China Record Ton Scale Test Maglev : ચીને મેગ્નેટિક લેવિટેશન ટૅક્નોલૉજી હેઠળ પ્લેનની સ્પીડથી ટ્રેન દોડાવીને વિશ્વમાં ઇતિહાસ રચ્યો છે. નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટૅકનોલૉજીના વિજ્ઞાનીઓએ માત્ર બે જ સેકન્ડમાં 7000 કિલોમીટરની સ્પીડે એક ટન વજનના ટેસ્ટિંગ વાહનને દોડાવી અનોખી સિદ્ધી હાંસલ કરી છે. 400 મીટરના લાંબા ટ્રેક પર દોડી રહેલા વાહનની સુરક્ષિત રીતે બ્રેક પણ મારવામાં આવી છે.
હાઇસ્પીડ સિસ્ટમનું નામ ‘સુપરકન્ડક્ટ્રિક ઈલેક્ટ્રિક મેગ્વેલ’
ચીનની સરકારી ચેનલે હાઇસ્પીડ ટ્રેનના ફૂટેજ પણ જાહેર કર્યા છે. જેમાં એક ટનનું વાહન માત્ર ટ્રેક પર સુપરસ્પીડ સાથે પસાર થાય છે, જેમાં વાહન પર ધુમાડો ઉડતો પણ દેખાઈ રહ્યો છે. ચીને ટેસ્ટિંગમાં સફળ થવા માટે જે ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને રૅકોર્ડ નોંધાવ્યો છે, તેનું નામ સુપરકન્ડક્ટ્રિક ઈલેક્ટ્રિક મેગ્વેલ સિસ્ટમ છે. આમ ચીને વિશ્વમાં સૌથી ઝડપી એક્સેલરેશન અને સ્પીડનનો રૅકોર્ડ નોંધાવ્યો છે. ટેસ્ટિંગ દરમિયાન ઝડપી ટ્રેનને સરળતાથી બ્રેક મારવામાં પણ સફળતા મળી છે.
ટેસ્ટિંગથી અનેક સમસ્યા હલ થઈ
ચીને ટેસ્ટિંગ વાહનમાં વધુ ઇંધણ બાળવાને બદલે ચુંબકીય શક્તિનો ઉપયોગ કરીને તેને અત્યંત ઝડપથી ગતિએ દોડાવી કારનામું કરી બતાવ્યું છે. આ ઉપરાંત તેમાં ઈલેક્ટ્રિક સસ્પેન્શન અને ગાઇડેન્સ સિસ્ટમની મજબૂત શક્તિ પણ દેખાડી દીધી છે. ચીનના પ્રોફેસર લી જીએ કહ્યું કે, ‘અમે ટેસ્ટિંગમાં સફળતા મેળવીને છે, જેનાથી હવે અલ્ટ્રા-હાઇ-સ્પીડ મેગ્લેવ ટ્રાન્સપોર્ટના વિકાસને વધુ ઝડપી બનાવી શકીશું.
મેગ્વેલ શું છે?
મેગ્લેવ ટ્રેનનું પૂરું નામ મેગ્નેટિક લેવિટેશન ટ્રેન છે, જે હાઇસ્પીડથી દોડે છે. આ ટ્રેનમાં પૈડા હોતા નથી અને તેને સામાન્ય ટ્રેક પર પણ ચલાવી શકાતી નથી. તે માત્ર ચુંબકીય શક્તિ(મેગ્નેટિક ફોર્સ)થી અને ટ્રેકથી થોડા સેન્ટિમીટર ઉપર હવામાં દોડે છે. ટ્રેન અને ટ્રેકમાં શક્તિશાળી ઈલેક્ટ્રોમેગ્નેટ લગાવાયેલા હોય છે, જેમાં એક ચુંબક બીજા ચુંબકને ધક્કો મારતું હોય તેવું થાય છે. આનાથી ટ્રેન ટ્રેક પરથી લગભગ 1થી 10 સેન્ટીમીટર ઉપર આવી જાય છે, પછી તેને દોડાવવા માટે ચુંબકીય સ્થિતિને બદલીને પુલ અને પુશ કરવામાં આવે છે. તેનાથી કોઈપણ પ્રકારનું ઘર્ષણ થતું નથી, તેથી જ તે હાઇસ્પીડથી દોડે છે.
ખર્ચમાં પણ રાહત
ટ્રેનમાં ચુંબકીય સિસ્ટમનો ઉપયોગ થતો હોવાથી ટ્રેન અને ટ્રેક પર ઘસારાનો ખર્ચ આવતો નથી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જ્યારે ટ્રેન હાઇસ્પીડે દોડે છે, ત્યારે કોઈપણ પ્રકારનો અવાજ કે કંપન થતું નથી, જેના કારણે મુસાફર આરામદાયક સફર કરી શકે છે. વિશ્વનો સૌથી મોટો પ્રશ્ન પર્યાવરણ છે, તેથી ટ્રેન વીજળીથી દોડતી હોવાના કારણે ધ્વનિ અને હવા પ્રદૂષણ પણ થતું નથી.


