For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીનગરથી આદેશ છૂટયા બાદ યુનિવર્સિટીએ મતદાર નોંધણી ઓનલાઈન જાહેર કરવી પડી

- ઓફલાઈન નોંધણીના 23 દિવસ બાદ યુનિ.એ નિર્ણય બદલવો પડયો

Updated: Nov 23rd, 2021

Article Content Image

- વિદ્યાર્થી કાર્યકરોની રજૂઆત આખરે ફળી, ૩૦મી નવે. સુધી યુનિ. દ્વારા મતદારોની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન થઈ શકશે

રાજકોટ


સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટની ચુંટણી પુર્વે મતદારોની નોંધણી પ્રક્રિયા ઓફલાઈનને બદલે ઓનલાઈન કરવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી પછી લાંબા સમય સુધ નિર્મય લેવામાં નહી આવતા આ મુદ્દે ગાંધીનગરમાં શિક્ષણવિભાગ સુધી ફરિયાદો પહોંચ્યા પછી આખરે આજે ઓનલાઈન મતદાર નોંધણીનો નિર્ણય યુનિ. દ્વારા કરવામાં આવ્યો હતો જેના લીધે તા.૩૦ નવે. સુધી મતદારોની ઓનલાઈન નોંધણી થઈ શકશે. 

સૌરાષ્ટ્ર યુનિ.ની સેનેટની ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પહેલાં મતદાર યાદી સુધારણા માટે તેમજ નવા નામો ઉમેરવા માટે તા.૧ નવે.થી મતદારોની નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાંચ વર્ષ અગાઉ ઓનલાઈન મતદાર નોંધણી પ્રક્રિયા કરવામાં આવી હોવા છતાં સ્થાનિક વગદાર નેતાઓની ડીમાન્ડ પારો યુનિ. ઝુકી ગઈ હતી ઓનલાઈનને બદલે ઓફલાઈન નોંધણીનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જેની સામે દ્યિાર્થી પરીષદે વિરોધ દર્શાવી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી આપી હતી. તેમજ  ચુંટણી વહિવટકારોનો નિર્ણય જાહેર કર્યો હતો. અલબત તેમ છતાં યુનિ. એ ઓનલાઈન નોંધણી પ્રક્રિયાનો નિર્ણય જાહેર કર્યો ન્હોતો. અલબત આજે ગાંધીનગરથી ઓનલાઈન મતદાર પ૩ક્રિયા શરૂ કરવાનો આદેશ આપવામાં આવતા આજે બપોર બાદ યુનિ.એ ઓનલાઈન મતદાર નોંધણી માટે નિર્ણય કર્યો હતો. જેના કારણે હવે ઓનલાઈન અને ઓફલાઈન મતદારોની નોંધણી થશે જ. આવતીકાલ તા. ૨૪ ના ઓનલાઈન મતદાર નોંધણીની મુદતમાં વધારો કરવા સહિતના મુદે વિદ્યાર્થી પરીષદ દ્વારા રજુઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

Gujarat