લતીપુર ગામ નજીક અકસ્માતમાં સરપંચનાં ભાઈનું કરૃણ મોત

Updated: Jan 24th, 2023


કાર અને રિક્ષા વચ્ચે ટક્કર

છકડો રિક્ષા લઈને ધ્રોલ હાઈવે પર જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે ઠોકર મારી

જામનગર :  જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં ગઈકાલે વધુ એક ગોઝારો અકસ્માત થયો હતો. લતીપર હાઇવે રોડ પર એક કાર અને રિક્ષા છકડા વચ્ચેના અકસ્માતમાં લતિપર ગામના સરપંચના ભાઈનું ગંભીર ઈજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જે મામલે ધ્રોળ પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના લતીપર ગામના સરપંચ હસમુખભાઈ લાખાભાઈ સરવૈયાના નાનાભાઈ ચંદુભાઈ કે જેઓ છકડો રીક્ષા લઈને ધ્રોળ લતિપર હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન સામેથી પુરપાટ વેગી આવી રહેલી જી.જે.-૫  જે.એન. ૫૨૦૮ નંબરની કારના ચાલકે રીક્ષાછકડાને ઠોકરે ચડાવતાં છકડો પલટી ખાઈ ગયો હતો, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં રીક્ષા છકડાની અંદર બેઠેલા ચંદુભાઈ સરવૈયાને ગંભીર ઇજા થઈ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓએ સારવાર દરમિયાન દમ તોડયો છે. આ અકસ્માતના બનાવ અંગે લતીપર ગામના સરપંચ હસમુખભાઈ લાખાભાઈ સરવૈયાએ ધ્રોળ પોલીસ મથકમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.  જે બનાવ ના અનુસંધાને ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

    Sports

    RECENT NEWS