Science & Technology

આઇફોન ચિપ સાથેનું એપલનું સૌથી સસ્તું મેકબૂક માર્ચમાં લોન્ચ થશે, જાણો કિંમત…

By GS Team
16 Feb 20263 mins read
TukuTouch Logo
એપલ માર્ચમાં તેનું અત્યાર સુધીનું સૌથી સસ્તુ મેકબૂક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ એપલ બજેટ-ફ્રેન્ડલી લેપટોપને માર્ચમાં એક ખાસ ઇવેન્ટ દ્વારા રજૂ કરશે. આ નવા મેકબૂકમાં આઇફોન-ક્લાસ ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચિપને કારણે ઘણા યુઝર્સ માટે હવે મેકબૂકનો ઉપયોગ કરવાનું સરળ બનશે. અત્યાર સુધી મેકબૂકની કિંમત ખૂબ જ વધુ હતી. એપલનું સૌથી સસ્તુ મેકબૂક અત્યારે મેકબૂક Air છે. જોકે હવે બજેટમાં લેપટોપ ખરીદનારા પણ મેકબૂક ઇકોસિસ્ટમનો ઉપયોગ કરી શકશે એ માટે એનાથી પણ સસ્તુ મેકબૂક લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઇફોન ચિપ સાથેનું એપલનું સૌથી સસ્તું મેકબૂક માર્ચમાં લોન્ચ થશે, જાણો કિંમત…

Apple Budget MacBook: એપલ માર્ચમાં તેનું અત્યાર સુધીનું સૌથી સસ્તુ મેકબૂક લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ એપલ બજેટ-ફ્રેન્ડલી લેપટોપને માર્ચમાં એક ખાસ ઇવેન્ટ દ્વારા રજૂ કરશે. આ નવા મેકબૂકમાં આઇફોન-ક્લાસ ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચિપને કારણે ઘણા યુઝર્સ માટે હવે મેકબૂકનો ઉપયોગ કરવાનું સરળ બનશે. અત્યાર સુધી મેકબૂકની કિંમત ખૂબ જ વધુ હતી. એપલનું સૌથી સસ્તુ મેકબૂક અત્યારે મેકબૂક Air છે. જોકે હવે બજેટમાં લેપટોપ ખરીદનારા પણ મેકબૂક ઇકોસિસ્ટમનો ઉપયોગ કરી શકશે એ માટે એનાથી પણ સસ્તુ મેકબૂક લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

આઇફોન ચિપનો ઉપયોગ, એપલ સિલિકોન નહીં

આગામી મેકબૂકમાં એપલ મેકબૂક માટેની ચોક્કસ એપલ સિલિકોન ચિપ નહીં, પરંતુ આઇફોન 16 Pro સિરીઝની A18 Pro ચિપનો ઉપયોગ કરવામાં આવશે. પરફોર્મન્સની દ્રષ્ટિએ તે હાલના મેકબૂક Air કરતાં થોડું ઓછું સ્પીડમાં કામ કરશે. જોકે તેના દ્વારા દરેક કામ શક્ય બનશે એમાં કોઈ બાંધછોડ કરવામાં નથી આવી. A18 Pro એપલની પહેલી એવી આઇફોન ચિપ છે જે એપલની મેકબૂક માટેની M1 ચિપની નજીકની છે.

રોજિંદા કામ માટે યોગ્ય

નવું મેકબૂક વેબ બ્રાઉઝિંગ, ડોક્યુમેન્ટ વર્ક, મીડિયા કન્સમ્પશન અને નાના-નાના ક્રિએટિવ કામ જેવા રોજિંદા કમ્પ્યુટિંગ ટાસ્ક માટે બનાવવામાં આવ્યું છે. આ નવું મેકબૂક લગભગ 13-ઇંચથી થોડું નાનું ડિસ્પ્લે હોવાની શક્યતા છે. એમાં 12.9 ઇંચની પેનલ હોવાની વાતો આવી રહી છે. કોસ્ટિંગ ખર્ચ ઘટાડવા માટે એપલ પ્લાસ્ટિક ચેસિસનો ઉપયોગ કરશે એવી અફવા હતી, પરંતુ એપલ એલ્યુમિનિયમ બોડીનો જ ઉપયોગ કરી રહી છે.

નવી એલ્યુમિનિયમ શેલ પ્રોસેસ

મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઘટાડવા માટે એપલએ નવી એલ્યુમિનિયમ શેલ પ્રોડક્શન પ્રોસેસ બનાવી છે. આ પદ્ધતિ હાલના મેકબૂક Air અને મેકબૂક Pro કરતાં ઝડપી અને સસ્તી છે. એપલને આશા છે કે આ નવી રીતથી પ્રીમિયમ બિલ્ડ ક્વોલિટી જાળવી શકાશે અને ઓછા ભાવમાં મેકબૂક લોકો સુધી પહોંચાડી શકાશે.

અનેક રંગોમાં ઉપલબ્ધ

નવું મેકબૂક લાઇટ યેલો, લાઇટ ગ્રીન, વાદળી, ગુલાબી, ક્લાસિક સિલ્વર અને ડાર્ક ગ્રે જેવા રંગોમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. જો આ રંગોને ફાઇનલ કરવામાં આવે તો અત્યાર સુધીની આ એપલની સૌથી રંગીન મેકબૂક લાઇન-અપ બનશે. આ ડિવાઇસ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને કેઝ્યુઅલ યુઝર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. મેકબૂક અત્યાર સુધી ખૂબ મોંઘા લાગતા હતા એ જ યુઝર માટે આ કમ્પ્યુટર છે.

આ પણ વાંચો: Explainer: ગૂગલ જેમિની અને ચેટજીપીટીને ટક્કર આપવા આવી ગયું સ્વદેશી સર્વમ AI, જાણો શું છે…

શું હશે કિંમત?

નવું મેકબૂક આશરે $699થી શરૂ થવાની આશા છે. એટલે કે એની કિંમત 63,400ની આસપાસ હશે, જે મેકબૂક Air કરતાં ઘણું સસ્તું રહેશે. જો એપલ ભાવ, પરફોર્મન્સ અને બિલ્ડ ક્વોલિટી પર ખરા ઉતરે તો આ વર્ષે આ નવું મેકબૂક તમામ રેકોર્ડ તોડી શકે છે. કંપનીને આશા છે કે આ સસ્તા મેકબૂક સાથે ઘણાં નવા યુઝર્સ કંપની સાથે પહેલી વાર જોડાશે.