Science & Technology

24 કલાકથી વધુના આઉટેજ બાદ માઈક્રોસોફ્ટમાં 'કોડ રેડ' જાહેર, કર્મચારીઓમાં કેમ ફફડાટ?

By GS Team
25 Nov 20263 mins read
TukuTouch Logo
માઇક્રોસોફ્ટમાં 12 અને 13 નવેમ્બરના રોજ 24 કલાકના આઉટેજ બાદ 'કોડ રેડ' જાહેર કરાયો છે. આ તકનીકી ખામીને કારણે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં સરકારી સેવાઓ અને એરલાઇન્સનું કામકાજ ખોરવાયું હતું. જુલાઈના વિન્ડોઝ ડિફેક્ટને કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું મનાય છે. માઇક્રોસોફ્ટ હવે ભવિષ્યમાં આવી ખામીને 1 કલાકમાં ઉકેલવા AI એજન્ટ્સની મદદ લેશે. CEO સત્ય નડેલાએ માફી માંગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

24 કલાકથી વધુના આઉટેજ બાદ માઈક્રોસોફ્ટમાં 'કોડ રેડ' જાહેર, કર્મચારીઓમાં કેમ ફફડાટ?
AI Image

Microsoft Declares Code Red After Outage: ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટમાં ગત 12 અને 13 નવેમ્બરના રોજ થયેલી 24 કલાકની ભયાનક તકનીકી ખામી બાદ કંપનીની અંદર હડકંપ મચી ગયો છે અને માઇક્રોસોફ્ટે સત્તાવાર રીતે 'કોડ રેડ' જાહેર કરી દીધું છે. આ આઉટેજને કારણે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં સરકારી સેવાઓ, એરલાઇન્સ અને ટ્રેડિંગ કંપનીઓનું કામકાજ ખોરવાઈ ગયું હતું. હવે કંપની પોતાના એન્જિનિયરિંગ સિસ્ટમ અને ક્રાઇસિસ મેનેજમેન્ટના માળખાને ધરમૂળથી બદલવા જઈ રહી છે અને ભવિષ્યમાં આવી કોઈપણ સમસ્યાને માત્ર 1 કલાકમાં ઉકેલવા માટે AI એજન્ટ્સની મદદ લેવાની તૈયારી કરી રહી છે.

એન્જિનિયર્સમાં 'ફોગ ઓફ વોર' જેવી સ્થિતિ

કંપનીના આંતરિક મેમો અને અહેવાલો અનુસાર, એક્સચેન્જ ઓનલાઇન, આઉટલુક, ટીમ્સ અને કોપાયલટ જેવી મહત્ત્વપૂર્ણ સેવાઓ ઠપ થઈ જવાથી એન્જિનિયરો વચ્ચે ભારે ભ્રમની સ્થિતિ સર્જાઈ હતી:

● આઉટેજનું મૂળ કારણ: માઇક્રોસોફ્ટનું માનવું છે કે આ 24 કલાકનો આઉટેજ જુલાઈ મહિનામાં આવેલા વિન્ડોઝના એક સ્કેલેબિલિટી ડિફેક્ટને કારણે થયો હતો. કંપનીએ આ પાછળ કોઈ સાયબર હુમલો કે AI એજન્ટની ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. આ ઘટના બદલ કંપનીના CEO સત્ય નડેલાએ જાહેરમાં માફી પણ માંગી હતી.

● ઇતિહાસની સૌથી મોટી ઘટના: માઇક્રોસોફ્ટ 365 કોરના પ્રેસિડેન્ટ જેસન હેન્ડરસને આ ઘટનાને એક્સચેન્જ ઓનલાઇનના ઇતિહાસની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી છે.

● એન્જિનિયરોમાં અસમંજસ: કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ અમાન્ડા સિલ્વરે પોતાના મેમોમાં લખ્યું હતું કે આઉટેજ દરમિયાન એન્જિનિયરોમાં 'ફોગ ઓફ વોર' એટલે કે ભારે અનિશ્ચિતતા અને અસમંજસની સ્થિતિ હતી. રોયટર્સના અહેવાલ મુજબ, અલગ-અલગ ટ્રેકિંગ સિસ્ટમનો ડેટા વિખરાયેલો હોવાથી ટોચના એન્જિનિયરોએ 11 ટીમ્સ ચેટમાં 11,000થી વધુ મેસેજ મોકલ્યા હતા, તેમ છતાં તેઓ સમસ્યાનું સ્પષ્ટ ચિત્ર સમજવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

હવે AI એજન્ટ્સ સંભાળશે કમાન

ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે માઇક્રોસોફ્ટે 'કોડ રેડ' હેઠળ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે:

● નવી ટેકનિકલ વ્યવસ્થા: આ યોજનામાં લોડને વહેંચવો એટલે કે લોડ શેડિંગ, ભૌગોલિક વિસ્તારોના આધારે ટ્રાફિકને વિભાજિત કરવો અને ફાસ્ટ રિકવરી સિસ્ટમ વિકસાવવાનો સમાવેશ થાય છે.

● AI એજન્ટ્સની નિમણૂક: કંપનીએ ટાર્ગેટ રાખ્યો છે કે ભવિષ્યમાં જો આવી કોઈ તકનીકી ખામી સર્જાય, તો તેને માત્ર 1 કલાકમાં ઉકેલી લેવામાં આવે. આ માટે એન્જિનિયરોની મદદ કરવા ખાસ AI એજન્ટ્સ તૈયાર કરવામાં આવશે, જે સિસ્ટમની ખામીઓની અત્યંત ઝડપથી તપાસ કરી શકશે.

ધીમા સિક્યોરિટી પેચ અંગે વ્યક્ત કરાઈ ગંભીર ચિંતા

અહેવાલો મુજબ, જેસન હેન્ડરસને પોતાના અન્ય એક મેમોમાં સિક્યોરિટી પેચ લાગુ કરવાની ધીમી ગતિ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક મહત્વપૂર્ણ પ્રોડક્શન ફિક્સનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેને વિશ્વભરમાં પહોંચતા 6 દિવસ લાગી ગયા હતા. હેન્ડરસનના મતે, સિસ્ટમમાં કોઈ ગંભીર સુરક્ષા જોખમની ઓળખ થયા બાદ ગણતરીના કલાકોમાં જ તેનું સમાધાન સમગ્ર વિશ્વમાં લાગુ થઈ જવું જોઈએ, પરંતુ હાલમાં માઇક્રોસોફ્ટ આ માટે સંપૂર્ણપણે તૈયાર નથી.