Get The App

ફ્રેન્ડના વિશ્વાસઘાતથી સોનાની ખાણની નોકરી છૂટી ગઈ

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
ફ્રેન્ડના વિશ્વાસઘાતથી સોનાની ખાણની નોકરી છૂટી ગઈ 1 - image


- જસ્ટિસ અને મન્ડેલાએ ફ્રેન્ડ પર ભરોસો રાખીને ખાનગી વાત કરી, પણ

- સારાંશ- વિનોદ ડી. ભટ્ટ

- ભાગ-4

- જોહાનિસબર્ગના ગંદા સ્લમમાં રહેવા જવાની નેલ્સન મન્ડેલાને નોબત આવી પડી..

- જોહાનિસબર્ગમાં અલેક્સાન્ડ્રા સ્લમ Dark City તરીકે ઓળખાતું હતું..

જસ્ટિસની નોકરીનું પાકું થઇ ગયા પછી જસ્ટિસે મારી ઓળખાણ આપતા કહ્યું, આ મારો ભાઇ છે, તેને પણ નોકરીએ રાખવાનો છે. 

પિલિસોએ કહ્યું, તારા ફાધરે તો મને માત્ર તારા એકલાની જ નોકરીનો પત્ર લખ્યો હતો, તેમાં તારા ભાઇના નામનો કોઇ ઉલ્લેખ કરાયો જ નથી.

પિલિસોએ શંકાભરી નજરે મારી તરફ જોયું, તે દરમિયાન જસ્ટિસે વાત આગળ ચલાવી, મારા ફાધર કદાચ ઉતાવળમાં મારા ભાઇ વિશે લખવાનું ભૂલી ગયા હશે, પણ એ પછી તેમણે બીજો પત્ર પણ પોસ્ટ કર્યો છે.

પિલિસો જરા નરમ પડયા. સહાનુભૂતિ રાખી તેમણે મને કહ્યું, સારૃં તને સોનાની ખાણમાં પોલીસમેન (નાઇટ વોચમેન) તરીકેની નોકરીએ રાખું છું. જો તું સારી રીતે ફરજ બજાવીશ તો ત્રણેક મહિનામાં તને કલેરિકલ પોસ્ટ પર બઢતી આપીશ. 

ક્રાઉન માઇન્સમાં રીજન્ટના શબ્દોનું વજન પડતું હતું, એ જેના નામની ભલામણ કરે, તેને ખાણના મેનેજરો તુરત નોકરીએ રાખી લેતા હતા.

રીજન્ટના ભલામણપત્રની મોટી અસર પડી, અમને બન્નેને નોકરી તો મળી ગઇ, ઉપરાંત અમને ફ્રી રેશન અને રહેવા માટે નાનકડુ ક્વાર્ટર પણ આપવાની માઇન્સના વડા પિલિસોએ વ્યવસ્થા કરી આપી.

હું અને જસ્ટિસ તો ખુશ ખુશ થઇ ગયા. પણ ખુશીના અતિરેકમાં અમે એક મોટી ભૂલ કરી બેઠા, જેનું ગંભીર પરિણામ ભોગવવાની નોબત આવી પડી.

ક્રાઉન માઇન્સમાં અમારો એક જૂનો મિત્ર પણ નોકરી કરતો હતો. એક દિવસ વાત વાતમાં અમે અમારી બડાઇ હાંકતા કહી દીધું કે ઘરેથી ભાગીને અહીં આવ્યા પછી પિલિસો આગળ રીજન્ટનું નામ વટાવીને અમે નોકરી મેળવી લીધી છે, જાણે કોઇ મોટી ધાડ મારી હોય એ રીતે અમે જૂના મિત્ર પર ભરોસો રાખી પિલિસોને ઉલ્લુ બનાવ્યાની માંડીને વાત કરી.

જો કે અમે અમારા ફ્રેન્ડને છેલ્લે ભારપૂર્વક કહ્યું કે, જો જે દોસ્ત, આ વાત બીજા કોઇને ના કરીશ. તું જૂનો મિત્ર છે, એટલે જ તને આ ખાનગી વાત કરી છે.

પણ અમારા કરમ ફૂટલા કે પેલા મિત્રએ તો બીજે જ દિવસે માઇન્સના વડા પિલિસો પાસે જઇ આ આખી વાતનો ભાંડો ફોડી નાંખ્યો..

પિલિસોએ આ આખી વાત રીજન્ટને પહોંચાડી દીધી.

ચોથે દિવસે પિલિસોએ અમને બન્નેને તેમની ઓફિસમાં બોલાવી ખૂબ ખખડાવ્યા. ''મારી આગળ તમે બન્ને જૂઠું બોલ્યા, અને નોકરી મેળવી લીધી છે, લો વાંચો આ ટેલિગ્રામ..

રીજન્ટે, પિલિસોને કરેલા ટેલિગ્રામમાં લખ્યું હતું. ''જીીહગ ર્મઅજ ર્લ્લસી ચા ર્હબી.''

અમે બેકાર બની ગયા. પિલિસોએ તો અમને પાછા રીજન્ટ પાસે મોકલી દેવાની વ્યવસ્થા કરવા માંડી.

અમે પિલિસો આગળ જૂઠું બોલીને નોકરી મેળવી હતી, એટલે તેઓ અમારા પર અત્યંત્ર ક્રોધિત હતા. છેલ્લે તો તેમણે અમને રીતસરની ધમકી જ આપી કે હું જોઉં છું બીજી કોઇ ખાણવાળો તમને કેવી નોકરી આપે છે. મારા તાબા હેઠળની એકેય ખાણમાં તમને નોકરીએ કોઇ નહીં રાખે. હવે તમે મારી નજર સામેથી બહાર જાઓ, ગેટ આઉટ...!

