Science & Technology

એપલે પોતાના પહેલા ફોલ્ડેબલ 'iPhone Duo' સાથે 18 Pro સીરિઝ લોન્ચ કરી, કિંમતો પણ જાહેર

By GS Team
9 Sep 202612 mins read
TukuTouch Logo
એપલે કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં 'સ્ટીવ જોબ્સ થિયેટર' ખાતે "Surprise and shine" ટેગલાઇન સાથે Apple Event 2026નું આયોજન કર્યું. નવા સીઈઓ જોન ટર્નસે AIને ભવિષ્યનું પ્રેરક બળ ગણાવ્યું. iPhone 18 Pro અને Pro Max 4 કલરમાં લોન્ચ થયા, જેમાં 2nm A20 Pro ચિપ અને 45 કલાક સુધીની બેટરી છે. AirPods 5 અને iPhone Duo ફોલ્ડેબલ ફોન પણ રજૂ કરાયા. iPhone Duoની કિંમત ₹2,99,900થી શરૂ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપલે પોતાના પહેલા ફોલ્ડેબલ 'iPhone Duo' સાથે 18 Pro સીરિઝ લોન્ચ કરી, કિંમતો પણ જાહેર

Apple Event 2026 Surprise And Shine Keynote: ટેક જાયન્ટ એપલનો વર્ષનો સૌથી મોટો પ્રોડક્ટ લોન્ચ કાર્યક્રમ 'Apple Event 2026' આજે એટલે કે બુધવાર, 9 સપ્ટેમ્બરના રોજ યોજાઇ રહ્યો છે. કેલિફોર્નિયાના ક્યુપરટિનો સ્થિત એપલ પાર્કના પ્રખ્યાત 'સ્ટીવ જોબ્સ થિયેટર' ખાતેથી આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કંપનીએ આ વખતના કાર્યક્રમ માટે "Surprise and shine" ટેગલાઇન નક્કી કરી છે. ભારતીય દર્શકો માટે આ ઇવેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ આજે રાત્રે બરાબર 10:30 વાગ્યે (IST) શરૂ થયું હતું.

ભારત સહિત વિશ્વભરના દર્શકો એપલની આ ઈવેન્ટનું લાઈવ પ્રસારણ એપલની ઓફિશયલ વેબસાઇટ, એપલ ટીવી એપ અને એપલની સત્તાવાર યૂટ્યુબ ચેનલ પર જોયું હતું.

એપલના વાર્ષિક લોન્ચ ઇવેન્ટ 'Apple Event 2026'ની કીનોટ શરૂ કરતાની સાથે જ કંપનીના નવા સીઈઓ જોન ટર્નસે ટેક જગત સામે એપલનું ભવિષ્યનું વિઝન સ્પષ્ટ કર્યું છે. તેમણે પોતાના સંબોધનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને કંપનીના આગામી વિકાસ અને યુઝર એક્સપિરિયન્સનું મુખ્ય પ્રેરક બળ ગણાવ્યું હતું.

John.jpg

‘AI ત્યારે જ સૌથી ઉપયોગી બને છે જ્યારે તે રોજિંદા જીવન સાથે જોડાય’: જોન ટર્નસ

કીનોટ સ્પીચની શરૂઆત કરતાં જ્જોન ટર્નસે જણાવ્યું હતું કે:

"એપલનો આગળનો માર્ગ અગાધ શોધો અને મોટા પરિવર્તનોથી ભરેલો છે"

તેમણે ઉમેર્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ત્યારે જ ખરા અર્થમાં વધુ ઉપયોગી અને સાર્થક સાબિત થાય છે જ્યારે તે યુઝર્સના રોજિંદા જીવનને તેઓ જે એપ્સ અને સર્વિસિસનો સતત ઉપયોગ કરે છે તેની સાથે સીધું અને સહજ રીતે જોડે. તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ સંકેત મળે છે કે એપલ પોતાની આગામી તમામ પ્રોડક્ટ્સ, સિસ્ટમ્સ અને ફીચર્સમાં ડીપ AI ઇન્ટિગ્રેશન પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યું છે.

iPhone Duo 1.jpg

iPhone Duo લોન્ચ: પાસપોર્ટ સાઇઝ ડિઝાઇન અને અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન

એપલે પોતાના ઇતિહાસમાં પહેલીવાર ફોલ્ડેબલ સ્માર્ટફોનની જાહેરાત કરીને સમગ્ર ટેક જગતને ચોંકાવી દીધું છે. કંપનીએ પોતાના સૌપ્રથમ ફોલ્ડેબલ ડિવાઇસ પરથી પડદો ઉઠાવતાં તેને ‘iPhone Duo’ નામ આપ્યું છે.

ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પરથી એન્ડ્રોઇડ હરીફો પર સીધો કટાક્ષ કરતાં એપલે જણાવ્યું હતું કે અન્ય કંપનીઓએ બનાવેલા ફોલ્ડેબલ ફોન એવા લાગે છે જાણે "બે ફોનને અણઘડ રીતે એકસાથે ચોંટાડી દેવામાં આવ્યા હોય". તેનાથી વિપરીત, એપલે iPhone Duoને પોતાના યુઝર એક્સપિરિયન્સ મુજબ ડિઝાઇન કર્યો છે—એક વિશાળ ડિસ્પ્લે જે આઇપેડ જેટલી જ નેચરલ અને સાહજિક લાગે, છતાં સરળતાથી ફોલ્ડ થઈને તમારા ખિસ્સામાં કે હથેળીમાં આરામથી સમાઈ જાય. કંપનીનો દાવો છે કે આ ડિવાઇસ ફોલ્ડેબલ સ્માર્ટફોન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે.

પાસપોર્ટ સાઇઝ ફિટ અને સીમલેસ 'કંટીન્યુઅસ ફ્રેમ'

એપલે iPhone Duoના એન્જિનિયરિંગ અને ફોર્મ ફેક્ટર પર ખાસ ધ્યાન આપ્યું છે:

પાસપોર્ટ સાઇઝ ડાઇમેન્શન: બજારમાં મળતા લાંબા અને સાંકડા સ્લેબ ફોન્સને બદલે, iPhone Duo ફોલ્ડ થાય ત્યારે અંદાજે એક સામાન્ય પાસપોર્ટના કદનું બની જાય છે.

કંટીન્યુઅસ ફ્રેમ: ફોનના બંને ભાગો એક જ 'કંટીન્યુઅસ ફ્રેમ'માં ભળી જાય છે, જેનાથી તે કોઈપણ સ્થિતિમાં એકસમાન અને પ્રીમિયમ યુનિફાઇડ લુક આપે છે.

સમાન આસ્પેક્ટ રેશિયો: ડિવાઇસ બંધ હોય કે સંપૂર્ણ ખુલ્લું હોય, બંને ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો એકસરખો રાખવામાં આવ્યો છે. જેથી એપ્સનું સ્કેલિંગ બંધ કે ખુલ્લી સ્થિતિમાં સાવ નેચરલ લાગે છે.

ફ્લેટ લૉકિંગ હિન્જ: એપલે હિન્જ મિકેનિઝમને ખૂબ જ ચોકસાઈપૂર્વક ડિઝાઇન કરી છે, જેના કારણે જ્યારે ફોન ખોલવામાં આવે ત્યારે અંદરની સ્ક્રીન કોઈપણ કરચલી કે ખાડા વિના સંપૂર્ણપણે ફ્લેટ લૉક થઈ જાય છે.

અંડર-ડિસ્પ્લે ફેસટાઇમ કેમેરા અને સૌથી અલ્ટ્રા-થિન ડિઝાઇન

હાર્ડવેર ક્ષેત્રે એપલે બે અત્યંત મહત્ત્વપૂર્ણ ખુલાસા કર્યા છે:

  • અંડર-ડિસ્પ્લે કેમેરા: આઇફોન Duoની અંદરની મોટી સ્ક્રીન પર નોચ કે કોઈ પંચ-હોલ કટઆઉટ નથી. ફેસટાઇમ કેમેરાને સંપૂર્ણપણે ડિસ્પ્લેની અંદર નીચે છુપાવી દેવામાં આવ્યો છે, જેનાથી યુઝરને સંપૂર્ણ અનઇન્ટરપ્ટેડ ડિસ્પ્લે મળે છે.
  • અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન: સંપૂર્ણપણે ખુલ્લો હોય ત્યારે iPhone Duo એપલ દ્વારા અત્યાર સુધી બનાવવામાં આવેલો સૌથી પાતળો આઇફોન બની જાય છે.
  • કેમેરા પ્લેટોમાં ઘટકોનું પેકિંગ: ફોનની બોડીના બંને પાતળા ભાગોને અત્યંત સ્લિમ રાખવા માટે એપલે મોટાભાગના મુખ્ય ઇન્ટરનલ હાર્ડવેર કમ્પોનન્ટ્સને કેમેરા મોડ્યુલના ઉભારમાં એકત્રિત કરીને ડિઝાઇન કર્યા છે.

