For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાવનગર જિલ્લામાં રૂ. 74.50 કરોડના વિકાસકાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાશે

Updated: Nov 17th, 2021

Article Content Image

- આજે સિહોરના અમરગઢ ખાતેથી આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ 

- જિલ્લા પંચાયતની 40 સીટ વિસ્તારમાં 4 વિકાસ રથ પરિભ્રમણ કરી યોજનાકીય જનજાગૃતિ ફેલાવશે

ભાવનગર : દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે પર આયોજિત 'આઝાદીનો અમૃત મહોત્સવ' અભિયાન અંતર્ગત ગ્રામવિકાસ વિભાગ અને અન્ય જુદા-જુદા ૧૧ વિભાગોને સાંકળીને આગામી આગામી તા.૧૮ થી ૨૦ નવેમ્બર એમ ત્રણ  દિવસ દરમિયાન 'આત્મનિર્ભર ગ્રામ યાત્રા'  દ્વારા યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાશે. 

ભાવનગર જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શરૂઆત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી આવતીકાલે  સવારે ૮ કલાકે સિહોર તાલુકાના અમરગઢ ખાતેથી પ્રારંભ કરાવશે. ત્રિદિવસીય અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં વિવિધ વિભાગોના રૂા. ૩,૨૬૫.૫૩ લાખના ૫૨૯ લોકાર્પણ અને રૂા. ૩,૮૭૮.૨૨ લાખના ૫૯૬ ખાતમુહૂર્તો કરવામાં આવશે. આ ઉપરાંત વ્યક્તિગત સહાયના ૧,૫૨૫ લાભાર્થીઓને રૂ.૩૨૬.૨૬ લાખની સહાયનું વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ પણ કરાશે. જેમાં જિલ્લાના વિવિધ સ્થળોએ પદાધિકારીઓ-મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રથ દ્વારા ગ્રામવિકાસ વિભાગ અને અન્ય ૧૧ વિભાગ સંલગ્ન વિવિધ યોજનાકીય વિગતોથી ગ્રામજનોને માહિતગાર કરાશે. તદઉપરાંત  વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ, લોન સહાયના ચેકોનું વિતરણ, વિવિધ કેમ્પો અને નિદર્શન શિબિરો, વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. 

ભાવનગર જિલ્લામાં ફાળવાયેલા ૪ આત્મનિર્ભર ગ્રામ રથો ભાવનગર જિલ્લા પંચાયતની ૪૦ બેઠક વિસ્તાર હેઠળ સમાવિષ્ટ ગામોમાં સવારે ૮ થી ૧૨ અને સાંજે ૪ થી રાત્રિના ૮ વાગ્યા દરમિયાન પરિભ્રમણ કરીને યોજનાકીય જનજાગૃતિ ફેલાવશે. 


Gujarat