Get The App

ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ કાર્ડ્સ: જાણો શું છે અને કેવી રીતે ઉપયોગ કરશો...

Updated: Oct 16th, 2024

GS TEAM


Google News
Google News
ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ કાર્ડ્સ: જાણો શું છે અને કેવી રીતે ઉપયોગ કરશો... 1 - image


Instagram Profile Card: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરનું નામ છે પ્રોફાઇલ કાર્ડ્સ. ઇન્સ્ટાગ્રામ છેલ્લા ઘણા સમયથી નવા-નવા ફીચર લોન્ચ કરતું આવ્યું છે. થોડા સમય પહેલાં જ ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રોફાઇલ મ્યુઝિક પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચરમાં યુઝર પોતાની ઇમેજ અથવા તો પ્રોફાઇલને અનુકૂળ હોય એવું મ્યુઝિક મૂકી શકતો હતો. હવે ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રોફાઇલ કાર્ડ્સ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે.

શું છે પ્રોફાઇલ કાર્ડ્સ?

ઇન્સ્ટાગ્રામનું પ્રોફાઇલ કાર્ડ્સ એક ડિજિટલ બિઝનેસ કાર્ડ છે. આ કાર્ડ અન્ય યુઝરને પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો સ્નેપશોટ દેખાડે છે. આ પ્રોફાઇલ કાર્ડની બે સાઇડ છે. એક તરફ પ્રોફાઇલનું નામ, બાયો અને પ્રોફાઇલ ફોટાની સાથે લિન્ક અથવા તો પ્રોફાઇલ મ્યુઝિક રાખ્યું હશે તો એ દેખાશે. બીજી તરફ QR કોડ આપ્યો હશે જેની મદદથી સ્કેન કરીને સીધું પ્રોફાઇલ જોઈ શકાય છે.

ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલ કાર્ડ્સ: જાણો શું છે અને કેવી રીતે ઉપયોગ કરશો... 2 - image

શું કામ આવશે આ પ્રોફાઇલ કાર્ડ?

પ્રોફાઇલ કાર્ડ ફક્ત કોઈ વ્યક્તિને પ્રોફાઇલ સેન્ડ કરવા માટે કામ આવશે. અત્યાર સુધી ડાયરેક્ટ લિન્ક અથવા તો QR કોડ સ્કેન કરવામાં આવતો હતો. જો કે હવે થોડું વધુ પ્રોફેશનલ લાગે તે માટે ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રોફાઇલ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે યુઝર પોતાની પસંદનું બેકગ્રાઉન્ડ પણ બદલી શકે છે અને એને પર્સનલાઇઝ પણ કરી શકે છે. આથી યુઝરનેમ કોઈને શેર કરવા કરતાં સીધું પ્રોફાઇલ કાર્ડ મોકલી શકાય છે.

પ્રોફાઇલ કાર્ડનો ઉપયોગ કોણ કરી શકશે?

મેટા કંપનીએ જણાવ્યું છે કે પ્રોફાઇલ કાર્ડનો ઉપયોગ પર્સનલ અને પ્રોફેશનલ બન્ને યુઝર્સ કરી શકશે. પ્રોફેશનલ એકાઉન્ટ પોતાના કાર્ડને બ્રાન્ડ અને અન્ય કોલાબોરેટર્સને શેર કરી શકશે. આ ફીચરને દુનિયાભરમાં 15 ઑક્ટોબરે લોન્ચ કરવામાં આવ્યું છે. જો કે ઍપ્લિકેશન અપડેટ રાખવી જરૂરી છે અને ધીમે-ધીમે દરેક યુઝરને આ જોવા મળશે.

આ પણ વાંચો: મસ્કે માન્યો ભારત સરકારનો આભાર: સેટેલાઇટ સ્પેકટ્રમ ફિક્સ ભાવે વેંચવામાં આવતાં જિયોને તગડી ટક્કર આપશે સ્ટારલિંક

કેવી રીતે બનાવશો પ્રોફાઇલ કાર્ડ?

આ માટે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી સીધા પોતાના પ્રોફાઇલમાં જવું. ત્યાં “શેર પ્રોફાઇલ” પર ક્લિક કરવું. ક્લિક કરતાંની સાથે જ કાર્ડ આવી જશે. એમાં QR કોડનું બેકગ્રાઉન્ડ બદલી શકાશે અને ગેલેરીમાંથી કોઈ પણ ફોટો મૂકી શકાશે. તેમ જ યુઝરનેમનો કલર પણ બદલી શકાશે.

Tags :