હિસ્ટ્રી ડિલીટ કરવાનો સહેલો રસ્તો

- ík{u M{kxoVkuLk{kt çkúkW®ÍøkLkku çkÄku rnMkkçk-rfíkkçk Úkkuzk Úkkuzk ð¾íku ¼qtMkíkk hnku Aku? nðu yu fk{ Mknu÷wt çkLÞwt Au
યાદ કરો કે છેલ્લે તમે તમારા બ્રાઉઝરની હિસ્ટ્રી ક્યારે ડિલીટ કરી હતી? લગભગ યાદ નહીં જ આવે. ઇન્ટરનેટ પર, ખાસ કરીને બ્રાઉઝરમાં જઇને
આપણે જે કંઈ કરીએ એ બધું જ એ બ્રાઉઝર પૂરેપૂરી ચોકસાઇથી યાદ રાખતું હોય છે. આપણો
ફોન કે કમ્પ્યૂટર અનલોક્ડ સ્થિતિમાં અન્ય કોઈ વ્યક્તિના હાથમાં આવે તો તે
બ્રાઉઝરમાં હિસ્ટ્રી પેજ ઓપન કરીને આપણે જે કંઈ બ્રાઉઝ કર્યું હોય તે બહુ સહેલાઈથી
જાણી શકે.
આવી સ્થિતિ ટાળવાનો એક સહેલો ઉપાય એ કે આપણે વારંવાર, નિયમિત રીતે બ્રાઉઝરમાંની આપણી એક્ટિવિટી ડિલીટ કરતા રહીએ. બ્રાઉઝર શબ્દ આપણે સરળતા ખાતર વાપર્યો
છે. બાકી ગૂગલની વિવિધ સર્વિસમાં આપણે જે કંઈ સર્ચ કરીએ એ બધું જ ગૂગલને ચોપડે ચઢી
જતું હોય છે.
અલબત્ત ગૂગલે આપણી હિસ્ટ્રી ડિલીટ કરવાનું કામ પ્રમાણમાં સહેલું બનાવ્યું છે.
જો તમારા ફોનમાં ગૂગલની સર્ચ એપ હોય તો તેમને ઓપન કરી તમારા પ્રોફાઇલ પિકચર પર
ક્લિક કરો અને તેના સેટિંગ્સમાં જાઓ તો ત્યાં ડિલીટ લાસ્ટ ૧૫ મિનિટનો વિકલ્પ જોવા મળે. તેને
ક્લિક કરતાં છેલ્લી ૧૫ મિનિટની આપણી બધી સર્ચ હિસ્ટ્રી ડિલીટ થઈ જાય. અહીં સર્ચ હિસ્ટ્રીના ઓપ્શન પર ક્લિક કરો તો વધુ
ઓપ્શન્સ જોવા મળે અને ૩ મહિનાથી ૩૬ મહિનાથી વધુ જૂની એક્ટિવિટી આપોઆપ ડિલીટ કરવાનો
ઓપ્શન મળે.
પરંતુ આ બધું ગૂગલ સર્ચ એપના સેટિંગ્સમાં આપણે જઇએ તો કરવા મળે. દુનિયાભરના
મોટા ભાગના લોકોની જેમ તમે સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચ એપને બદલે ક્રોમ બ્રાઉઝરની
મદદથી જ જોઇતી વસ્તુઓ સર્ચ કરી લેવાનો સહેલો રસ્તો અપનાવતા હશો. તેમાં બ્રાઉઝર
કરેલી વિગતોની હિસ્ટ્રી ડિલીટ કરવાનો રસ્તો છે. પરંતુ ગૂગલ સર્ચ એપની જેમ છેલ્લી
૧૫ મિનિટની સર્ચ હિસ્ટ્રી ધડાધડ ડિલીટ કરવાનો રસ્તો તેમાં નથી.
જોકે હવે આ સ્થિતિ બદલાઈ જશે. ગૂગલ એન્ડ્રોઇડ માટેના ક્રોમ બ્રાઉઝરમાં પણ આ
ફીચર ઉમેરી રહી છે. તેને કારણે એન્ડ્રોઇડમાં ક્રોમ બ્રાઉઝરમાં ઉપર જમણી તરફ ત્રણ
ડોટના મેનૂ પર ક્લિક કરીને ક્લિયર બ્રાઉઝિંગ ડેટાના વિકલ્પ સુધી સહેલાઈથી પહોંચી
શકાશે.
અહીં બાયડિફોલ્ટ છેલ્લી ૧૫ મિનિટની હિસ્ટ્રી ડિલીટ કરવાનો વિકલ્પ મળશે તેમજ
વધુ લાંબા સમયના વિકલ્પો પણ મળશે. યાદ રહે કે આ સગવડ તો પહેલેથી હતી, હવે તેનો ઉપયોગ વધુ સહેલો બનાવવામાં આવી રહ્યો છે.
જો તમે સિનિયર સિટિઝન હો અને એમ માનતા હો કે ક્રોમ બ્રાઉઝરનો તો આપણે ક્યાં ઉપયોગ જ કરીએ છીએ તો એ તમારી ભૂલ છે! તમે વોટ્સએપ કે ફેસબુકમાં રોજેરોજ તમને મળતી વિવિધ લિંક પર
ક્લિક કરતા હો તો એ બધું છેવટે તમારા ફોનમાંના ક્રોમ બ્રાઉઝરમાં ઓપન થતું હોય
તેવું બની શકે છે.
ઉપર જણાવેલી બાબતો અનુસાર ક્રોમ બ્રાઉઝરમાંની તમારી હિસ્ટ્રી ડિલીટ કરતા રહેશો
તો ફોનનું ઓવરઓલ પર્ફોર્મન્સ પણ સુધરશે.




