For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પોરબંદર નજીક મધદરિયે ફિશિંગ બોટમાંથી 600 કરોડનાં ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

Updated: Apr 28th, 2024

પોરબંદર નજીક મધદરિયે ફિશિંગ બોટમાંથી 600 કરોડનાં ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાયા

કોસ્ટગાર્ડ, શભમ્ તથા છ્જી દ્વારા મધદરિયે સંયુક્ત ઓપરેશન

૮૬ કિલો ડ્રગ્સ સાથે ઝડપાયેલા તમામ પાકિસ્તાનીઓને પોરબંદર લવાયા બાદ જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉંડાણથી પૂછપરછ

પોરબંદર :  અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા એન.સી.બી. તથા એ.ટી.એસ.સાથે સંયુકત ઓપરેશન હાથ ધરીને ૧૪ પાકિસ્તાનીઓને  ફીશીંગ બોટમાં ૬૦૦ કરોડ રૃપીયાના ૮૬ કિલો ડ્રગ્સ સાથે પકડી લેવામાં આવ્યા છે. છેલ્લાં બે મહિનામાં આ ત્રીજી વખત મોટી માત્રામાં ડ્રગ્સ પકડાયુ છે અને મહત્વની બાબત એ છે કે, ફેબુ્રઆરીના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આવાગમન વખતે જ ડ્રગ્સ પકડાયા બાદ હવે ફરી વડાપ્રધાન ગુજરાતમાં પ્રચાર અર્થે આવી રહ્યા છે ત્યારે જ આ ડ્રગ્સનો જથ્થો પકડાતા સુરક્ષા એજન્સીઓ પણ હરકતમાં આવી ગઇ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ભારતીય કોસ્ટ ગાર્ડે આજે ગુપ્ત માહિતી આધારિત એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન દરિયામાં હાથ ધર્યું હતું. પાકિસ્તાની એક ફીશીંગ બોટમાંથી ૧૪ ક્ સાથે રૃા. ૬૦૦ કરોડની કિંમતનો અંદાજે ૮૬ કિલો નાર્કોટિક્સનો જથ્થો પકડવામાં આવ્યો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડ (આઇ.સી.જી.) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એ.ટી.એસ.) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એન.સી.બી.)એ સંયુકત ઓપરેશન હાથ ધરીને આ બોટને પકડી પાડવામાં આવી હતી.

ઓપરેશનને પાર પાડવા માટે ભારતીય કોસ્ટગાર્ડના જહાજો અને વિમાન સમવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન કોસ્ટગાર્ડનુ જહાજ રાજરતન, જેમાં એન.સી.બી. અને એ.ટી.એસ. અધિકારીઓ હતા તેણે બાતમીના આધારે જાણવા મળેલી શંકાસ્પદ બોટની  ઓળખ કરી હતી. ડ્રગ્સથી ભરેલી બોટ  જહાજ રાજરતનની મદદથી ઝડપી લેવાઇ હતી. આઇ.સી.જી. જહાજની નિષ્ણાત ટીમે શંકાસ્પદ બોટ પર સંપૂર્ણ તપાસ કર્યા પછી મોટી માત્રામાં માદક દ્રવ્યોની હાજરીની પુષ્ટિ કરી હતી. અને આ બોટમાંથી અંદાજે ૬૦૦ કરોડ રૃપીયાનુ ૮૬ કિલો જેટલુ ડ્રગ્સ મળી આવતા તમામ ૧૪ પાકિસ્તાનીઓની આકરી પુછપરછ હાથ ધરી હતી અને તમામને વધુ તપાસ માટે પોરબંદર લાવવામાં આવ્યા છે.

 ચોકકસ માહીતીના આધારે મધદરિયે આ ઓપેરેશન સંયુકત પ્રયાસોથી પાર પાડવામાં આવ્યુ છે અને પકડાયેલા તમામને પોરબંદર લવાયા બાદ જુદી-જુદી સુરક્ષા એજન્સીઓ પુછપરછ છે કરી રહી છે.એટલું જ નહી પરંતુ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ ખાતે તેઓની ક્રોસ પુછપરછ થઇ રહી છે.જેમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફીયાનું નામ પણ ખુલે તેવી શકયતા જણાઇ રહી છે.આમ,પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. તેથી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઇ છે.

Gujarat