Saransh

બાંધકામનો પાયો નાંખ્યા વિના મકાનનું બાંધકામ

By GS Team
30 Sep 20265 mins read
TukuTouch Logo
કોર્પોરેટ ક્ષેત્રે 'Discipline of execution' નું મહત્વ સમજાવતા વિનોદ ડી. ભટ્ટ જણાવે છે કે, અમલીકરણ એ માત્ર વ્યૂહરચના નથી, પરંતુ શિસ્ત અને સિસ્ટમ છે. બિઝનેસ લીડર્સે પોતે જ અમલીકરણ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા પર ભાર મૂક્યો છે. લેરી બોસીડિ અને રામચરણના પુસ્તક 'EXECUTION' માં દર્શાવ્યા મુજબ, કંપનીની સફળતા માટે અમલીકરણને સંસ્થાના કલ્ચરનો અભિન્ન ભાગ બનાવવો અનિવાર્ય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાંધકામનો પાયો નાંખ્યા વિના મકાનનું બાંધકામ
  • મેનેજમેન્ટની આધુનિક ટેકનિકની વાતો વચ્ચે અમલીકરણ બરાબર ન હોય તો પછી એનો અર્થ ?
  • સારાંશ-વિનોદ ડી. ભટ્ટ
  • ભાગ-2
  • બિઝનેસ લીડર્સે ખુદ પોતે પણ અમલીકરણ પ્રોસેસમાં સક્રિય રીતે સામેલ થવું જોઈએ
  • કોર્પોરેટ ક્ષેત્રે 'Discipline of execution' ના મહત્વના મુદ્દે છણાવટ