ભારતમાં કિંમત ₹2,99,900થી શરૂ, ડ્યુઅલ ડિસ્પ્લે અને ફિઝિકલ સિમ વગરનો સ્માર્ટફોન

એપલે પોતાના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duoના સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ, સોફ્ટવેર ક્ષમતાઓ અને કિંમતો પરથી સત્તાવાર પડદો ઉઠાવી દીધો છે. "એવો આઇફોન જેવો અન્ય કોઈ આઇફોન નથી" તેવા દાવા સાથે કંપનીએ ફોલ્ડેબલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. આ ડિવાઇસને નવા ફોર્મ ફેક્ટર પ્રમાણે અનુકૂળ બનાવવા માટે iOSના ઇન્ટરફેસમાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે.

iPhone Duo માટે iOSમાં મોટો બદલાવ

એપલે નવા હાર્ડવેર મુજબ ઓપરેટિંગ સિસ્ટમને સંપૂર્ણપણે રી-ડિઝાઇન કરી છે:

કન્ટેન્ટ એક્સપાન્શન: ફોન ખોલતાં જ કવર સ્ક્રીન પરનું કન્ટેન્ટ સીમલેસ રીતે અંદરની મોટી ડિસ્પ્લે પર વિસ્તરી જાય છે, જ્યારે મુખ્ય કંટ્રોલ્સ અંગૂઠાની પહોંચમાં સાઇડ પર સ્થિર રહે છે.

વર્ટિકલ હોમ સ્ક્રીન ડોક: પરિચિત હોમ સ્ક્રીન ડોકને હવે વર્ટિકલ ઓરિએન્ટેશન આપવામાં આવ્યો છે.

કોમ્પેક્ટ સ્ટેટસ બાર: સ્ટેટસ બારને સ્ક્રીનના ખૂણામાં એક કોમ્પેક્ટ સિસ્ટમ તરીકે ફિટ કરવામાં આવ્યો છે.

ડાયનેમિક રિસ્પોન્સ: ફોલ્ડ કરતી વખતે, આડો ફેરવતી વખતે કે ડિસ્પ્લે ઉલટાવતી વખતે સમગ્ર ઇન્ટરફેસ આપોઆપ અનુકૂળ થઈ જાય છે.

મુખ્ય હાર્ડવેર સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે: અંદર 7.6-ઇંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે (iPhone 18 Pro Max કરતાં 50% મોટી અને iPhone 18 Pro કરતાં 80% મોટી) અને બહાર 5.4-ઇંચની કવર સ્ક્રીન આપવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં બંને ડિસ્પ્લે પર Apple Pencil સપોર્ટ પણ મળશે.

સિક્યોરિટી અને કલર્સ: સાઇડ-બટન ટચ આઈડી અને Apple Watch અનલોકિંગ સપોર્ટ. આ ડિવાઇસ સ્ટાર વ્હાઇટ અને નાઇટ સ્કાય એમ બે ફિનિશમાં મળશે.

ડ્યુરેબિલિટી: IP68 રેટિંગ સાથે આગળ સિરામિક શિલ્ડ 2 અને પાછળ સિરામિક શિલ્ડનું રક્ષણ આપવામાં આવ્યું છે. ફોનને મજબૂતી આપવા માટે ઇન્ટરનલ રિબ્ડ સ્ટ્રક્ચર અને સિરામિક-રિએન્ફોર્સ્ડ એન્ટેના સ્પ્લિટ્સ આપવામાં આવ્યા છે.

મજબૂતી પાછળનું અદ્યતન એન્જિનિયરિંગ

સ્ક્રીન પર દેખાતી ક્રિઝ ઘટાડવા અને ગ્લેર રોકવા માટે માસ્કલેસ લેઝર લિથોગ્રાફી દ્વારા કસ્ટમ મેટ નેનો-ટેક્ષ્ચર ફિનિશ તૈયાર કરાઈ છે. ફોલ્ડિંગ દરમિયાન સ્ક્રીન ચોપડીના પાનાની જેમ સરકી શકે તે માટે મલ્ટી-લેયર લેમિનેશનમાં વિસ્કોઇલાસ્ટિક એડહેસિવ્સનો ઉપયોગ થયો છે, જેથી લાંબા ગાળે વિકૃતિ ન આવે. તેને ટાઇટેનિયમ બોટમ પ્લેટ, કાર્બન ફાઇબર સપોર્ટ પ્લેટ્સ અને 100થી વધુ પ્રિસિઝન કમ્પોનન્ટ્સ ધરાવતી અત્યંત ચોક્કસ હિન્જ ટેકો આપે છે.

