Appleમાં નવા યુગની શરૂઆત: ટિમ કુકે 15 વર્ષ બાદ CEO પદ છોડ્યું, જ્હોન ટર્નસ બન્યા નવા બોસ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

John Ternus Takes Over As Apple CEO Succeeding Tim Cook: ટેક જગતની સૌથી મોટી કંપની એપલમાં 15 વર્ષ બાદ ઐતિહાસિક નેતૃત્વ પરિવર્તન થયું છે. 1 સપ્ટેમ્બર 2026થી ટિમ કુકના સ્થાને જ્હોન ટર્નસએ કંપનીના નવા CEO તરીકે સત્તાવાર રીતે જવાબદારી સંભાળી લીધી છે. ટિમ કુકે ઓગસ્ટ 2011માં સ્ટીવ જોબ્સ પછી એપલના CEOની કમાન સંભાળી હતી.
પદ છોડવાના એક દિવસ પહેલાં ટિમ કુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભાવુક પોસ્ટ લખતાં જણાવ્યું હતું કે,
"કાલે મારું ટાઇટલ બદલાઈ જશે, પરંતુ એપલ કમ્યુનિટી પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય નહીં બદલાય."
ટિમ કુક હવે નિભાવશે એક્ઝિક્યુટિવ ચેરમેનની નવી ભૂમિકા
ટિમ કુક CEO પદ છોડ્યા પછી પણ કંપની સાથે સંપૂર્ણપણે જોડાયેલા રહેશે:
- તેઓ હવે એપલના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કામ કરશે.
- આ નવી ભૂમિકામાં તેઓ કંપનીના નીતિવિષયક મહત્ત્વપૂર્ણ નિર્ણયો અને વૈશ્વિક સ્તરે પોલિસી મેકર્સ સાથે વાતચીત તેમજ વ્યૂહાત્મક ભાગીદારીમાં સક્રિય મદદ કરશે.
- ટિમ કુકના નેતૃત્વમાં 2011માં કંપનીનું માર્કેટ કેપ $350 બિલિયન હતું, જે આજે વધીને $4.5 ટ્રિલિયનથી વધુ થઈ ગયું છે.
- તેમના 15 વર્ષના કાર્યકાળમાં એપલે Apple Watch, AirPods, HomePod અને Vision Pro જેવા ક્રાંતિકારી પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા તથા Apple Music અને Apple TV જેવી સર્વિસિસનો જબરદસ્ત વિસ્તાર કર્યો.
કોણ છે નવા CEO જ્હોન ટર્નસ?
કારકિર્દીની શરૂઆત: જ્હોન ટર્નસે વર્ષ 2001માં એપલ જોઈન કર્યું હતું. CEO બનતાં પહેલાં તેઓ કંપનીમાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ (હાર્ડવેર એન્જિનિયરિંગ) તરીકે ફરજ બજાવતા હતા.
80% આવક લાવતા પ્રોડક્ટ્સનું નેતૃત્વ: રિપોર્ટ્સ મુજબ, જ્હોન ટર્નસે એવા મુખ્ય પ્રોડક્ટ્સના ડેવલપમેન્ટનું સુપરવિઝન કર્યું છે જે એપલને આશરે 80% રેવન્યુ કમાઈ આપે છે. Mac, iPad, AirPods અને તાજેતરમાં iPhone Airના નિર્માણમાં તેમનું મોટું યોગદાન રહ્યું છે.
ઇન-હાઉસ M-સીરિઝ ચિપ્સ: Mac ડિવાઇસિસમાં ઇન્ટેલ ચિપ્સ હટાવીને એપલની પોતાની સુપરફાસ્ટ M-સીરિઝ સિલિકોન ચિપ્સ લાવવાનો અને Pro સીરિઝના વિસ્તરણનો શ્રેય પણ ટર્નસને જાય છે.
જાહેર ઉપસ્થિતિ: તાજેતરમાં iPhone 17 સીરિઝના લોન્ચ વખતે તેમણે iPhone Air અને આ વર્ષની શરૂઆતમાં MacBook Neo રજૂ કર્યા હતા. જોકે તેઓ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટથી દૂર રહેવાનું પસંદ કરે છે; એપ્રિલમાં જ્યારે નેતૃત્વ પરિવર્તનની જાહેરાત થઈ ત્યારે તેમની LinkedIn પ્રોફાઇલ પર ફોટો પણ નહોતો.
9 સપ્ટેમ્બરે CEO તરીકે પ્રથમ મોટી પબ્લિક ઇવેન્ટ
એપલ CEO તરીકે જ્હોન ટર્નસની પ્રથમ સત્તાવાર મોટી જાહેર ઉપસ્થિતિ 9 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાનાર એપલના મોટા લોન્ચ કાર્યક્રમમાં જોવા મળશે. આ ઇવેન્ટમાં કંપની iPhone 18 Pro સીરિઝ તેમજ પોતાનો પ્રથમ iPhone Fold માર્કેટમાં રજૂ કરી શકે છે.
ટિમ કુકની સેલરી અને કુલ સંપત્તિ
- વાર્ષિક કમાણી: એક રિપોર્ટ અનુસાર, ટિમ કુકે વર્ષ 2025માં આશરે $74.3 મિલિયન (આશરે ₹704 કરોડ)ની કમાણી કરી હતી. જેમાં બેઝ સેલરી ₹28 કરોડ હતી, જ્યારે બાકીનો હિસ્સો સ્ટોક એવોર્ડ્સ, નોન-ઇક્વિટી ઇન્સેન્ટિવ્સ અને અન્ય ભથ્થાંનો હતો.
- નેટ વર્થ: ફોર્બ્સના આંકડા અનુસાર, ટિમ કુકની કુલ અંદાજિત નેટવર્થ $3 બિલિયન (આશરે ₹28,400 કરોડ)થી વધુ છે.




