Get The App

એપલે આખરે પેમેન્ટ સર્વિસમાં કર્યો બદલાવ: એપિક ગેમ્સે કરેલા કેસમાં હાર થતાં પડી ફરજ

Updated: May 2nd, 2025

GS TEAM

Google News
Google News
એપલે આખરે પેમેન્ટ સર્વિસમાં કર્યો બદલાવ: એપિક ગેમ્સે કરેલા કેસમાં હાર થતાં પડી ફરજ 1 - image


Court Orders Apple to Change Payment System: એપલ દ્વારા એપલ સ્ટોરમાં પેમેન્ટ કરવા માટે પોતાની પેમેન્ટ સર્વિસનો જ ઉપયોગ કરવો પડતો હતો. જોકે આખરે હવે એમાં બદલાવ કરવામાં આવી રહ્યો છે. એપિક ગેમ્સ દ્વારા એપલ પર આ માટે કેસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં એપલની હાર થતાં તેમણે તરત જ એપ સ્ટોરમાં બદલા કરવા માટેનું સૂચન આપી દીધું છે. આ માટે એપલ દ્વારા ઈમેલ કરીને દરેક ડેવલપર્સને પણ માહિતી આપી દીધી છે.

એપલે કર્યો ગાઇડલાઇન્સમાં બદલાવ

એપલ દ્વારા તેમની ગાઇડલાઇન્સમાં ધણાં મહત્ત્વના બદલાવ કરવામાં આવ્યા છે. એપલના અમેરિકાના સ્ટોરમાં હવે નવા ફીચર બટન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ સાથે જ એક્ટર્સનલ લિંક્સ પણ આપવામાં આવી છે. આ સાથે જ યુઝર્સ માટે હવે ઇન-એપ પરચેઝ મેથડનો ઉપયોગ કરવાની જરૂર નથી. યુઝરની ઇચ્છા હોય એ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. એપલ દ્વારા પહેલાં એના પર બેન લગાવવામાં આવ્યું હતું જે હવે ઉઠાવી લેવામાં આવ્યો છે. આ સાથે જ એક્ટર્સનલ લિંક એનટાઇટલમેન્ટ પણ દરેક યુઝર માટે જરૂરી નથી.

એપ સ્ટોરની પોલીસમાં બદલાવ

એપિક દેમ્સ વર્સસ એપલના કેસમાં જજ ગોન્ઝાલીસ રોજર્સ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે એના આધારે એપલ દ્વારા એપ સ્ટોરીની પોલીસીમાં બદલાવ કરવાની ફરજ પડી છે. જજ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે એપલને પહેલાં પણ કહેવામાં આવ્યું હતું કે તેમણે કંપની અથવા તો ડેવલપર્સને પસંદગી આપવી જરૂરી છે. જોકે એ નહોતી આપવામાં આવી. આથી કોર્ટ દ્વારા તાત્કાલિક ધોરણે એ આપવામાં આવે એવું સૂચન આપવામામં આવ્યું છે. આ કારણ સર એપલને કમિશન પર ખૂબ જ અસર પડશે. આ ચૂકાદા પહેલાં એપલ દ્વારા એપ સ્ટોર પર જે પણ ટ્રાન્ઝેક્શન થાય એ માટે 27 ટકા કમિશન ચાર્જ કરવામાં આવતું હતું. જોકે હવે યુઝર્સને પેમેન્ટ કરવાની પસંદગી આપવામાં આવી રહી હોવાથી હવે કમિશન પર માર પડશે.

એપલે આખરે પેમેન્ટ સર્વિસમાં કર્યો બદલાવ: એપિક ગેમ્સે કરેલા કેસમાં હાર થતાં પડી ફરજ 2 - image

કોર્ટના ચૂકાદાનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું કંપનીઓએ

કોર્ટ દ્વારા આ ચૂકાદો આપતાની સાથે જ કંપનીઓએ તેમની એપ્લિકેશનમાં નવી અપડેટ આપીને નવી પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી દીધી છે. મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસ સ્પોટીફાઇ આ ફાયદો ઉઠાવનારી પહેલી કંપની છે જેણે નવી એપ્લિકેશન સબમિટ કરી છે જેમાં એક્ટર્નલ લિંકની સાથે અન્ય મોડિફિકેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિશે એપલ કહે છે, ‘અમે આ નિર્ણયનો વિરોધ કરીએ છીએ. અમે કોર્ટના ઓર્ડરનો આદર કરી રહ્યાં છીએ, પરંતુ બહુ જલદી અપિલ કરીશું.’

આ પણ વાંચો: Huaweiએ એવું શું કર્યું કે NVIDIA ડરી ગયું? અમેરિકાની સરકારને આપી ચેતવણી…

એપલ સાથેના વિવાદનો અંત લાવવાની એપિક ગેમ્સે દેખાડી તૈયારી

કોર્ટના ઓર્ડર બાદ આ બદલાવ હાલમાં અમેરિકા પૂરતું છે. જોકે એપિક ગેમ્સના સીઇઓ ટીમ સ્વીની દ્વારા એપલ સાથેના તમામ વિવાદનો અંત આણવા માટે તૈયારી દેખાડવામાં આવી છે, પરંતુ તેમણે એક શરત મૂકી છે. એપલે આ બદલાવ હાલ અમેરિકાપૂરતો કર્યો છે. જો એપલ આ બદલાવ દુનિયાના એપલના તમામ સ્ટોર માટે કરે તો એપિક ગેમ્સ તેમના જે અન્ય વિવાદો છે એ માટે પણ સમાધાન કરવા માટે તૈયાર છે. જોકે એપલ દ્વારા હજી સુધી આ ઓફર વિશે કોઈ ઇચ્છા નથી દેખાડી.

Tags :