પર્ફોર્મન્સ, કેમેરા અને કનેક્ટિવિટી

પ્રોસેસર અને મોડેમ: આ ડિવાઇસ A20 Pro ચિપ પર ચાલે છે, જે iPhone 17 Pro કરતાં 35% વધુ સસ્ટેઇન્ડ પર્ફોર્મન્સ આપે છે. આ ઉપરાંત એપલનું પોતાનું ઇન-હાઉસ C2 સેલ્યુલર મોડેમ કનેક્ટિવિટીને બહેતર બનાવે છે.

સંપૂર્ણપણે eSIM મોડેલ: એપલે ફિઝિકલ સિમ ટ્રે સંપૂર્ણપણે હટાવી દીધી છે; iPhone Duo વિશ્વભરમાં માત્ર eSIM-ઓન્લી ડિવાઇસ રહેશે.

ડ્યુઅલ-સેલ બેટરી: બંને બાજુએ અલગ-અલગ બેટરી આપવામાં આવી છે જે એક યુનિફાઇડ સેલ તરીકે કામ કરે છે. અંદરની સ્ક્રીન પર 31 કલાક અને બહારની સ્ક્રીન પર 44 કલાક સુધીનો વીડિયો પ્લેબેક ટાઇમ મળે છે.

કેમેરા સેટઅપ: મેઇન કેમેરામાં 2x ટેલિફોટો સાથે 48MP ફ્યુઝન સેન્સર, iPhone 18 Proમાંથી લેવાયેલો 48MP ફ્યુઝન અલ્ટ્રા-વાઇડ લેન્સ અને કવર ડિસ્પ્લે પર 12MP સેન્ટર સ્ટેજ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

કિંમત અને ઉપલબ્ધતા

  • ભારતમાં કિંમત: iPhone Duo (256GB)ની પ્રારંભિક કિંમત ₹2,99,900 રાખવામાં આવી છે.
  • પ્રી-ઓર્ડર અને વેચાણ: પ્રી-ઓર્ડર 16 ઓક્ટોબર 2026થી શરૂ થશે અને સ્ટોર્સમાં તેનું વેચાણ 23 ઓક્ટોબર 2026થી શરૂ થશે.
burgandy.jpeg

ચાર આકર્ષક કલર વેરિઅન્ટ્સમાં રજૂ થયા નવા ફ્લેગશિપ મોડલ્સ

એપલે પોતાના વાર્ષિક લોન્ચિંગ કાર્યક્રમમાં બહુપ્રતિક્ષિત નેક્સ્ટ જનરેશન ફ્લેગશિપ સ્માર્ટફોન્સ iPhone 18 Pro અને iPhone 18 Pro Max સત્તાવાર રીતે લોન્ચ કરી દીધા છે. અત્યાધુનિક ફીચર્સ અને પ્રીમિયમ ડિઝાઈન સાથે રજૂ કરવામાં આવેલા આ બંને નવા પ્રો મોડલ્સ યુઝર્સ માટે ચાર આકર્ષક કલર વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે:

  • બ્લેક
  • સિલ્વર
  • ગ્લેશિયર
  • બરગન્ડી

પ્રીમિયમ લુક અને નવી કલર પેલેટ સાથે એપલે પોતાના ટોપ-એન્ડ પ્રો લાઇનઅપને વધુ આકર્ષક બનાવ્યું છે, જેમાં ખાસ કરીને નવો ગ્લેશિયર અને એલિગન્ટ બરગન્ડી શેડ ગ્રાહકોમાં મોટું આકર્ષણ જમાવશે.

iPhone 18 Pro સીરિઝની કિંમતો જાહેર

એપલે પોતાના ફ્લેગશિપ લાઇનઅપ iPhone 18 Pro અને iPhone 18 Pro Maxની સત્તાવાર કિંમતો, ઉપલબ્ધતા અને વેચાણ તારીખોની જાહેરાત Apple Newsroom પર કરી દીધી છે. કંપનીએ આ વખતે બેઝ વેરિઅન્ટને 256GBથી શરૂ કર્યું છે, જ્યારે પ્રો ફોટોગ્રાફી અને 4K વીડિયો ફૂટેજના મોટા સંગ્રહ માટે નવો 2TBનો જંગી સ્ટોરેજ વિકલ્પ પણ રજૂ કર્યો છે.

