Science & Technology

વિન્ડોઝની મદદથી ગૂગલ માઇક્રોસોફ્ટ કરતાં વધુ કમાણી કરી લે છે, જાણો કેવી રીતે

By GS Team
25 Dec 20242 mins read
This article was originally published on 25 Dec 2024
TukuTouch Logo
માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલાએ હાલમાં જ એક પોડકાસ્ટમાં કહ્યું છે કે તેમની કંપનીની પ્રોડક્ટ વિન્ડોઝ દ્વારા તેમના કરતાં ગૂગલ વધુ કમાણી કરે છે. ગૂગલના એન્ટીટ્રસ્ટ કેસ દરમિયાન આ સ્ટેટમેન્ટ કેસમાં વધુ નુકસાન કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિન્ડોઝની મદદથી ગૂગલ માઇક્રોસોફ્ટ કરતાં વધુ કમાણી કરી લે છે, જાણો કેવી રીતે

Microsoft on Google: માઇક્રોસોફ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સત્ય નડેલાએ હાલમાં જ એક પોડકાસ્ટમાં કહ્યું છે કે તેમની કંપનીની પ્રોડક્ટ વિન્ડોઝ દ્વારા તેમના કરતાં ગૂગલ વધુ કમાણી કરે છે. ગૂગલના એન્ટીટ્રસ્ટ કેસ દરમિયાન આ સ્ટેટમેન્ટ કેસમાં વધુ નુકસાન કરી શકે છે.

માઇક્રોસોફ્ટને શું તકલીફ પડી રહી છે?

સત્ય નડેલાએ માઇક્રોસોફ્ટને કેવી તકલીફ પડી રહી છે તેના વિશે પણ વાતો કરી હતી. તેમના કહેવા પ્રમાણે માઇક્રોસોફ્ટને સર્ચ એન્જિન અને બ્રાઉઝર બન્નેને કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ગૂગલ પોતે સર્ચ એન્જિન છે જ્યારે માઇક્રોસોફ્ટનું બિંગ સર્ચ એન્જિન છે. ગૂગલનું બ્રાઉઝર ક્રોમ છે જ્યારે માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર છે. માઇક્રોસોફ્ટને આ બન્ને ક્ષેત્રોમાં તકલીફ પડી રહી છે કારણ કે તેમાં ગૂગલનો દબદબો છે.


AI અને સર્ચ એન્જિનની હરીફાઈમાં આશાવાદી માઇક્રોસોફ્ટ

માઇક્રોસોફ્ટ હજી પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સર્ચ એન્જિનની હરીફાઈને લઈને આશાવાદી છે. સત્ય નડેલાનું કહેવું છે કે માઇક્રોસોફ્ટ હંમેશાં દરેકને એક સરખી તક આપવા માં ને છે. OpenAIનું ChatGPT હોય કે પછી ગૂગલનું જેમિની AI, માઇક્રોસોફ્ટ તેના કોપાઇલટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે આ બન્ને પ્લેટફોર્મને વિન્ડોઝમાં કામ કરવાની એક સરખી તક આપે છે. ગૂગલના પ્લેટફોર્મમાં દરેક વસ્તુ ગૂગલની અન્ય પ્રોડક્ટમાં વધુ સારી રીતે કામ કરી શકે એવી હોય છે, જ્યારે માઇક્રોસોફ્ટ એમાં નથી માનતું. વિન્ડોઝમાં દરેક પ્લેટફોર્મને એક સરખી તક આપવામાં આવે છે અને યુઝર તેની પસંદગી અનુસાર પસંદ કરે છે. ગૂગલ પાસે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સાથે તેના નેટવર્ક અને અન્ય કંપનીઓ સાથેની ડીલ અને એન્ડ્રોઇડ મોબાઇલ એ પ્લસ પોઇન્ટ છે.

આ પણ વાંચો: એન્ટીટ્રસ્ટ કેસમાં ગૂગલને એપલનું સમર્થન, બંને કંપનીની ડીલથી એપલને વર્ષે 20 બિલિયન ડોલરનો ફાયદો

એપલની ડીલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્પર્ધા

માઇક્રોસોફ્ટ ઘણા સમયથી એપલ સાથે સર્ચ ડીલ કરવાની કોશિશ કરી રહ્યું છે. જો કે, સત્ય નડેલાને એ વાતની ખુશી છે કે OpenAI દ્વારા આ ડીલ ફાઇનલ કરવામાં આવી છે. આ વિશે સત્ય નડેલાએ કહ્યું હતું કે ‘હું છેલ્લા દસ વર્ષથી એપલ સાથે સર્ચ ડીલની કોશિશ કરી રહ્યો છું. જો કે, ટીમ કૂકે જ્યારે સેમ અલ્ટમેન સાથે ડીલ કરી ત્યારે મને સૌથી વધુ ખુશી થઈ હતી.’ આ ખુશીનું કારણ એ છે કે એપલ અને OpenAI બન્ને એકસરખી સ્પર્ધામાં માને છે. ગૂગલની જેમ તેઓ પ્રભુત્વ નથી જમાવતા, અને એના કારણે અન્ય કંપનીઓને પણ માર્કેટમાં ટકી રહેવા માટે વધુ મહેનત કરવાનો ચાન્સ મળે છે.