Science & Technology

WhatsApp પર આવ્યું યુઝરનેમ ફિચર: મોબાઈલ નંબર બતાવ્યા વિના કરી શકાશે ચેટ, રિઝર્વેશન શરૂ

By GS Team
30 Jun 20263 mins read
TukuTouch Logo
મેટાની WhatsApp 2026 સુધીમાં 300 કરોડથી વધુ યુઝર્સ માટે 'યુઝરનેમ' ફીચર લાવશે. હવે નંબર શેર કર્યા વિના ચેટ થઈ શકશે, જે સુરક્ષા વધારશે. ખાસ કરીને મહિલાઓને મોબાઈલ નંબરની ગોપનીયતા જાળવવામાં મદદ મળશે. યુઝર્સ પોતાનું મનપસંદ યુઝરનેમ અત્યારથી જ રિઝર્વ કરી શકે છે. આ ફીચર ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર 2012થી ઉપલબ્ધ હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

WhatsApp પર આવ્યું યુઝરનેમ ફિચર: મોબાઈલ નંબર બતાવ્યા વિના કરી શકાશે ચેટ, રિઝર્વેશન શરૂ

WhatsApp Username Feature Launch 2026: મેટા (Meta) ની માલિકી ધરાવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp પોતાના યુઝર્સની સિક્યોરિટી અને પ્રાઇવસીને વધુ મજબૂત કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. હવે WhatsApp નો ઉપયોગ કરતા દુનિયાના 300 કરોડથી વધુ યુઝર્સને પોતાનું આગવું 'યુઝરનેમ' (@Username) મળશે. આ ફીચર આવી ગયા પછી, તમે તમારો પર્સનલ મોબાઈલ નંબર શેર કર્યા વિના પણ અન્ય લોકો સાથે સરળતાથી ચેટ કરી શકશો. કંપનીએ સત્તાવાર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી છે. જો કે, જે ફીચર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પાસે વર્ષ 2012 થી ઉપલબ્ધ હતું, તેને WhatsApp પર લાવવામાં મેટાને 14 વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો છે.

મોબાઈલ નંબર દેખાવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, મહિલાઓને મોટો ફાયદો
અત્યાર સુધી WhatsApp નો સૌથી મોટો માઈનસ પોઈન્ટ એ હતો કે તમારી પ્રોફાઈલ પિક્ચર કે સ્ટેટસ છુપાવવા છતાં તમારો મોબાઈલ નંબર સામેવાળી વ્યક્તિને દેખાઈ જતો હતો. આ કારણે ઘણી વખત યુઝર્સ, ખાસ કરીને મહિલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. કેબ ડ્રાઈવર, ડિલિવરી બોય કે કોઈ અજાણી વ્યક્તિ પાસે નંબર સેવ થઈ જતાં જ તે અવારનવાર મેસેજ કરવા લાગતા હતા. હવે યુઝરનેમ ફીચર આવવાથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. કેબ કે પાર્સલવાળા સાથે વાત કરવા માટે તમારે નંબર આપવાની જરૂર નહીં પડે, માત્ર યુઝરનેમ અથવા તેની કીઆપીને પણ ચેટ શરૂ કરી શકાશે. જ્યાં સુધી તમે કોઈને તમારું યુઝરનેમ નહીં આપો, ત્યાં સુધી કોઈ તમને એપ પર શોધી પણ શકશે નહીં.

તમારી પસંદગીનું યુઝરનેમ અત્યારથી જ કરી લો રિઝર્વ
આ ફીચર સામાન્ય યુઝર્સ માટે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે રોલઆઉટ થઈ જશે, પરંતુ તમે અત્યારથી જ તમારું મનપસંદ યુઝરનેમ રિઝર્વ કરી શકો છો. WhatsApp ના બીટા વર્ઝનમાં આ ઓપ્શન દેખાવા લાગ્યો છે અને ઘણા નોર્મલ યુઝર્સને પણ એપ નોટિફિકેશન મોકલીને નામ રિઝર્વ કરવા કહી રહી છે.

કઈ રીતે સેટ કરશો?: એપના સેટિંગ્સમાં (Settings) જઈને પ્રોફાઈલ ફોટો પર ટેપ કરવાથી 'Name' ની બિલકુલ નીચે '@' થી શરૂ થતું યુઝરનેમ સેટ કરવાનો ઓપ્શન મળશે.

નિયમો: તમારું યુઝરનેમ વધુમાં વધુ 35 કેરેક્ટર સુધીનું હોઈ શકે છે. જો તમે ઈચ્છો તો તમારા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી જેવું જ યુઝરનેમ પણ રાખી શકો છો. આ નામ રિઝર્વ કર્યા પછી પણ તમે તેને ગમે ત્યારે બદલી શકશો, કારણ કે નામ બદલવાની હાલમાં કોઈ લિમિટ રાખવામાં આવી નથી.

ટેક નિષ્ણાતોના મતે, આ ફીચર ખૂબ જ અદ્ભુત છે પરંતુ તે ઘણું મોડું આવ્યું છે. આજે આપણો મોબાઈલ નંબર વર્ષોથી અનેક જગ્યાએ વહેંચાઈ ચૂક્યો છે, તેથી આ ફીચર જો વર્ષો પહેલા આવ્યું હોત તો પ્રાઇવસી વધુ સારી રીતે જળવાઈ રહી હોત.

કૃણાલ શાહે કર્યા માહિતગાર

WhatsApp ના CEO કુણાલ શાહે 'X' પર એક સત્તાવાર પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે કે તેમણે પબ્લિક રોલઆઉટ પહેલાં જ પોતાનું યુઝરનેમ મેળવી લીધું છે. શાહે લખ્યું, "સમય જ બધું છે. દુનિયા સમક્ષ આ ફીચર રિલિઝ કરીએ તે પહેલાં જ, હું ખૂબ વહેલો WhatsApp ખોલીને બેસી ગયો. જેથી મારું યુઝરનેમ ક્લેમ કરી શકું. હવે તમારું યુઝરનેમ મેળવવાનો સમય આવી ગયો છે." આ સાથે જ તેમણે યુઝર્સને પ્રોત્સાહિત કર્યા કે તેઓ પણ અન્ય કોઈ મેળવે તે પહેલાં પોતાના મનપસંદ નામો અત્યારથી જ રિઝર્વ કરી લે.