Science & Technology

Google પર સેવ હોય છે અવાજ-લોકેશન સહિત સંપૂર્ણ ડેટા, આ રીતે કરો કાયમ માટે ડિલીટ!

By GS Team
18 Nov 20263 mins read
TukuTouch Logo
ગુગલ પરની તમારી દરેક સર્ચ હિસ્ટ્રી, લોકેશન અને વોઇસ રૅકોર્ડિંગ પણ સેવ થાય છે. ગુગલ યુઝર્સનો અનુભવ સુધારવા આ ડેટા સંગ્રહે છે. તમે ગુગલ એકાઉન્ટના 'ડેટા અને પ્રાયવસી' સેક્શનમાં જઈને 'માય એક્ટિવિટી'માં આ બધુંં જોઈ શકો છો. અહીંથી તમે હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો અથવા 3, 18, કે 36 મહિના પછી ઓટો-ડિલીટ સેટ કરી શકો છો.

Summarized by AI; it may make mistakes. Check important info

Google પર સેવ હોય છે અવાજ-લોકેશન સહિત સંપૂર્ણ ડેટા, આ રીતે કરો કાયમ માટે ડિલીટ!
AI તસવીર

Delete your Google Web & App Activity : શું તમે પણ મગજમાં આવતા તમામ સાવલો અને જવાબ Google પર સર્ચ કરો છો? ક્યારેક તો જાહેરમાં ન બોલી શકાય તેવા સવાલમાં જવાબ પણ સર્ચ કરો છો? પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે Google પર તમારી આ તમામ સર્ચ હિસ્ટ્રી સેવ રહે છે. એટલું જ નહીં પણ તમારી લોકેશન અને Google Assistant સાથે થયેલી અમુક વાતચીત પણ તમારા એકાઉન્ટમાં સેવ રહે છે.

તમને જણાવી દઈએ કે, ગૂગલ યુઝર્સના એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે તેમની ઓનલાઇન એક્ટિવિટીની માહિતી સેવ કરે છે. ગૂગલની પ્રાયવસી પોલિસી અનુસાર, તેમાં સર્ચ કરેલા શબ્દો, વીડિયો, એડ્સ પર ક્લિક અને ગૂગલ સર્વિસ સાથે તમારી એક્ટિવિટી સામેલ થઈ શકે છે. જો તમે Chrome હિસ્ટ્રી સિંક કરીને રાખો છો, તો બ્રાઉઝિંગ સાથે જોડાયેલી માહિતી પણ ગૂગલ એકાઉન્ટમાં સેવ થઈ શકે છે.

ગૂગલમાં રહે છે તમારા અવાજ અને લોકેશનનો રૅકોર્ડ

જો તમે તમારા એકાઉન્ટમાં Web & App Activity ઓન છે અને તમે Voice & Audio એક્ટિવની મંજૂરી આપી આપેલી છે, તો Google Assistant સાથે થયેલી ચેટ અને ઑડિયો રૅકોર્ડીંગ સેવ થઈ શકે છે. જેમાં ભૂલમાંથી Assistant ચાલુ થઈ ગયું હોય તો પણ તમારો ડેટા સેવ થઈ શકે છે.

લોકેશનની વાત કરીએ તો ગૂગલ GPS, IP એડ્રેસ, Wi-Fi નેટવર્ક અને ડિવાઇઝના અન્ય સિગ્નલની મદદથી તમારી લોકેશન સાથે જોડાયેલી ડિટેલ્સ મેળવી શકે છે. જો Location History એટલે કે Timeline ઓન છે, તો તમારા આવવા-જવાના સ્થળોનો રૅકોર્ડ પણ સેવ થઈ શકે છે. પરંતુ આ બધુ જ તમારા એકાઉન્ટ અને ડિવાઇઝના સેટિંગ્સ પર આધાર રાખે છે.

આ રીતે ચેક અને ડિલીટ કરો તમારી ગૂગલ હિસ્ટ્રી

જો તમે ના ઇચ્છતા હોવ કે તમારી જૂની સર્ચ હિસ્ટ્રી અને અન્ય એક્ટિવિટી લાંબા સમય સુધી એકાઉન્ટમાં સેવ રહે તો તેને જાતે જ મેનેજ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા Google Account ઓપન કરીને Data & Privacy સેકશનમાં જવાનું રહેશે. અહીં History Settings માં Web & App Activity નો વિકલ્પ મળશે. જેમાં My Activity પર જઈને તમારી જૂની સર્ચ અને સેવ થયેલી અન્ય એક્ટિવિટી જોઈ શકો છો. એટલું જ નહીં અહીંથી જ તમે સંપૂર્ણ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો.

આ સાથે તમને Web & App Activityને બંધ કરવાનો વિકલ્પ પણ મળે છે. આ માટે તમારે Turn off કે Turn off and delete activity માંથી પોતાની જરૂરિયાત મુજબ વિકલ્પ સિલેકટ કરી શકો છો. આ જ રીતે ઓટો-ડિલીટના ફીચરથી જૂની હિસ્ટ્રીને 3, 18 કે 36 મહિના બાદ હટાવવાની સેટિંગ પર કરી શકો છો.

નોંધનીય વાત એ છે કે ફક્ત સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવાથી Google પાસે રહેલો તમામ ડેટા સંપૂર્ણ પણે ડિલીટ થવાની કોઈ ગેરંટી નથી મળતી. Chrome ની લોકલ હિસ્ટ્રી, YouTube હિસ્ટ્રી અને લોકેશન સાથે જોડાયેલી સેટિંગ્સ પણ અલગથી ચેક કરી શકો છો. એટલે કે ડિજિટલ પ્રાયવસી માટે ફક્ત હિસ્ટ્રી ડિલીટ કરવું પૂરતું નથી હોતું, સમયસર પોતાના Google એકાઉન્ટની પ્રાયવસી સેટિંગનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.