Get The App

કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે સરકારે જાહેર કરી મોટી ચેતવણી

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે સરકારે જાહેર કરી મોટી ચેતવણી 1 - image


Smartphone and Smart TV Users:  વર્તમાન સમયમાં સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી દરેક લોકોના ઘરમાં સામાન્ય બની ગયા છે અને બંને ગેજેટ્સ આપણી ડેઈલી લાઈફમાં મહત્ત્વનો હિસ્સો બની ગયા છે. સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ માટે આ એક મહત્ત્વના સમાચાર છે. હકીકતમાં ભારત સરકાર દ્વારા સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી માટે હાઈ રિસ્ક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે થોડી લાપરવાહી દાખવશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો: ગ્રોક AIની વાહવાહી, તો ગૂગલની ટીકા: એર ઇન્ડિયાની ક્રેશ વિશે પૂછવામાં આવ્યાં હતાં સવાલ

તમને જણાવી દઈએ કે, ભારત સરકારની સાયબર સુરક્ષા એજન્સી CERT-In દ્વારા એક હાઈ રિસ્ક એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એજન્સીએ MediaTek ચિપસેટવાળા સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી અને ઓડિયો ડિવાઈસને લઈને ચેતવણી જારી કરી છે. CERT-In મુજબ MediaTekના ઘણા પ્રોડેક્ટ્સમાં કેટલાક પ્રકારની મોટી ખામીઓ છે, જેનો ઉપયોગ કરી સાયબર ગુનેગારો લોકોને નુકસાન પહોંચાડી શકે છે.

મીડિયાટેકમાં મળી ઘણી ખામીઓ

CERT-In (Indian Computer Emergency Response Team)ના કહેવા પ્રમાણે મીડિયાટેકના  Bluetooth, Wi-Fi અને IMS સર્વિસમાં કેટલાક પ્રોબલેમ છે, જેમ કે, નલ પોઇન્ટર ડિરેફરન્સ, હીટ ઓવરફ્લો જેવી અનેક ખામીઓ જોવા મળી છે. એજન્સીના કહેવા પ્રમાણે આ ખામીઓનો ફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારો સરળતાથી ડિવાઈસ સુધી પહોંચી શકે છે અને ડિવાઈસને કન્ટ્રોલ કરી શકે છે. હાઈ રિસ્ક એલર્ટ જાહેર કરવાની એટલા માટે જરુર પડી કારણ કે, આ ખતરો માત્ર સ્માર્ટફોન પુરતો મર્યાદિત નથી પરંતુ આ વખતે આ ખતરો મીડિયાટેકવાળા સ્માર્ટ ટીવી અને ઓડિયો ડિવાઈસ પર પણ રહેલો છે.

આ પણ વાંચો: શુભાંશુ શુક્લા મિશન માટે તૈયાર, સ્પેસ લોન્ચિંગની નવી તારીખ જાહેર, રોકેટની ખામી સુધરી

સ્માર્ટફોન યુઝર્સ તાત્કાલિક આટલું કામ કરે

ઉલ્લેખનીય છે કે, આ બગ્સની પુષ્ટિ મીડિયાટેક દ્વારા પણ કરવામાં આવી છે. કંપનીએ તેના માટે સંબંધિત સિક્યુરિટી મેસેજ મોકલવાનું શરુ કરી દીધુ છે. સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી સહિત અન્ય પ્રોડેક્ટનો ઉપયોગ કરનારા યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે, જેવું નવું અપડેટ આવે કે તરત તેને ઈન્સ્ટ્રોલ કરી દો. તેના માટે સૌથી પહેલા તમારા સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ અને સોફ્ટવેર અપડેટ ચેક કરો. એજન્સીએ યુઝર્સને થર્ડ પાર્ટી એપ અથવા અન્ય કોઈ બીજી વેબસાઈટથી એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપવામાં આવી છે.  


Tags :