સેટેલાઇટ્સથી રાતનો રંગ બદલાઈ રહ્યો છે: આવું જ રહ્યું તો નહીં કરી શકાય સ્ટાર ગેઝિંગ
AI Image |
StarGazing In Trouble: વિજ્ઞાનીઓ દ્વારા હાલમાં જે સ્ટડી કરવામાં આવી છે એમાં ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. અંતરિક્ષમાં હાલમાં જેટલી પણ સેટેલાઇટ્સ છે એના કારણે હવે સ્ટારગેઝિંગમાં ભવિષ્યમાં મુશ્કેલી પડશે એવું વિજ્ઞાનીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ માટેનું કારણ સેટેલાઇટ્સ છે. સેટેલાઇટ્સ હવે એટલી ચમકે છે કે પૃથ્વી પરથી આકાશમાં જોતા એ તારા જેવી દેખાય છે. તેમ જ વિજ્ઞાનીઓને પણ રિસર્ચ કરવામાં તકલીફ પડી રહી છે. જો આવું જ રહ્યું તો સ્ટારગેઝિંગમાં ખૂબ જ મુશ્કેલી પડશે.
તારાની જેમ આકાશમાં ચમકી રહી છે સેટેલાઇટ્સ
ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે સેટેલાઇટ્સનો પ્રકાશની માત્રા +7 કરતાં ઓછી હોવી જોઈએ જેથી પ્રોફેશનલ ટેલિસ્કોપમાં રિસર્ચ દરમિયાન અડચણ નહીં આવે અને +6થી નીચે હોવી જોઈએ જેથી લોકોને સ્ટારગેઝિંગમાં તકલીફ નહીં પડે. પ્રોફેશનલ અને સામાન્ય લોકો માટે બન્ને માટેની માત્રા નક્કી કરવામાં આવી હોવા છતાં મોટાભાગની સેટેલાઇટ્સ આ લિમિટની બહાર જઈને કામ કરે છે. આ માટે સૌથી વધુ નિયમનો ભંગ કરતી હોય તો એ છે AST સ્પેસમોબાઇલની બ્લુવોકર 3 છે. આ સેટેલાઇટ્સના એન્ટેના ખૂબ જ મોટા છે જેના કારણે સૂર્યની લાઇટ એટલી પ્રકાશિત થાય છે કે મોટા-મોટા તારા એની સામે ઝાંખા દેખાય છે. બ્લુવોકર બાદ બ્લુબર્ડ સેટેલાઇટ્સને 2024માં લોન્ચ કરવામાં આવી હતી. એમાં પણ આ પ્રકારના એન્ટેના છે જે સૂર્યના પ્રકાશની સામે ખૂબ જ ચમકે છે. આ સેટેલાઇટ્સમાં તમામ નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે અને એને નરી આંખથી જોઈ શકાય છે.
સ્ટારલિંક અને વનવેબની સ્ટ્રેટેજી
સ્પેસએક્સની સ્ટારલિંક હવે 8000નો આંકડો પાર કરી ગઈ છે. તેમના દ્વારા સેટેલાઇટ દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ ઘટાડવાની કોશિશ કરવામાં આવી છે. જોકે સ્ટારલિંકની સેટેલાઇટની માળા ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયનની ગાઇડલાઇનને મળતી નથી કારણ કે એ લોઅર અર્થ ઓરબિટમાં ભ્રમણ કરે છે. જોકે વનવેબની સેટેલાઇટ ઓરબિટમાં ઊંચાઈ પર હોવાથી આ ગાઇડલાઇનને અનુસરે છે. વનવેબ દ્વારા સાબિત કરવામાં આવ્યું છે કે ટેક્નિકલ સોલ્યુશન ઉપલબ્ધ છે, પરંતુ કોઈ પણ કંપની એ વિશે કામ કરવા નથી માગતી. દરેક કંપની તેમના પ્રોફિટનું વિચારી રહી છે. આજે ઘણીવાર રાતે આકાશમાં જોવામાં આવે તો સ્ટારલિંકની સેટેલાઇટ્સની હારમાળા જોવા મળે છે.
![]() |
AI Image |
ભવિષ્યની જનરેશનને કેમ અસર કરશે?
સેટેલાઇટ દ્વારા ઉત્પન્ન થતાં પ્રકાશને કારણે ભવિષ્યની જનરેશનને ખૂબ જ અસર પડશે. આ પાછળનું કારણ છે વિજ્ઞાનીઓને રિસર્ચમાં પડતી તકલીફ. સેટેલાઇટના પ્રકાશને કારણે ટેલિસ્કોપથી દૂર અંતરે આવેલી ગેલેક્સીને સમજવામાં મુશ્કેલી પડે છે. એસ્ટ્રોઇડ પણ નથી શોધી શકાતા. તેમ જ કોસ્મિક ફિનોમેનાને પણ શોધી નથી શકાતું. લોકો સ્ટારગેઝિંગ કરે છે અને ત્યાર બાદ તેમના અનુભવ વિશે લાખો લોકોને કહે છે. જોકે આ સેટેલાઇટને કારણે તેઓ હવે ઓરિજિનલ તારાને નથી જોઈ શકતા, પરંતુ સેટેલાઇટ્સ જ દેખાય છે. આ સેટેલાઇટની સંખ્યા ભવિષ્યમાં વધશે ઓછી નહીં થાય. આથી સ્ટારગેઝિંગમાં પણ તકલીફ પડશે. આ સાથે જ સેટેલાઇટની આર્ટિફિશિયલ લાઇટથી રાતે જોવા મળતી વાઇલ્ડલાઇફને ખૂબ જ અસર પડે છે. એના કારણે કુદરતી સિસ્ટમમાં પણ બદલાવ આવે છે. ખાસ કરીને એવા વિસ્તારમાં જ્યાં સૌથી અંધારું હોય, પરંતુ હવે આ સેટેલાઇટ્સના પ્રકાશને કારણે ત્યાં પણ અજવાળું જોવા મળે છે.
આ પણ વાંચો: એપલ ત્રણ સ્માર્ટવોચ રિલીઝ કરે એવી શક્યતા: કેવી રીતે જોશો આ ઇવેન્ટને…
સખત નિયમની જરૂર
આ રિસર્ચ કરનાર વિજ્ઞાનીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેક દેશની સરકાર, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન અને દરેક સ્પેસ એજન્સી કડક નિયમો બનાવે. આ નિયમોનું અનુકરણ કંપનીઓ કરે છે કે નહીં એનું પણ ધ્યાન રાખે. જો એમ કરવામાં ન આવ્યું તો રાતે આકાશમાં તારા જોવા નહીં મળે. તેમ જ કોર્પોરેશન દ્વારા લાઇટ પોલ્યુશન જોવા મળશે.