ઇલોન મસ્કની ન્યુરાલિંકને મળી મંજૂરી: હવે મૌનને મળશે અવાજ!

Neuralink Gets Approval For Human Trial: ન્યુરાલિંકની નવી બ્રેઇન ચીપની ટ્રાયલ માટે મંજૂરી ન્યુરાલિંકની નવી બ્રેઇન ચીપ માટે હવે હ્યુમન ટ્રાયલ શરૂ કરવાની પરવાનગી મળી ગઈ છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇલોન મસ્કની કંપનીને આ મંજૂરી આપવામાં આવી છે. આ ચીપ દ્વારા ન્યુરાલિંક બોલવામાં તકલીફ ધરાવતા અથવા બીમારીના કારણે બોલી ન શકતા લોકોને ફરીથી બોલવાની શક્તિ આપી શકે છે.
ન્યુરાલિંકની નવી સિદ્ધિ થોડા અઠવાડિયા પહેલાં જ ન્યુરાલિંકે એક મોટી સફળતા મેળવી હતી. કંપનીએ પોતાની "Blindsight" ચીપ સફળતાપૂર્વક એક વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી, જેના કારણે તે વ્યક્તિ ફરીથી દૃષ્ટિ મેળવી શક્યો. હવે નવી બ્રેઇન ચીપની હ્યુમન ટ્રાયલ જલદી શરૂ કરવામાં આવશે.
હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી
સોશિયલ મીડિયા પર ન્યુરાલિંકે જાહેરાત કરી કે તેમને FDA દ્વારા હ્યુમન ટ્રાયલ માટે પરવાનગી મળી છે. બોલવામાં તકલીફ ધરાવતા લોકો પર આ ચીપની અસરનું નિરીક્ષણ કરવા માટે પરીક્ષણ કરવામાં આવશે. આ ચીપ જીવન બચાવનારી ટેકનોલોજી ગણવામાં આવી રહી છે, કારણ કે જે સારવાર અથવા ઓપરેશનથી શક્ય ન હોય, તે હવે આ ચીપ દ્વારા શક્ય બનશે.
કેવી વ્યક્તિઓ પર કરવામાં આવશે ટેસ્ટ?
આ ચીપ એમિઓટ્રોફિક લેટરલ સ્કલેરોસિસ (ALS), સ્ટ્રોક, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, સેરેબ્રલ પલ્સી, મલ્ટીપલ સ્કલેરોસિસ અને અન્ય ન્યુરોલોજિકલ વિકાર ધરાવતા લોકો માટે ઉપયોગી સાબિત થશે. આ તમામ બીમારીઓમાં મગજ તો કાર્યરત રહે છે, પણ બોલવાની અથવા હલનચલન કરવાની ક્ષમતા ઓછીને જાય છે. આથી મગજથી અવયવ સુધી ચોક્કસ સંકેતો પહોંચતા નથી.

આ ચીપ કેવી રીતે મદદ કરશે?
FDAની મંજૂરી મળ્યાં બાદ ન્યુરાલિંકે હ્યુમન ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે. બ્રેડફોર્ડ જી. સ્મિથ નામના વ્યક્તિએ આ પરીક્ષણમાં ભાગ લીધો છે, જેને ALSની અસર થઈ હતી. ડોકટરો દ્વારા તેમની ખોપડીમાં ન્યુરાલિંકની ચીપ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી, જેમાં અલ્ટ્રા-થિન થ્રેડ્સનો સમાવેશ કરવામાં આવ્યો.
બ્રેઇન સિગ્નલોને વાંચવા માટે 1024 ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ થાય છે. આ સિગ્નલો કમ્પ્યુટરને મોકલવામાં આવે છે, જે AI દ્વારા ડિકોડ થાય છે. આ પ્રક્રિયા રિયલ-ટાઇમમાં થાય છે. હવે બ્રેડફોર્ડ પોતાની જીભ વડે કમ્પ્યુટરનું કર્સર ચલાવી શકે છે અને દાંત ભીસ્તા જ માઉસ ક્લિક કરી શકે છે.
આ પણ વાંચો: એપલે આખરે પેમેન્ટ સર્વિસમાં કર્યો બદલાવ: એપિક ગેમ્સે કરેલા કેસમાં હાર થતાં પડી ફરજ
ન્યુરાલિંક શું છે?
ન્યુરાલિંક એ ઇલોન મસ્ક દ્વારા સ્થાપિત કંપની છે, જે ન્યુરોલોજિકલ વિકાર ધરાવતા લોકોને મદદ કરવા માટે ચીપ વિકસાવે છે. દૃષ્ટિ વગરના લોકો માટે ચીપ, લકવા ધરાવતા લોકો માટે વિચાર શક્તિ દ્વારા ડિવાઇઝ ઓપરેટ કરવાની સુવિધા, અને હવે બોલી ન શકતા લોકો માટે પણ ચીપ વિકસાવવામાં આવી રહી છે.

