For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી છોડાયેલાં પાણી માળિયાનાં મીઠાંનાં અગરોમાં ઘુસ્યાં

Updated: Apr 29th, 2024

મોરબીના મચ્છુ-૩ ડેમમાંથી છોડાયેલાં પાણી માળિયાનાં મીઠાંનાં અગરોમાં ઘુસ્યાં

અગરિયાઓની મહેનત પર ફરી વળ્યા પાણી

હરિપર અને ગુલાબડી વાંઢ વિસ્તારના ૧૦૦ જેટલાં મીઠાનાં અગરોમાં પાણી ઘૂસી જતા મીઠું ઓગળી ગયાનો અગરિયા પરિવારો દ્વારા આક્ષેપ

મોરબી :  મોરબીના મચ્છુ ૩ ડેમમાં રીપેરીંગ સહિતની કામગીરી કરવાની હોવાથી પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણીનો પ્રવાહ માળિયા મિંયાણા તાલુકાના હરીપર અને ગુલાબડી વાંઢ વિસ્તારના મીઠાના અગરમાં ઘુસી જતા મીઠાના અગર પાણીમાં ગરક થતા અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો.

મોરબીના મચ્છુ ૩ ડેમમાં રીપેરીંગ સહિતની કામગીરી કરવાની હોવાથી મચ્છુ ૩ ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. અને પાણી છોડવામાં આવ્યું હતું. જે પાણી માળિયા તાલુકાના હરીપર અને ગુલાબડી વાંઢ વિસ્તારના મીઠાના અગરોમાં ઘુસી જતા ૧૦૦ જેટલા મીઠાના અગર પાણીમાં ગરક થયાની માહિતી પ્રાપ્ત થઇ છે.

માળિયા તાલુકામાં મીઠાનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે.હરીપર અને ગુલાબડી ગામ પાસે અનેક મીઠાના અગર આવેલ છે. જ્યાં અગરિયા પરિવાર લાંબા સમયથી મીઠું પકવી રહ્યા હતા. જોકે ડેમનું પાણી મીઠાના અગરમાં ઘુસી જતા અગરિયા પરિવારોની મહેનત પર પાણી ફરી વળ્યા છે. તંત્રએ આગોતરી જાણ કર્યા વગર પાણી છોડવા પાણી અગરમાં ઘુસી જતા મોટી નુકશાની થયાની અને તૈયાર મીઠાનો જથ્થો પાણીમાં ગરક થયાના આક્ષેપો પણ અગરિયા પરિવારો કરી રહ્યા છે.

Gujarat