ભારત અને અમેરિકામાં વેરિઅન્ટ મુજબ કિંમતો:

  • iPhone 18 Pro (256GB): ભારતમાં પ્રારંભિક કિંમત ₹1,64,900 (યુએસમાં $1,199)
  • iPhone 18 Pro Max (256GB): ભારતમાં પ્રારંભિક કિંમત ₹1,79,900 (યુએસમાં $1,299)
  • સ્ટોરેજ વિકલ્પો: બંને પ્રો મોડલ્સ 256GB, 512GB, 1TB અને મહત્તમ 2TB સ્ટોરેજ ક્ષમતામાં ઉપલબ્ધ રહેશે.

પેમેન્ટ અને ટ્રેડ-ઇન ઓફર્સ

Apple Upgrade Program: ગ્રાહકો માટે 24 મહિના માટે $34.99 પ્રતિ માસથી આ પ્રોગ્રામ શરૂ થાય છે (ટ્રેડ-ઇન સાથે આ રકમ વધુ ઓછી થઈ શકે છે).
ટ્રેડ-ઇન ડિસ્કાઉન્ટ: iPhone 14 કે તેનાથી નવા મોડલ એક્સચેન્જ કરવા પર ગ્રાહકોને $1,200 સુધીનું મોટું ટ્રેડ-ઇન ડિસ્કાઉન્ટ મળી શકશે.
પ્રી-ઓર્ડર અને વેચાણ તારીખ:
પ્રી-ઓર્ડર શરૂ: શનિવાર, 12 સપ્ટેમ્બર 2026
સ્ટોર ઉપલબ્ધતા અને ડિલિવરી: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2026થી તમામ અધિકૃત રિટેલ સ્ટોર્સ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર વેચાણ શરૂ થશે.

Apple Intelligenceમાં જોડાયા નવા સિરી ફીચર્સ અને AI ડિક્ટેશન

એપલે પોતાની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ Apple Intelligenceનો વ્યાપ વધારતા સિરી માટે અદ્યતન ફીચર્સ અને AI-સંચાલિત અપડેટ્સની જાહેરાત કરી છે. આ નવા અપડેટ સાથે કંપનીએ સિરીની ક્ષમતાઓમાં મોટો સુધારો કર્યો છે, જેમાં કેમેરા એપ સાથે સિરીનું સીધું ઇન્ટિગ્રેશન અને વધુ નેચરલ તથા એક્સપ્રેસિવ અવાજોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિસ્ટમ-વાઇડ ડિક્ટેશનને પણ AIના માધ્યમથી પહેલાં કરતાં ઘણું વધુ સચોટ અને પાવરફુલ બનાવવામાં આવ્યું છે.

Siri.jpg

Apple Intelligence અને સિરીના મુખ્ય નવા ફીચર્સ:

  • કેમેરા એપ સાથે સિરી ઇન્ટિગ્રેશન: યુઝર્સ હવે કેમેરા એપની અંદર જ સિરીનો ઉપયોગ કરીને સીધા વૉઇસ કમાન્ડ દ્વારા વિવિધ શૂટિંગ મોડ્સ અને કેમેરા કંટ્રોલ્સ ઓપરેટ કરી શકશે.
  • વધુ એક્સપ્રેસિવ અવાજો: સિરીના વોઇસ મોડ્યુલેશનમાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી તે વાતચીત દરમિયાન વધુ કુદરતી, સ્પષ્ટ અને અભિવ્યક્તિસભર લાગે.
  • AI-સંચાલિત પાવરફુલ ડિક્ટેશન: સમગ્ર ઓપરેટિંગ સિસ્ટમમાં ટાઇપિંગ અને કમાન્ડ્સ માટે આપવામાં આવેલા ડિક્ટેશન ટૂલને એડવાન્સ AI સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેનાથી બોલેલા શબ્દો ઝડપથી અને સચોટ રીતે ટેક્સ્ટમાં કન્વર્ટ થશે.

EU અને ચીનમાં Siri AI ફીચર્સ ઉપલબ્ધ નહીં રહે

એપલે સ્પષ્ટતા કરી છે કે નિયમનકારી અને કાનૂની અવરોધોના કારણે યુરોપિયન યુનિયન અને ચીનના યુઝર્સ માટે આ નવા Siri AI ફીચર્સ ઉપલબ્ધ રહેશે નહીં. આ દેશો સિવાય વૈશ્વિક સ્તરે એલિજિબલ ડિવાઇસીસ પર આ અપડેટ્સ તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે.

