For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હુમલાનાં કેસમાં 4 આરોપીને 1 થી 3 વર્ષની કેદની સજા

Updated: Apr 29th, 2024

હુમલાનાં કેસમાં 4 આરોપીને 1 થી 3 વર્ષની કેદની સજા

રાજકોટમાં જૂના ઝઘડાનાં મુદ્દે ર૦૧૩માં થયેલા

ફરિયાદીને રૃા.ર૦ હજારનું વળતર ચૂકવવા પણ અદાલત દ્વારા આદેશ

રાજકોટ :  કોઠારીયા રોડ ઉપર આનંદનગર કોલોનીમાં રહેતા નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ખુવા પર હુમલો કરવાના કેસમાં કોર્ટે ચાર આરોપીને તકસીરવાન ઠરાવી કેદની સજા અને રૃા.૧ હજારના દંડનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ફરિયાદી નરેન્દ્રભાઈ ખુવા પર ર૦૧૩માં અગાઉના ઝઘડાનો ખાર રાખી હિતેષ લાલજીભાઈ ખેર, તેના પુત્ર રાહુલ, નૈમિષ દેવેન્દ્રભાઈ ખેર, અને વિરેન નરેન્દ્રભાઈ ઉનડકટ (રહે. બધા હુડકો કવાર્ટર, કોઠારીયા રોડ)એ ઢીકાપાટુનો માર મારી બેટ વડે હુમલો કર્યો હતો.

જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. આ કેસ ચાલી જતા એડી. ચીફ. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એમ.જી. શાહે આરોપી હિતેષ ખેરને આઈ.પી.સી. કલમ ૩રપમાં ૩ વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ, જયારે રાહુલ, નૈમિષ અને વિરેનને આઈ.પી.સી. ૩રપ, ૧૧૪માં ૧-૧ વર્ષની કેદ અને પ હજારના દંડનો હુકમ કર્યો હતો. જયારે ફરિયાદીને ર૦ હજાર વળતર ચુકવવા પણ હુકમ કર્યો હતો.  આ કેસમાં સરકાર તરફે સરકારી વકિલ ડી.કે. શ્રીમાળી રોકાયા હતા.

Gujarat