For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જામનગરના બ્રેઈનડેડ યુવાનના અંગદાન થકી 6 વ્યક્તિને નવજીવન

- ગ્રીન કોરીડોરની મદદથી ગણત્રીની મિનિટોમાં હૃદય અમદાવાદ પહોંચ્યું

Updated: Nov 24th, 2021

Article Content Image

- હેમરેજને કારણે મૃત્યુ પામનાર યુવાનના હૃદય, લીવર, કીડની અને ચક્ષઓનું દાન કરી માનવતાની મહેંક પ્રસરાવી

રાજકોટ


રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મૃત્યુ બાદ અંગદાનની પ્રવૃતિની મહેંક ધીમે ધીમે વિસ્તરતી રહી છે. આજે જામનગરના બ્રેઈનડેડ યુવાનના હૃદયને ગ્રીન કોરીડોરતી અમદાવાદ પહોંચાડી અન્ય વ્યક્તના શરીરમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. તેનાં લીવર, કીડની અને આંખોનું દાન પણ અન્ય પાંચ વ્યક્તિના જીવને ઉજાળનારા બની રહ્યાં હતાં.

સમાજમાં પ્રેરણારૂપ કિસ્સાની જાણવા મળતી વિગત એવી છે કે, જામનગરના વતની દિપક કિશોરભાઈ ત્રિવેદી (ઉ.વ.૪૨) ને ગત તા.૨૨ નવેમ્બરના રોજ સવારના સમયે અચાનક માથુ દુખ્યા બાદ ઉલ્ટી શરૂ થઈ જતા બેભાન બની ગયા હતાં. સૌ પ્રથમ તેમને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાંથી અહીની ખાનગી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા હતાં. સારવાર બાદ સફળતા નહી મળતા ડોકટરોએ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં. ત્યારબાદ તબીબોએ મૃતક યુવાનના પરિવારજનોને અંગદાન માટે સમજાવતા પરીવારની સંમતિ મળતા આજે તેઓના હૃદયને કીડની અન ેલીવરને અમદાવાદની હોસ્પિટલનાં દર્દીઓ માટે જયારે હોસ્પિટલના દર્દીઓ માટે જયારે રાજકતોટની સરકારી હોસ્પિટલમાં આંખનું દાન કરવામાં આવ્યું હતું. આમ પિતા કિશોરભાઈ અને માતા જયોતિબેનની ઉદારતાથી ૬ વ્યક્તિઓને નવું જીવન મળ્યું હતું. યુવાનનું હૃદય અને લીવર લેવા માટે અમદાવાદથી ૨૦ ડોકટરોની ટીમ આજે રાજકોટ આવી હતી. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ તબીબો સામે સંકલન સાધીને મૃતક યુવાનના અંગોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં અયોધ્યા ચોકથી એરપોર્ટ સુધી ગ્રીનકોરીડોર જાહેર થતા ગણત્રીની મીનીટોમાં જ તબીબો એરપોર્ટ પહોંચ્યા હતાં. આમ જામનગરના બ્રેઈનડેડ યુવાનનાં અંગદાનથી ૬ વ્યક્તિઓને નવું જીવન મળ્યું હતું.

Gujarat