A20.jpg

iPhone 18 Proમાં મળશે નેક્સ્ટ જનરેશન 2nm A20 Pro ચિપ

એપલે પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન્સ iPhone 18 Pro અને iPhone 18 Pro Maxમાં અત્યાધુનિક 2nm A20 Pro ચિપ આપવાની જાહેરાત કરી છે. સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં 2-નેનોમીટર આર્કિટેક્ચર પર બનેલી આ નવી ચિપ આઇફોનની કામગીરી, બેટરી કાર્યક્ષમતા અને ગ્રાફિક્સ ક્ષમતાઓને નવા લેવલ પર લઈ જશે.

A20 Pro ચિપના મુખ્ય સ્પેસિફિકેશન્સ અને સુધારા:

  • 6-કોર પાવરફુલ CPU: નવી ચિપનું સિક્સ-કોર CPU અગાઉની સરખામણીએ 20% સુધી વધુ ઝડપી પરફોર્મન્સ આપે છે.
  • 7-કોર એડવાન્સ GPU: સેવન-કોર GPUની મદદથી ગ્રાફિક્સ ક્ષમતામાં 40% સુધીનો મોટો ઉછાળો જોવા મળશે, જેનાથી હાઈ-એન્ડ ગેમિંગ અને વિડીયો રેન્ડરિંગ અત્યંત સ્મૂધ બનશે.
  • 50% વધુ મેમરી બેન્ડવિડ્થ: આ ચિપસેટ 50% વધારે મેમરી બેન્ડવિડ્થ પૂરી પાડે છે, જેના પરિણામે ભારે એપ્લિકેશન્સ, મલ્ટીટાસ્કિંગ અને AI ફીચર્સ સુપરફાસ્ટ સ્પીડથી રન થઈ શકશે.
45 hours.jpg

iPhone 18 Pro Maxમાં મળશે 45 કલાક સુધીની દમદાર બેટરી લાઇફ

એપલે પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન લાઇનઅપમાં બેટરી પરફોર્મન્સને લઈને મોટો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, iPhone 18 Pro સિંગલ ચાર્જ પર 36 કલાક સુધીની બેટરી લાઇફ પૂરી પાડે છે, જ્યારે ટોપ-એન્ડ મોડલ iPhone 18 Pro Max અસાધારણ રીતે 45 કલાક સુધીની બેટરી લાઇફ આપે છે.

આ સુધારા સાથે iPhone 18 Pro Max નવી iPhone 18 Pro સીરિઝમાં સૌથી લાંબો બેટરી બેકઅપ આપનારો સ્માર્ટફોન બની ગયો છે, જે યુઝર્સને વારંવાર ચાર્જિંગની ઝંઝટમાંથી મુક્તિ આપશે.

Variable Camera.jpg

iPhone 18 Pro કેમેરામાં મળશે બહેતર લાઇટ કંટ્રોલ, હીટિંગ સમસ્યાથી મળશે મુક્તિ

એપલે પોતાના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Proમાં ફોટોગ્રાફી અને પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને બે મોટા હાર્ડવેર અપગ્રેડ્સ રજૂ કર્યા છે. આ નવા મોડલમાં કેમેરા માટે વેરિએબલ અપર્ચર અને હીટ મેનેજમેન્ટ માટે અપગ્રેડેડ વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

નવા ફીચર્સની મુખ્ય વિશેષતાઓ:

  • વેરિએબલ અપર્ચર કેમેરા: આ નવી મિકેનિકલ ટેકનોલોજીની મદદથી કેમેરા લેન્સમાં પ્રવેશતા Light intake પર યુઝર્સને વધુ ચોક્કસ અને સચોટ કંટ્રોલ મળશે. ઓછા પ્રકાશમાં વધુ લાઈટ મેળવવા માટે અપર્ચર પહોળું થશે અને બ્રાઈટ લાઈટમાં શાર્પ ડીટેઈલિંગ તથા નેચરલ ડેપ્થ-ઓફ-ફિલ્ડ કંટ્રોલ કરવામાં મદદ કરશે.
  • અપગ્રેડેડ વેપર ચેમ્બર કૂલિંગ: ભારે પ્રોસેસિંગ, હાઈ-એન્ડ ગેમિંગ, 4K વિડિયો રેકોર્ડિંગ કે AI ટાસ્ક દરમિયાન ફોનને વધુ પડતો ગરમ થતો અટકાવવા માટે અદ્યતન વેપર ચેમ્બર ડિઝાઈન કરવામાં આવી છે. આ થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ ડિવાઇસને ઠંડુ રાખીને પીક પરફોર્મન્સ લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરશે.
Control.jpg