ગુસ્સામાં રાતાપીળા થયેલા પિલિસોની ઓફિસમાંથી અમે નતમસ્તકે ચૂપચાપ બહાર નીકળી ગયા અને એ અમને અમારા ઘેર પાછા મોકલી દેવાનું ગોઠવે તે પહેલા અમે બન્ને જણ ખાણ કમ્પાઉડમાંથી બહાર નીકળી ગયા...

ખાણની નોકરી છૂટી ગયા પછી અમે બન્ને અલગ અલગ જગ્યાએ ગમે તેમ કરીને નોકરીએ લાગી ગયા. હું જોહાનિસબર્ગની એક મોટી  ન્ચુ ખૈસિ માં ગોઠવાઇ ગયો. એક યહૂદીની આ લો ફર્મ હતી. અહીં નોકરી દરમિયાન મેં અનુભવ્યું કે રંગભેદ અને રાજકારણના મુદ્દે મોટાભાગના ગોરાઓની સરખામણીમાં યહૂદીઓ વિશાળ મનના છે, નહીં તો એ દિવસોમાં કોઇ યંગ આફ્રિકનને પોતાની ઓફિસમાં કલાર્ક તરીકે નોકરીએ ના રાખે. યહૂદીઓ કેટલા પૂર્વગ્રહ વિનાના અને મોટા મનના છે, એનો મને આ રીતે સ્વાનુભવ થઈ ગયો.

અમારી ઓફિસમાં કાળા-ગોરાનો કોઇ ભેદભાવ જ નહોતો. બધા આનંદથી હળીમળીને કામ કરતા હતા. અહીં રંગભેદી નીતિનું કોઇ નામોનિશાન જ નહોતું.

જોહાનિસબર્ગની અલેકસાન્ડ્રા ટાઉનશિપમાં હું રહેતો હતો. આ ટાઉનશિપમાં થોડા ઘણાં જ મકાનો સારા કહી શકાય તેવા હતા, બાકી બધા ઘરો ટિનના કે પતરાના ઝૂંપડા જેવા હતા. આમ જોવા જઇએ તો અલેકસાન્ડ્રા એ જોહાનિસબર્ગનો સ્લમ વિસ્તાર જ હતો.

અહીંના રસ્તા ધૂળિયા અને કાચા હતા. આખો દિવસ વિસ્તારના  અર્ધનગ્ન અને અર્ધભૂખ્યા માયકાંગલા બાળકો રસ્તા પર રમ્યા કરતા હતા. ઝૂંપડા જેવા મકાનોના ચૂલા અને સ્ટવના ધુમાડાથી આખો દિવસ અહીં સતત ધુમાડિયું વાતાવરણ રહેતું હતું. દસ-પંદર ઘર વચ્ચે એક હેન્ડપમ્પ હતો; જેમાંથી પાણી મેળવવા સતત સ્ત્રીઓ-છોકરીઓ ત્યાં ટોળે વળેલી જોવા મળતી. આના કારણે રોડની બાજુમાં પાણીના ખાબોચિયા ભરાઇ રહેતા, જેમાં જીવ-જંતુ અને અળસિયા સળવળ્યા કરતા હતા. ગંદા પાણીના ખાબોચિયામાંથી આખો દિવસ અમારા સ્લમ વિસ્તારમાં દૂર્ગંધ ફેલાતી રહેતી હતી.

જોહાનિસબર્ગમાં અલેકસાન્ડ્રા ધઘચિં ભૈાઅ' તરીકે ઓળખાતું હતું, કારણ આટલા મોટા સ્લમ વિસ્તારમાં ઇલેકિટ્રસિટિ જ નહોતી. રાત્રે ઘેર પાછા જવાનું જોખમી બની રહેતું હતું કારણ ગાઢ અંધારામાં ક્યાંક મોટેથી હસવાનો તો ક્યાંક રડવાનો અવાજ આવતો. ક્યારેક ગન ફાયરના ધડાકાથી અંધકારમય વાતાવરણ ખળભળી ઊઠતું હતું. 

આ આખી ટાઉનશિપ રહીશોથી ખીચોખીચ ભરાઇ જઇને જાણે માણસોથી ઊભરાતી હતી. એક ફૂટ પણ જગ્યા બાકી નહોતી.  ટીનના પતરાના ઝૂંપડા જેવા ઘરો અડોઅડ ઊભા થઇ ગયા હતા. અત્યંત ગરીબ અને કંગાળ વસ્તીમાં મોટેભાગે ખરાબ / અનિષ્ટ તત્વો વધારે પ્રમાણમાં ફૂટી નીકળે છે. આવા ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં જિન્દગી સસ્તી બની રહે છે, જ્યાં રાત્રે ગન અને ચાકૂનું સામ્રાજ્ય વિસ્તરી જાય છે.

અલેકસાન્ડ્રા ટાઉનશિપમાં ગેંગસ્ટરોની દાદાગીરી ચાલતી હતી. ઝૂંપડપટ્ટીની દરેક ગલીના નાકે દેશી બિયર અને દારૂની હાટડીઓ ખુલી ગઇ હતી.

અલેકસાન્ડ્રામાં રહીશોનું જીવન ભલે નરક જેવું હતું, પરંતુ સાઉથ આફ્રિકામાં આવા ગણ્યાગાંઠયા વિસ્તારો જ હતા, જ્યાં બ્લેક આફ્રિકનો ફ્રિ હોલ્ડ પ્રોપર્ટી ખરીદી શકતા હતા અને જ્યાં મ્યુનિસિપલ ઓથોરિટિના ગોરા શાસકો અહીંના રહીશો પર ત્રાસ ગુજારી શકતા નહોતા. 

(ક્રમશઃ)

Saransh

Google NewsGoogle News