Science & Technology

સાવધાન! હવે AI એજન્ટ્સ કરી શકે છે તમારું બેંક ખાતું ખાલી, ગ્રાહકોની જાણ બહાર જ એકાઉન્ટમાં થઈ રહી છે ઘૂસણખોરી

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકાની બેંકોમાં ગ્રાહકોના ખાતામાં AI એજન્ટ્સની ઘૂસણખોરીથી સુરક્ષાનો ખતરો વધ્યો છે. મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા જેવી મોટી બેંકોએ થર્ડ-પાર્ટી AI એજન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સ્માર્ટ બોટ્સ ગ્રાહકોની પરવાનગી વિના લોગિન કરી નાણાકીય નિર્ણયો લઈ રહ્યા છે, જે બેંકના નિયમો વિરુદ્ધ છે. બેંકો ગ્રાહકોને પાસવર્ડ શેર ન કરવાની સૂચના આપી રહી છે અને AI બોટ્સને ઓળખવા નવી ટેકનોલોજી અપનાવી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાવધાન! હવે AI એજન્ટ્સ કરી શકે છે તમારું બેંક ખાતું ખાલી, ગ્રાહકોની જાણ બહાર જ એકાઉન્ટમાં થઈ રહી છે ઘૂસણખોરી
AI Image

Rogue AI Threatens Bank Accounts: અમેરિકાની બેંકો સામે હાલમાં એક ખૂબ જ મોટી અને ગંભીર સમસ્યા સામે આવી રહી છે. ગ્રાહકોના બેંક એકાઉન્ટ્સમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એજન્ટ્સ એટલે કે સ્માર્ટ બોટ્સ સેંધ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાની મોટી બેંકો આજકાલ પોતાના ગ્રાહકોના ખાતામાં AI એજન્ટોની વધતી જતી દખલગીરીથી ભારે પરેશાન છે. સૌથી વધુ ડરામણી બાબત એ છે કે આ સ્માર્ટ બોટ્સ માત્ર ગ્રાહકોને પૂછ્યા વિના તેમની જગ્યાએ જાતે જ એકાઉન્ટમાં લોગિન નથી કરી રહ્યા, પરંતુ કોઈપણ માનવીય સૂચના કે પરવાનગી વિના જાતે જ નાણાકીય નિર્ણયો પણ લઈ રહ્યા છે.

દિગ્ગજ બેંકોના સિસ્ટમમાં થર્ડ-પાર્ટી AI એજન્ટોની ઘૂસણખોરી

આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મોર્ગન સ્ટેનલી, બેંક ઓફ અમેરિકા અને સિટી જેવી દિગ્ગજ બેંકોએ પોતાની સિસ્ટમમાં થર્ડ-પાર્ટી AI એજન્ટોને ઘૂસણખોરી કરતા રંગેહાથ પકડી પાડ્યા હતા. એક વેબસાઇટના અહેવાલ મુજબ, ઘણીવાર ગ્રાહકો પોતાના બેંક ખાતાનું યુઝરનેમ અને પાસવર્ડ કોઈ AI એજન્ટ અથવા થર્ડ-પાર્ટી એપને આપી દે છે, જેથી તે તેમના વતી બિલની ચુકવણી કરી શકે અથવા પૈસાનું મેનેજમેન્ટ સંભાળી શકે. જોકે, આ પ્રવૃત્તિ સંપૂર્ણપણે બેંકના નિયમોની વિરુદ્ધ છે, કારણ કે બેંકોની સ્પષ્ટ સૂચના હોય છે કે ખાતાધારકે પોતે જ લોગિન કરવું જોઈએ.

ગ્રાહકની જાણ બહાર બેંકના કોલ સેન્ટર સાથે સીધો સંપર્ક

તપાસ દરમિયાન કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળ્યું છે કે આ સ્માર્ટ બોટ્સ ખાતાધારકોની કોઈપણ સૂચના વિના જ સીધા બેંકના કોલ સેન્ટરોનો સંપર્ક કરી રહ્યા છે. બેંકોને એ વાતનો સતત ડર સતાવી રહ્યો છે કે જો કોઈ AI એજન્ટ ખોટી દિશામાં કામ કરવા લાગશે, તો ગ્રાહકોની મહેનતની કમાણી પળવારમાં જ સાફ થઈ શકે છે.

એક બેંક અધિકારીના જણાવ્યા અનુસાર, બેંકોને અલગ-અલગ AI એજન્ટ્સ વચ્ચેનો તફાવત સમજવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, એ ઓળખવું પણ અત્યંત કપરું બની રહ્યું છે કે કોઈ ચોક્કસ એજન્ટને ખરેખર યુઝર દ્વારા અધિકૃત કરવામાં આવ્યો છે કે પછી તેણે જાતે જ ગ્રાહકના ખાતામાં ગેરકાયદેસર રીતે સેંધ લગાવી દીધી છે.

સુરક્ષા માટે બેંકોએ અપનાવ્યું કડક વલણ

ગ્રાહકોના નાણાંની સુરક્ષા કરવા અને આ જોખમને રોકવા માટે અમેરિકન બેંકોએ હવે નીચે મુજબના કડક પગલાં લીધા છે:

● મોર્ગન સ્ટેનલી અને જેપી મોર્ગન જેવી મોટી બેંકોએ પોતાના પ્લેટફોર્મ પર થર્ડ-પાર્ટી AI એજન્ટોની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે.

● બેંકોએ પોતાના ગ્રાહકોને કડક સૂચના આપી છે કે તેઓ પોતાના બેંક ખાતાના યુઝરનેમ અને પાસવર્ડ કોઈપણ થર્ડ-પાર્ટી એપ કે AI એજન્ટ સાથે શેર ન કરે.

● હવે બેંકો અને કંપનીઓ ખાસ ટેકનોલોજીની મદદથી એ પણ તપાસ કરશે કે લોગિન કરતી વખતે સ્ક્રીનની પાછળ ખરેખર કોઈ જીવતો-જાગતો માણસ બેઠો છે કે પછી કોઈ AI બોટ કામ કરી રહ્યો છે.