એપલે રજૂ કર્યું "Pro Controls": કેમેરા માટે આવ્યા સંપૂર્ણ મેન્યુઅલ કંટ્રોલ્સ

યુઝર્સની વર્ષો જૂની માંગણીનો અંત લાવતાં એપલે iOSના મૂળ કેમેરા ઇન્ટરફેસમાં પ્રોફેશનલ મેન્યુઅલ કંટ્રોલ્સ આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીએ કેમેરા એપની અંદર જ ક્રિએટિવ ટૂલ્સનો એક સમર્પિત સેટ રજૂ કર્યો છે, જેને "Pro Controls" નામ આપવામાં આવ્યું છે. આ નવા અપડેટ પછી ફોટોગ્રાફર્સ અને યુઝર્સે મેન્યુઅલ સેટિંગ્સ માટે કોઈપણ થર્ડ-પાર્ટી કેમેરા એપ પર નિર્ભર રહેવું પડશે નહીં.

Pro Controlsના મુખ્ય ફીચર્સ:

  • મેન્યુઅલી અપર્ચર એડજસ્ટમેન્ટ: યુઝર્સ હવે લેન્સનું ફિઝિકલ ઓપનિંગ પોતાની મરજી મુજબ એડજસ્ટ કરી શકશે, જેનાથી ફોટોમાં પ્રવેશતા Light intake અને ડેપ્થ-ઓફ-ફિલ્ડ પર ચોક્કસ કંટ્રોલ મળશે.
  • શટર સ્પીડ કંટ્રોલ: એક્સપોઝર ટાઇમ પર સંપૂર્ણ નિયંત્રણ રાખીને યુઝર્સ સુપર-ફાસ્ટ એક્શન શૉટ્સ ફ્રીઝ કરી શકશે અથવા અદભુત લોંગ એક્સપોઝર ફોટોગ્રાફી કરી શકશે.
  • વ્હાઇટ બેલેન્સ: શૂટિંગની પરિસ્થિતિ અને લાઇટિંગ પ્રમાણે કલર ટેમ્પરેચરને રિયલ-ટાઇમમાં ફાઇન-ટ્યુન કરવાની સુવિધા મળશે.
  • લાઈવ હિસ્ટોગ્રામ: શટર બટન દબાવતાં પહેલાં સ્ક્રીન પર જ રિયલ-ટાઇમમાં એક્સપોઝર લેવલ્સ ચકાસી શકાશે, જેથી ઓવર-એક્સપોઝર કે અંડર-એક્સપોઝરથી બચી શકાય.

એપલના જણાવ્યા મુજબ, આ નવું પ્રો કંટ્રોલ સ્યુટ મોબાઇલ ફોટોગ્રાફર્સને હાર્ડવેર લેવલ પર સંપૂર્ણ નિયંત્રણ આપીને એવા અનોખા શૉટ્સ લેવાની ક્ષમતા પ્રદાન કરશે, જે અગાઉ આઇફોન પર શક્ય નહોતા.

Apple Photo.jpg

ડીપફેક સામે એપલનું મોટું પગલું: ફોટો અસલી છે કે એડિટેડ તે સાબિત થશે

આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેકના યુગમાં તસવીરોની સત્યાર્થતા ચકાસવી અત્યંત પડકારજનક બની ગઈ છે. આ સમસ્યા સામે લડવા માટે એપલે Apple Newsroom પરથી પોતાના ફ્લેગશિપ iPhone 18 Pro માં એક ક્રાંતિકારી સુરક્ષા ફીચર રજૂ કર્યું છે, જેને ‘Apple Reference Image’ નામ આપવામાં આવ્યું છે.

‘ડિજિટલ નેગેટિવ’ સમાન નવી ટેકનોલોજી કેવી રીતે કામ કરશે?

એપલે સ્ટેજ પરથી જણાવ્યું હતું કે આ ફીચર કેમેરા જગતમાં જૂની પરંપરાગત રીલના "ડિજિટલ નેગેટિવ" સમાન સાબિત થશે:

  • પિક્સેલ-લેવલ ક્રિપ્ટોગ્રાફિક સાઇનિંગ: iPhone 18 Proના મેઇન કેમેરામાં આપવામાં આવેલો નવો સેન્સર તસવીર ખેંચાતી ક્ષણે જ તેના દરેક પિક્સેલ લેવલ ડેટાને ડિજિટલ રીતે ક્રિપ્ટોગ્રાફિકલી સાઇન કરી લે છે.
  • પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યુટ: આ સાઇન થયેલા ડેટાને એપલની સુરક્ષિત પ્રાઇવેટ ક્લાઉડ સિસ્ટમ એક કાયમી અને ક્યારેય છેડછાડ ન થઈ શકે તેવી સંદર્ભ તસવીરમાં રૂપાંતરિત કરે છે.
  • Photos એપમાં સંગ્રહ: આ અપરિવર્તનશીલ રેફરન્સ ઇમેજ સીધી Photos એપમાં મુખ્ય ફોટોની સાથે જ સંગ્રહિત રહે છે, જેથી ભવિષ્યમાં કોઈપણ એડિટિંગ કે ફેરફાર થાય તો મૂળ તસવીર સાથે સરખાવીને તેની સત્યતા સાબિત કરી શકાય છે.

