Get The App

ટેસ્લાની મોડલ Y કાર કરતાં મોંઘી છે આ 4 TB રેમ, જાણો કેમ…

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
ટેસ્લાની મોડલ Y કાર કરતાં મોંઘી છે આ 4 TB રેમ, જાણો કેમ… 1 - image


RAM more expensive than Tesla: નવી એન્ટરપ્રાઇઝ-ગ્રેડની DDR5 મેમરીની કિંમતને લઈને ટેક ઇન્ડસ્ટ્રીમાં લોકો અવાક થઈ ગયા છે. આ માટેનું કારણ એ છે કે તે ઇલોન મસ્કની કંપની ટેસ્લાની મોડલ Y ઇલેક્ટ્રિક કાર કરતાં પણ મોંઘી છે. ટેસ્લાની ગણતરી લક્ઝુરિયસ કારમાં થાય છે. આ DDR5 ખાસ કરીને ડેટા સેન્ટર અને હાઇ-પર્ફોર્મન્સ વર્કસ્ટેશન માટે બનાવવામાં આવી છે અને એ 4 TBની છે. આ રેમની કિંમત 76,999 અમેરિકન ડોલર એટલે કે અંદાજે 69.25 લાખ રૂપિયાની આસપાસ છે. માર્કેટમાં આ અત્યાર સુધીની સૌથી મોંઘી રેમ છે. આ રેમ કિટને NEMIX દ્વારા બનાવવામાં આવી છે અને એ રોજિંદા યુઝર્સ અથવા તો ગેમર્સ માટે નથી.  

4 TB રેમ કિટના એડવાન્સ ફીચર્સ  

4 TB રેમ કિટમાં 256 GB DDR5 RDIMMsની 16 અલગ-અલગ રેમ છે. આ તમામ રેમને ભેગી કરીને 4 TB રેમ કિટ બનાવવામાં આવી છે. જોકે દરેક મેમરી રજિસ્ટર્ડ મેમરી મોડ્યુલ છે. આ દરેક મોડ્યુલમાં બિલ્ટ-ઇન બફરિંગ અને ફુલ એરર કરેકશન સપોર્ટ છે. એના કારણે એન્ટરપ્રાઇઝ એના પર વધુ નિર્ભર રહી શકે છે. સામાન્ય ડેસ્કટોપ સિસ્ટમ માટે આ ફીચરની જરૂરિયાત નથી. આ કિટ DDR5-6400 સ્પીડ પર કામ કરે છે જેમાં 52ની CAS લેટન્સી છે અને એ 1.1V પર કામ કરે છે. ગેમિંગ પર્ફોર્મન્સ કરતાં પણ સુપર વર્કલોડ્સને બેલેન્સ કરવા માટે આ ખૂબ જ જરૂરી છે.  

શું છે RDIMMs ટેકનોલોજી?  

DDR5 કરતાં આ એક એડવાન્સ ટેકનોલોજી છે. એને રજિસ્ટર્ડ DIMMs કહેવામાં આવે છે. એમાં એડિશનલ કોમ્પોનેન્ટ્સ હોય છે. એમાં સિગ્નલની ઇન્ટેગ્રિટી વધુ હોય છે તેમ જ પર સિસ્ટમ મેમરી કેપેસિટીમાં ખૂબ જ વધારો કરે છે. આ ફીચરને કારણે આ રેમ ખૂબ જ કોમ્પ્લેક્સ અને મોંઘી બને છે. એનું કારણ છે કે એક GB મેમરી માટે એનું કોસ્ટિંગ ખૂબ જ વધુ થાય છે જે સામાન્ય PC કરતાં પણ વધુ છે. 4TB રેમ કિટ પહેલાં 70,800 અમેરિકન ડોલરની હતી, પરંતુ એની કિંમતમાં વધારો થયો છે અને એ હવે 76,999 અમેરિકન ડોલરની છે. આ કિંમતને કારણે એની સરખામણી ટેસ્લા મોડલ Y સાથે થઈ રહી છે.  

આ પણ વાંચો: AI જાતે જ હેકિંગ શીખી રહ્યું છે... રાષ્ટ્રીય સુરક્ષાને પણ જોખમ હોવાની સેમ ઓલ્ટમેનની ચેતવણી

લક્ઝરી કાર કરતાં પણ વધુ છે કિંમત  

આ રેમની કિંમતમાં 6,119 અમેરિકન ડોલર વધી છે. એટલે કે અંદાજે 5.57 લાખ રૂપિયા વધી છે જે એક હાઇ-એન્ડ ગેમિંગ કોમ્પ્યુટર કરતાં પણ ખૂબ જ વધુ છે. ભારતમાં 2025માં ટેસ્લા મોડલ Yની કિંમત 59.89 લાખ રૂપિયા છે અને ટોપ મોડલની કિંમત 73.89 લાખ રૂપિયા છે. એના કારણે આ 4TB રેમ કિટની કિંમત ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર કરતાં પણ વધુ છે. આથી ડેટા સેન્ટરમાં હવે 4TB રેમ કિટનો સમાવેશ કરવું એક લક્ઝુરિયસ કાર કરતાં પણ વધુ છે.  

કોના માટે બનાવવામાં આવી છે આ કિટ?  

આ 4TB રેમ કિટ સામાન્ય ઉપયોગ માટે નથી. આ રેમને ખાસ કરીને હાઇપરસ્કેલર્સ, રિસર્ચ ઇન્સ્ટીટ્યુશન અને એન્ટરપ્રાઇઝ માટે બનાવવામાં આવી છે.