું ઇન્ટેલિજન્ટ બની ગયું છે એ દેખાડવામાં આવ્યું હતું. એ દરમ્યાન ‘આસ્ક વિથ વીડિયો’ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચર હવે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેમિની AIની મદદથી ગૂગલ લેન્સમાં ઉમેરાયું નવું ફીચર, યુઝર હવે જાતે જ રિપેર કરી શકશે ગેજેટ્સ

Repair Gadgets: ગૂગલ લેન્સના નવા ફીચરને કારણે હવે યુઝર માટે ગેજેટ્સ રિપેર કરવાનું વધુ સરળ બન્યું છે. ગૂગલ દ્વારા આ વર્ષની શરૂઆતમાં ગૂગલ લેન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરતાં એ કેટલું ઇન્ટેલિજન્ટ બની ગયું છે એ દેખાડવામાં આવ્યું હતું. એ દરમ્યાન ‘આસ્ક વિથ વીડિયો’ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચર હવે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

શું છે આસ્ક વિથ વીડિયો?

ગૂગલે AIની મદદથી આ ફીચરને ખૂબ જ ઉપયોગી બનાવી દીધું છે. આસ્ક વિથ વીડિયોમાં યુઝર કોઈ પણ વીડિયો અથવા તો શૂટિંગ કરીને ગૂગલને સવાલ કરી શકે છે. આ વીડિયોને એનાલાઇઝ કરીને ગૂગલ યુઝરને ચોક્કસ જવાબ આપશે. ગૂગલે આ વીડિયોને તેમની ઇવેન્ટમાં દેખાડ્યો પણ હતો.

ગેજેટ્સ પણ રિપેર થઈ શકશે

ગૂગલ લેન્સના આ ફીચરનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. ઉદાહરણ તરીકે, કોઈ મોબાઇલમાં બેટરી બદલવાની હોય અને યુઝરને એ બેટરી ઓનલાઇન સસ્તી પડતી હોય, પરંતુ દુકાનમાં એ ચેન્જ કરી આપવા માટે વધુ પૈસા ચાર્જ કરતાં હોય, એ સમયે આ ફીચર કામ આવી શકે છે. આ માટે ગૂગલને વીડિયો શેર કરવાનો રહેશે અને એમાં શું પ્રોબ્લેમ છે એ જણાવવાનું રહેશે. ત્યાર બાદ ગૂગલ દરેક વસ્તુને એનાલાઇઝ કરીને યુઝરને કેવી રીતે બેટરી બદલવી એ માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ કરશે. આ ફીચરને કારણે યુઝર માટે ગૂગલ અથવા તો યૂટ્યુબ પર દુનિયાભરના વીડિયો અને લિન્કને ચેક કરવાની મગજમારીથી બચી શકાય છે.


ઉપયોગી ફીચર

આ પણ વાંચો: વોટ્સએપમાં નવું ફીચર: યુઝર હવે ટાઇપ કર્યા બાદ મેસેજને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકશે

એપલ સીરિઝ 16 અત્યાર સુધીનો સૌથી વધુ રિપેર કરી શકાય એવો મોબાઇલ છે. આ સાથે જ હવે ઘણાં મોબાઇલને રિપેર કરી શકાય એ પ્રકારના બનાવવામાં આવી રહ્યાં છે. મોટાભાગની કંપનીઓ પણ હવે મોબાઇલને જાતે રિપેર કરવા માટે ટૂલ અને ટૂટોરિયલ પૂરા પાડે છે. જોકે એમ છતાં એકદમ સરળતા અને સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ માટે ગૂગલ લેન્સ ખૂબ જ ઉપયોગી ફીચર છે.

એપલ પણ બહુ જલદી લોન્ચ કરશે આ ફીચર

એપલ દ્વારા પણ એપલ ઇન્ટેલિજન્સને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આઇફોન 15 પ્રો અને પ્રો મેક્સ તેમજ આઇફોન 16 સીરિઝમાં ચાલશે. આ સાથે જ મેકબુકમાં M1 પ્રોસેસર અને ત્યાર બાદના મેકબુકમાં એ ચાલશે. આ ઇન્ટેલિજન્સમાં એક ફીચર વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. આ ફીચર પણ વીડિયો દ્વારા મદદ કરે છે. જોકે એ રિપેર કરવામાં મદદ કરશે કે નહીં એ તો લોન્ચ બાદ જ ખબર પડશે.