આ ટેકનોલોજી ફોટોજર્નાલિસ્ટ્સ, ફોટોગ્રાફર્સ, લીગલ પુરાવાઓ અને સામાન્ય યુઝર્સ માટે ડીપફેક અને બનાવટી AI તસવીરોથી બચવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડશે.

AirPods.jpg

એપલે લોન્ચ કર્યા AirPods 5

એપલે પોતાના વાર્ષિક લોન્ચિંગ કાર્યક્રમમાં ઓડિયો કેટેગરીમાં મોટું અપગ્રેડ કરતાં AirPods 5ની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ નવા ઈયરબડ્સ ઓપન-ઈયર ડિઝાઇનમાં સમગ્ર ઈન્ડસ્ટ્રીનું શ્રેષ્ઠ એક્ટિવ નોઈઝ કેન્સલેશન (ANC) પૂરું પાડે છે. યુઝર્સની મનપસંદ ઓપન-એર ફિટ જાળવી રાખવાની સાથે એપલે તેમાં વધુ રિચ અને ડીટેઈલ્ડ સાઉન્ડ પ્રોફાઇલ આપી છે, જે કાનના વિવિધ આકારો માટે અનુકૂળ રહે તે રીતે ટ્યુન કરવામાં આવી છે.

સૌથી મોટો સુધારો નોઈઝ કેન્સલેશનમાં થયો છે, જેમાં AirPods 4ની સરખામણીએ 50% વધુ નોઈઝ રિડક્શન મળે છે.

AirPods 5 લાઇનઅપ અને મુખ્ય સ્પેસિફિકેશન્સ:

1. AirPods 5 સ્ટાન્ડર્ડ મોડલ ($129)

ઓપન-ઈયર ANC: લોકપ્રિય ઓપન-ઈયર ડિઝાઇન સાથે AirPods 4 કરતાં 50% વધારે નોઈઝ કેન્સલેશન ક્ષમતા.

બહેતર સાઉન્ડ ક્વોલિટી: કાનના તમામ શેપ માટે રિચ અને વિસ્તૃત ઑડિયો આઉટપુટ.

Apple Intelligence સપોર્ટ: હેન્ડ્સ-ફ્રી 'Hey Siri' અને રિયલ-ટાઇમ લાઇવ ટ્રાન્સલેશન સુવિધા.

ડ્યુરેબિલિટી: અગાઉ કરતાં વધુ મજબૂત અને ટકાઉ મટિરિયલ રી-એન્જિનિયરિંગ.

બેટરી લાઇફ: ANC સાથે 4 કલાકથી વધુ સિંગલ પ્લેબેક અને કેસ સાથે કુલ 20 કલાક સુધીનો બેટરી બેકઅપ.

2. AirPods 5 અપગ્રેડેડ મોડલ ($149)

સ્ટેમ પર ફિઝિકલ વોલ્યુમ કંટ્રોલ: ઈયરબડના સ્ટેમ (દાંડી) પર જ ફિઝિકલ વોલ્યુમ કંટ્રોલ આપવામાં આવ્યું છે, જેનાથી સ્લાઇડ કે પ્રેસ કરીને સીધો અવાજ નિયંત્રિત કરી શકાશે.

વધારે બેટરી ક્ષમતા: નવી બેટરી સેલ ટેકનોલોજીના દમ પર ANC ચાલુ હોવા છતાં 5 કલાક સુધીની બેટરી લાઇફ.

વાયરલેસ ચાર્જિંગ કેસ: ચાર્જિંગ કેસ Apple Watch ચાર્જર તેમજ માનક Qi વાયરલેસ ચાર્જર્સને સપોર્ટ કરે છે.

બુકિંગ અને ઉપલબ્ધતા

બંને વેરિઅન્ટ્સ માટે પ્રી-ઓર્ડર આજથી જ શરૂ થઈ ચૂક્યા છે, જ્યારે સ્ટોર્સ અને ગ્રાહકો માટે તેનું સત્તાવાર વેચાણ 18 સપ્ટેમ્બર 2026થી શરૂ થશે.