Get The App

પાણીનો ચટાકો પડશે મોંઘો: 8 દિવસમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધતાં ઘેર ઘેર બિમારીના ખાટલા

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
પાણીનો ચટાકો પડશે મોંઘો:  8 દિવસમાં ઝાડા-ઉલ્ટીના કેસ વધતાં ઘેર ઘેર બિમારીના ખાટલા 1 - image


Panipuri News : રાજ્યમાં ચોમાસાની શરૂઆત બાદ અમુક જિલ્લાઓમાં કોલેરાએ માથુ ઉંચક્યું છે. કોલેરાની દહેશત વચ્ચે ભાવનગરમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી, તાવ અને શરદી-ઉધરસાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. નાના પીએચસી સેન્ટરથી સિવિલ હોસ્પિટલમાં દરરોજ થતી ઓપીડીમાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસો વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યાં છે.

કોલેરા ફેલાવાની સંભવિત શક્યતાને જોતા સર ટી. હોસ્પિટલ તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ કરીને દુષિત પાણીથી બનેલો ખોરાક આરોગવાથી કોલેરા થવાની શક્યતા વધારે રહેતી હોવાથી લોકોએ બહારનો દુષિત ખોરાક આરોગવાનું ટાળવું જોઈએ.

રાજ્યમાં ચોમાસાના પ્રારંભ બાદથી અમુક જિલ્લાઓમાં કોલેરાએ માથુ ઉંચક્યું છે. કોલેરાની દહેશત વચ્ચે ભાવનગરમાં જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી, તાવ અને શરદી-ઉધરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જિલ્લાના નાના પીએચસી સેન્ટરથી લઈ સિવિલ હોસ્પિટલમાં દરરોજ થતી ઓપીડીમાં શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસો વધારે આવી રહ્યાં છે. સર ટી. હોસ્પિટલના આંકડાઓ અનુસાર જુલાઈના પ્રથમ 8 દિવસમાં જ શરદી-ઉધરસના 16, તાવના 121 અને ઝાડા-ઉલ્ટીના 11 કેસ નોંધાઈ ચુક્યા છે.

કોલેરા ફેલાવાની સંભવિત શક્યતાને જોતા સર ટી. હોસ્પિટલ તંત્ર દ્વારા તૈયારીઓના ભાગરૂપે દવા, બેડની ઉપલબ્ધતા તથા લોક જાગૃતિ અંગેની સમિક્ષા સ્થાનિક કક્ષાએ કરવામાં આવી છે અને દર મહિને કલેક્ટર સાથેની બેઠકમાં પણ આ મુદ્દે તકેદારી અને તૈયાર રહેવા સુચનો કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે કોલેરા દુષિત પાણીમાંથી બનેલો ખોરાક આરોગવાથી થાય છે. લાંબો સમય સુધી દવા લેવા છતાં ઝાડા-ઉલ્ટી મટે નહી ત્યારે કોલેરાનો રિપોર્ટ કરાવવામાં આવે છે. કોલેરા થવા માટે વિબ્રિઓ કેેલેરી બેક્ટેરિયા જવાબદાર છે.

હાલ તો સર ટી. હોસ્પિટલમાં કોલેરાને લઈને  ચિંતાની સ્થિતિ નથી, પરંતુ ઝાડા-ઉલ્ટીના દર્દીઓ પર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદી વાતાવરણમાં લોકો હાઈજીનનું પાલનના થતું હોય તેવા સ્થળોથી ફાસ્ટફુડ, પાણીપુરી જેવા ખુલ્લા બજારું ખોરાક આરોગતા હોવાથી આવા ગંભીર રોગની ચપેટમાં આવી જવાની સંભાવના વધારે રહે છે.

ડોક્ટરોના મતે હાઈજીનનું પાલન ના થતું હોય તેવા સ્થળે પાણીપુરી આરોગવી મોંઘી સાબિત થઈ શકે છે. તે સિવાય પણ બજારમાં વેચાતા ખુલ્લા મસાલેદાર ખોરાક ખાવાનું હાલ ટાળવું જોઈએ. ઝાડા-ઉલ્ટી ઉપરાંત જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ તાવ તથા શરદી-ઉધરસના વધેલા કેસો પણ ચિંતાજનક છે.


Google NewsGoogle News