શું તમારા પૈસા સુરક્ષિત છે? : ભારત સહિત વિશ્વ એલર્ટ! ક્લોડ મિથોસ AIથી બેંક ડેટા ખતરામાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New AI Danger for Bank: દુનિયાની બેંકો પર હવે મોટું સંકટ આવી પડ્યું છે. આ બેંકોમાં હવે કોઈ ચોર ઘૂસી ગયો હોય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બેંક પર સંકટ હોવાથી યુઝરના એકાઉન્ટ અને કમ્પ્યુટરનો બધો ડેટા બધું જ ખતરામાં છે. આ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે દિલ્હીમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. તેમાં દેશની મોટી બેંકોના વડાઓ, રિઝર્વ બેંકના અધિકારીઓ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. આ બેઠકમાં બેંકોને ખતરા માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ વિશે નિર્મલા સીતારામણ કહે છે કે ‘આ ખતરો પહેલાના બધા ખતરાથી અલગ અને ઘણો ગંભીર હોઈ શકે છે. હાલ કંઈ બન્યું નથી, પણ બેંકોને ખૂબ સતર્ક રહેવું પડશે, તૈયારી કરવી પડશે અને મળીને કામ કરવું પડશે.’
આ ખતરો શું છે?
આ જોખમનું નામ ક્લોડ મિથોસ છે. અમેરિકાની AI કંપની એન્થ્રોપિકએ ક્લોડ નામનું AI મોડલ બનાવ્યું હતું. હવે તેમણે નવું મોડલ બનાવ્યું છે ક્લોડ મિથોસ. હેકરો હંમેશા કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસવાની કોશિશ કરે છે. તેઓ એકાઉન્ટ હેક કરે છે, પૈસા ચોરી લે છે અને વેબસાઇટ્સ બંધ કરી દે છે. તેથી પાસવર્ડ બદલવાની સલાહ આપવામાં આવે છે અને સિક્યુરિટી સોફ્ટવેર પણ વપરાય છે. એન્થ્રોપિકે વિચાર્યું કે જો AI દ્વારા સિસ્ટમની કમજોરીઓ શોધી લેવાય તો હેકરો કરતાં આગળ રહી શકાય. AI મિનિટોમાં બતાવી શકે કે સિસ્ટમ ક્યાં નબળી છે, જેથી કંપની તેને મજબૂત કરી શકે.
એન્થ્રોપિકના ક્લોડ મિથોસથી દુનિયા હચમચી ગઈ
હેકરો ખૂબ ચતુર હોય છે. તેઓ સિસ્ટમની નબળી કડી શોધે છે. જેમ ફિલ્મોમાં ચોર સુરક્ષા તોડી હીરા ચોરી જાય છે, તેમ હેકરો સિસ્ટમમાં ઘૂસી જાય છે. એન્થ્રોપિકે આ માટે AI તૈયાર કર્યું છે, જેનું નામ ક્લોડ મિથોસ છે. એનો ટેસ્ટ જ્યારે કરવામાં આવ્યો ત્યારે કંપની જ ચોંકી ગઈ.
30 વર્ષ જૂની કમજોરીઓ તરત મળી ગઈ
AIએ મોટી કંપનીઓના સોફ્ટવેરમાં વર્ષોથી રહેલી કમજોરીઓ તરત શોધી કાઢી હતી. 20-30 વર્ષ જૂની ખામીઓ પણ બહાર આવી ગઈ હતી. આ સારા સમાચાર હોવા જોઈએ હતા, પરંતુ કંપની ડરી ગઈ છે. તેમણે નિર્ણય લીધો કે આ મોડલ બજારમાં મૂકવામાં નહીં આવે. આ માટેનું કારણ શું હોઈ શકે? આ માટેનું કારણ છે કે આ AI કોઈ પણ પાસવર્ડ તોડી શકે છે અને કોઈ પણ સિસ્ટમમાં ઘૂસી શકે છે. જો તે ખોટા હાથમાં જાય તો બેંકોના એકાઉન્ટ્સ ખાલી થઈ શકે છે. આ માટે પિન-ઓટીપી અને પાસવર્ડની પણ જરૂર નથી બધુ આ AI જ કરી લે છે.
ક્લોડ મિથોસ તાળા તોડી શકે છે?
માનો કે તમારા ઘરના તાળામાં નાની કમજોરી છે. આ AI પોતે શોધી શકે કે તે કેવી રીતે ખોલવું. એ જ રીતે તે કમ્પ્યુટર સિસ્ટમમાં પણ નબળાઈઓ શોધે છે. તે વિવિધ કમજોરીઓને જોડીને સંપૂર્ણ હેકિંગ પ્લાન પણ બનાવી શકે છે. આ કામ માટે 10-15 વર્ષનો અનુભવ જોઈએ, તે આ AI એકલો કરી શકે છે. આથી આ AI દુનિયા માટે ખૂબ જ મોટું જોખમ લઈને આવ્યું છે.
ખોટા હાથમાં આવતાં બની શકે છે ખતરનાક
જો આ AI ખોટા લોકો પાસે પહોંચી જાય તો:
- બેંકો હેક થઈ શકે છે
- સરકારની સિસ્ટમ તૂટી શકે છે
- હોસ્પિટલના ડેટા ચોરી શકાય છે
- સેનાના નેટવર્કમાં ઘૂસણખોરી થઈ શકે છે. મિસાઇલ, ટેન્ક અને અન્ય સિસ્ટમ્સ પર પણ કાબૂ મેળવી શકાય છે.
આ કારણે એન્થ્રોપિકે આ મોડલ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી કર્યું. માત્ર અમુક મોટી કંપનીઓને મર્યાદિત રીતે ટેસ્ટ માટે આપ્યું છે.
રિપોર્ટથી વિશ્વભરમાં ચિંતા
એક રિપોર્ટ મુજબ શક્યતા છે કે આ મોડલ કેટલાક લોકો સુધી પહોંચી ગયું હોઈ શકે છે. હજી સુધી તેની પુષ્ટિ નથી, પરંતુ ચિંતા વધી ગઈ છે. જો કોઈ હેકર રિઝર્વ બેંક અથવા સરકારના સિસ્ટમમાં ઘૂસી જાય તો મોટું નુકસાન થઈ શકે છે. ખૂબ જ મોટી ઊચાપત થઈ શકે છે. આથી દુનિયાભરની રિઝર્વ બેંક પણ ચિંતામાં છે.
ભારતમાં પણ સાવચેતી વધારાઈ
ભારતમાં બેંકોને સાયબર સિક્યુરિટી મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે. રિયલ-ટાઇમ માહિતી શેરિંગ સિસ્ટમ બનાવવાની પણ વાત થઈ છે. સરકાર એન્થ્રોપિક કંપની સાથે સીધો સંપર્ક કરી રહી છે. તેમની પાસે પણ આ સિસ્ટમનો સામનો કેવી રીતે કરવો એ માટે ચર્ચા ચાલી રહી છે.
હાલમાં કોઈ હુમલો થયો નથી થયો અને એ પણ ખાતરી નથી કે આ AI ખોટા હાથમાં ગયું છે કે નહીં. જોકે એનાથી ખૂબ જ મોટો ખતરો ઊભો થયો છે અને દુનિયા સતર્ક થઈ ગઈ છે. ચોરોને પકડવા માટે બનાવેલું આ AI ક્યાંક દુનિયાનો સૌથી મોટો “સુપર ચોર” બની ન જાય એ જ સૌથી મોટી ચિંતા છે.









