For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

25 મી સુધી ભાવનગરમાં રાત્રી કરફર્યુ યથાવત રહેશે

Updated: Sep 15th, 2021

Article Content Image

- ગણેશ મહોત્સવના તહેવારના પગલે 19 મી સુધી 12 કલાકથી રાત્રી કરફર્યુ 

- તહેવાર બાદ રાત્રીના 11 થી સવારના 6 કલાક સુધી કરફર્યુ : રાત્રી કરફર્યુ અંગે જિલ્લા કલકેટરે ફરી જાહેરનામુ બહાર પાડયુ

ભાવનગર : કોરોના મહામારીના પગલે લાંબા સમયથી ભાવનગર શહેરમાં રાત્રી કરફર્યુનો નિયમ અમલમાં છે અને આગામી દિવસોમાં પણ રાત્રી કરફર્યુનો નિયમમાં અમલમાં રહેશે તેથી મંગળવારે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. ગણેશ મહોત્સવના તહેવારના પગલે ૧૯મી સુધી ૧ર કલાકથી રાત્રી કરફર્યુનો અમલ રહેશે. 

ભાવનગર સહિત રાજ્યની ૮ મહાપાલિકા વિસ્તારમાં કોરોનાના પગલે ઘણા દિવસથી રાત્રીના ૧૧ થી સવારના ૬ કલાક સુધી રાત્રી કરફર્યુનો નિયમ અમલમાં છે. તાજેતરમાં રાત્રી કરફર્યુનુ જાહેરનામાની મુદ્દત પૂર્ણ થતી હતી ત્યારે રાજ્ય સરકારે રાત્રી કરફર્યુનો નિયમ યથાવત રાખવા જણાવેલ છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર મંગળવારે ભાવનગરના જિલ્લા કલેકટરે તા. ૧પ થી તા. રપ સપ્ટેમ્બર દરમિયાન રાત્રીના ૧૧ થી સવારના ૬ કલાક સુધી રાત્રી કરફર્યુ યથાવત રાખવા જાહેરનામુ બહાર પાડેલ છે. આ જાહેરનામાનો અમલ તમામ લોકોને કરવો પડશે અને જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગણેશ મહોત્સવનો તહેવાર આગામી તા. ૧૯ સપ્ટેમ્બર સુધી ચાલશે તેથી તહેવારના પગલે ૧ર કલાકથી રાત્રી કરફર્યુનો અમલ થશે. તહેવાર પૂર્ણ થયા બાદ રાત્રીના ૧૧થી કરફર્યુનો અમલ શરૂ થશે. 

કાર્યક્રમમાં ૪૦૦ વ્યકિતની મર્યાદા, સામાજીક અંતર રાખવુ, માસ્ક પહેરવુ સહિતના નિયમો પણ અમલમાં રહેશે. રાત્રી કરફર્યુમાં પોલીસ, ફાયર, આરોગ્ય, મીડિયા વગેરે કેટલાક વ્યવસાય સાથે સંકળાયેલ લોકો છુટછાટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેથી રાહત છે. 

Gujarat