Science & Technology

વોટ્સએપમાં નવું ફીચર: યુઝર હવે ટાઇપ કર્યા બાદ મેસેજને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકશે

By GS Team
30 Sep 20242 mins read
This article was originally published on 30 Sep 2024
TukuTouch Logo
વોટ્સએપ હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર હવે ડ્રાફ્ટ મેસેજિસને પણ ચેટ લિસ્ટમાંથી મેનેજ કરી શકશે. આ ફીચર હાલમાં કેટલાક એન્ડ્રોઇડ વોટ્સએપ યુઝરના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ ફીચર ઘણાં લોકોને ઉપયોગી થઈ શકશે. ખાસ કરીને એવા વ્યક્તિ જે મેસેજ લખીને સેન્ડ કરવાનું ભૂલી જતા હોય છે. આ વ્યક્તિઓ જ્યારે આ મેસેજને ફરી જોશે ત્યારે તેમને સેન્ડ કરવાનું યાદ આવી જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વોટ્સએપમાં નવું ફીચર: યુઝર હવે ટાઇપ કર્યા બાદ મેસેજને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકશે

WhatsApp New-Feature: વોટ્સએપ હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર હવે ડ્રાફ્ટ મેસેજિસને પણ ચેટ લિસ્ટમાંથી મેનેજ કરી શકશે. આ ફીચર હાલમાં કેટલાક એન્ડ્રોઇડ વોટ્સએપ યુઝરના બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે. આ ફીચર ઘણાં લોકોને ઉપયોગી થઈ શકશે. ખાસ કરીને એવા વ્યક્તિ જે મેસેજ લખીને સેન્ડ કરવાનું ભૂલી જતા હોય છે. આ વ્યક્તિઓ જ્યારે આ મેસેજને ફરી જોશે ત્યારે તેમને સેન્ડ કરવાનું યાદ આવી જશે.

એન્ડ્રોઇડ માટે આવી રહ્યું છે

આ ફીચર અત્યાર સુધી વોટ્સએપની ડેસ્કટોપ ઍપ્લિકેશનમાં ઉપલબ્ધ હતું, પરંતુ હવે એ એન્ડ્રોઇડ માટે પણ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આ ફીચર આઇફોન માટે ઉપલબ્ધ છે, પરંતુ એન્ડ્રોઇડમાંથી ગાયબ હતું. જો કે હવે એમાં પણ આવી રહ્યું છે.


શું છે આ ફીચર?

અત્યાર સુધી ડેસ્કટોપ ઍપ્લિકેશનમાં અથવા તો આઇફોનમાં વોટ્સએપ મેસેજને ટાઇપ કરીને સેન્ડ ન કરવામાં આવ્યો હોય અને ચેટને બેક કરીને ઍપ્લિકેશન બંધ કરી દેવામાં આવે તો એ મેસેજ સેન્ડ ન કર્યો હોય તો ડ્રાફ્ટ તરીકે સેવ રહેતો હતો. એન્ડ્રોઇડમાં એવું નહોતું. એન્ડ્રોઇડમાંથી એ મેસેજ નીકળી જતો હતો. જો કે હવે એન્ડ્રોઇડમાં પણ વોટ્સએપ અન્ય પ્લેટફૉર્મની જેમ કામ કરશે.

આ પણ વાંચો: 48 વર્ષના વ્યક્તિને નોકરીએ રાખવા ગૂગલે ખર્ચ કર્યા રૂ. 22,625 કરોડ, જાણો શું છે કારણ

ફીચર તમારા વોટ્સએપમાં આવ્યું કે નહીં આ રીતે ચેક કરો

આ માટે કોઈ પણ યુઝર જે-તે વ્યક્તિની ચેટ ઓપન કરીને એમાં મેસેજ ટાઇપ કરી શકે છે. જો કે એ યાદ રાખવું કે એ મેસેજને સેન્ડ નહીં કરવો. ત્યાર બાદ આ મેસેજને ટાઇપ કર્યા બાદ બેક આવી જવું. જો એ ચેટમાં ડ્રાફ્ટ લેબલ આવી ગયું હોય તો સમજવું કે એ ફીચર તમારા મોબાઇલમાં આવી ગયું છે.