Smartphone Myths: સ્માર્ટફોન અને બીજા અન્ય ગેઝેટને લઈને સોશિયલ મીડિયા અને સામાન્ય જીવનમાં વિવિધ પ્રકારની અફવાઓ ચાલતી રહે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે, એરોપ્લેન મોડમાં ફોન જલ્દી ચાર્જ થાય છે તો, કેટલાક લોકોનું ફોનની ખરાબ બેટરીને ફ્રીજમાં રાખવાથી એ બરોબર થઈ જાય છે. તમારામાંથી ઘણા લોકોએ આવી અફવાઓ સાંભળી હશે અથવા અજમાવીને જોયું પણ હશે. આજે અમે તમને આવી જ કેટલીક અફવાઓ અને તેની પાછળની સાચી હકીકત જણાવવા જઈ રહ્યા છીએ.
આ પણ વાંચો: ચેટજીપીટીનો ઉપયોગ ઘાતક સાબિત થયો: મમ્મીનું ખૂન કર્યા બાદ પોતાનો જીવ લીધો એક યુઝરે…
એરોપ્લેન મોડમાં બેટરી જલ્દી ચાર્જ થાય છે
આ સાચુ નથી. જો કે, એરોપ્લેન મોડમાં ફોન સિંગ્નલ સર્ચ કરવાનું બંધ કરી દે છે, પરંતુ તેના કારણે તેની બેટરીની ચાર્જિંગ સ્પીડમાં કોઈ ખાસ ફરક પડતો નથી. ફોનને ફાસ્ટ અને સુરક્ષિત રીતે ચાર્જ કરવા માટે સુસંગત ચાર્જર અને કેબલ હોવું જરુરી છે. હા, ફોન બંધ કરવાથી તેમાં ચાલી રહેલી બેકગ્રાઉન્ડ પ્રોસેસ બંધ થઈ જાય છે અને તે થોડો ફાસ્ટ ચાર્જ થઈ શકે છે.
શું બેકગ્રાઉન્ડ એપ્સ બંધ કરવાથી બેટરી બચે છે?
આ સંપૂર્ણપણે ખોટું છે, અને તેનાથી ઉલટું હોય છે. હકીકતમાં જો તમે ફોનમાં બેકગ્રાઉન્ડ એપ્સ બંધ ન કરો, તો બેટરી લાંબા સમય સુધી ચાલશે. વારંવાર એપ્સ બંધ કરવા અને ફરીથી ખોલવાથી વધુ બેટરીનો વપરાશ થાય છે. એપ બંધ કરવા અને ખોલવાથી તે RAM માં ફરીથી લોડ થાય છે, જે વધુ બેટરી વાપરે છે.
ચોખામાં રાખવાથી પલડી ગયેલ ડિવાઈસ બરોબર થઈ જાય છે?
કેટલાક લોકોનું માનવું છે કે, પાણીમાં પલડી ગયેલા સ્માર્ટફોન અથવા અન્ય ઉપકરણોને ચોખામાં રાખવાથી તેમની ભેજ દૂર થઈ જાય છે. હકીકતમાં ચોખા ભીના મોબાઈલ કે અન્ય ડિવાઈસને સુકવવાનો એજન્ટ નથી. તે ધીમે ધીમે સપાટી પરના ભેજને શોષી લે છે, પરંતુ તેમાંથી પાર્ટિકલ છોડે છે, જે ચાર્જિંગ અથવા અન્ય પોર્ટને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો: સેટેલાઇટ્સથી રાતનો રંગ બદલાઈ રહ્યો છે: આવું જ રહ્યું તો નહીં કરી શકાય સ્ટાર ગેઝિંગ
શું ખરાબ બેટરી ફ્રીઝરમાં ઠીક થાય છે?
જો બેટરી સ્લો ચાર્જ અથવા ઓવરહીટ થવા લાગે છે તો, કેટલાક લોકો તેને ફ્રીઝરમાં મુકે છે. તેઓ માને છે કે, આવુ કરવાથી બેટરી બરોબર થઈ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ સંપૂર્ણપણે અફવા છે. આજકાલ મોટાભાગના ફોન લિથિયમ-આયન બેટરી સાથે આવે છે અને આ બેટરીઓ ખૂબ ઠંડા અથવા ખૂબ ગરમ તાપમાન માટે ડિઝાઇન કરવામાં આવતી નથી. તેમને ફ્રીઝરમાં રાખવાથી તેમની રાસાયણિક પ્રતિક્રિયાઓ ધીમી થઈ જાય છે, જેના કારણે બેટરીની લાઈફ ઘટી જાય છે.