અહીં એક મૂળભૂત સમસ્યા એ છે કે કંપનીનો સ્ટાફ એમ વિચારે છે કે અમલીકરણ તો ધંધાનું વ્યૂહાત્મક પાસું છે, અને બીઝનેસ લીડર્સ પોતે જેને મોટા પ્રશ્નો માનતા હોય તેમાં ધ્યાન આપતા હોય તે વખતે તેઓ Execution નું કામ બીજાને સોંપે છે. પણ આ આઈડિયા તદ્દન ખોટો છે. Execution (અમલીકરણ) એ કોઈ વ્યૂહરચના નથી. એ તો એક અનુશાસન/શિસ્ત અને સિસ્ટમ છે. કંપનીની વ્યૂહરચના, તેના લક્ષ્યાંકો અને કંપનીના કલ્ચરનો તે અભિન્ન/અંતર્ગત ભાગ હોવો જરૂરી છે.
ઘણાં બિઝનેસ લીડર્સ લેટેસ્ટ મેનેજમેન્ટ ટેકનિકસ શીખવામાં અને પછી સ્ટાફ સમક્ષ એ ટેકનિકસની ઘોષણા કરવામાં ઘણો સમય વ્યતીત કરે છેે. પણ કંપનીના સિનિયર લીડર્સ મેનેજમેન્ટની જે કોઈ અત્યાધુનિક પધ્ધતિ શીખ્યા હોય અને પછી સ્ટાફને આ ટેકનિક ફોલો કરવાની શીખામણ આપતા હોય તે બધું જ વ્યર્થ બને છે, જો તેઓ મેનેજમેન્ટની આધુનિક ટેકનિકનું અમલીકરણ કરાવવામાં નિષ્ફળ જાય…
લેખક એક અત્યંત સચોટ વાત કહે છે કે આવા બિઝનેસ લીડર્સ પાયો નાંખ્યા વિના જ મકાનો બાંધી રહ્યા છે…
લેખકો લેરી બોસીડિ અને રામચરણનું પુસ્તક 'EXECUTION', વર્ષ ૨૦૦૨ માં પ્રકાશિત થયું હતું અને પ્રકાશનના ટૂંક સમયમાં જ તે બેસ્ટ સેલર પુસ્તક બની ગયું હતું.
બિઝનેસ વિશ્વમાં યોગ્ય અને ઝડપી રીતે વ્યૂહરચના અમલીકરણનો પ્રશ્ન આજે પણ એટલો જ મોટો છે, જેટલો એ ૨૪ વર્ષ પહેલા આ પુસ્તક પ્રગટ થયું તે વેળા હતો.
આ બે લેખકોએ ઘણાં બધા એવા બિઝનેસ લીડર્સ સાથે વાતચીત કરી છે જેઓ કંપનીને આપેલા વચનો પરિપૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડયા હતા.
આવા કેટલાક બિઝનેસ લીડર્સનું કહેવું હતું કે તેમની સામેની મોટી સમસ્યા ઉત્તરદાયિત્વ કે જવાબદારીની હતી-પ્લાનિંગના અમલીકરણમાં સ્ટાફે જે કાંઈ કરવાનું હોય તે તેઓ કરતા નથી.
બિઝનેસ લીડર્સ કોઈક પ્રકારના ફેરફાર કરવાની ઈચ્છાથી ઘણી મથામણ કરતા રહ્યા, પણ તેમણે કયા ફેરફાર કરવાની જરૂર હતી ? તેની જ જખબર નહોતી.
કંપનીના ગમે તેટલા સારા પ્લાનિંગના અમલીકરણની કાર્યવાહી ઉપરથી ઠોકી બેસાડવાથી સફળતા નથી મળતી. બિઝનેસ લીડર કેવળ એનાઉન્સ કરી દે કે હવે આપણે કંપનીમાં અમુક ફેરફાર કરવા જઈ રહ્યા છે, તેનાથી કાંઈ કંપનીમાં પરિવર્તન નથી આવી જતું. આવા ફેરફારનો ઉન્માદ કે પરિવર્તનની આ લહેર થોડો વખત ચાલીને પછી લુપ્ત થવાની સંભાવના ઘણી વધારે છે.
તો પછી અમલીકરણ માટે શું કરવું જોઈેએ ? લેખક કહે છે બિઝનેસ લીડરે ખુદ પોતે આ પ્રોસેસમાં સક્રિય રીતે સામેલ થવું જોઈએ.
જોકે આટલું જ પુરતું નથી. કંપનીના દરેક કર્મચારીએ સ્વ અનુશાસન સાથે પ્લાનિંગનું હાર્દ સમજી તેને અમલમાં મુકવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવા જોઈએ.
પ્લાનિંગના અમલીકરણની પ્રક્રિયા તો બિઝનેસ કલ્ચરનો કેવળ આવશ્યક ભાગ માત્ર નથી, પરંતુ કંપનીના કલ્ચરમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટેનો તે નિશ્ચિત અને ચોક્કસ પંથ છે.
અમલીકરણ તો સંસ્થાના કલ્ચરનો એક અનિવાર્ય ભાગ છે, જે કંપનીના તમામ સ્તરના લીડરોના વર્તાવને વેગ આપે છે.
અમલીકરણ સિનિયર લીડર્સથી શરૂ થવું જોઈએ. તમે કોઈ કંપનીમાં સિનિયર લીડર ન હોવ, તો તેનાથી કાંઈ ફરક નથી પડતો. તમે જ્યાં પણ હોવ, જે પણ પોઝિશનમાં હો, તેનો કોઈ વાંધો નથી. તમે તમારી સ્કિલ્સ -કુશળતાનું ઘડતર આગળ વધાર્યે રાખો. તમારી કુશળતા દેખાડો તો કારકિર્દીમાં તમારી પ્રગતિને કોઈ નહીં રોકી શકે અને તમારી પ્રગતિ જોઈ સંસ્થાના બીજા સ્ટાફને પણ તમારી જેમ વર્તવાની ચાનક ચઢશે.
જો અમલીકરણ Execution - આટલું મહત્વનું છે તો પછી ઘણી કંપનીઓમાં ઘણાં લોકો તેની ઉપેક્ષા કેમ કરે છે ? હકીકત એ છે કે બિઝનેસ ક્ષેત્રના લોકો તેનાથી સંપૂર્ણ અજાણ હોય, સાવ એવું પણ નથી.
મનોમન તો તેમને ખબર જ હોય છે કે ક્યારેક નિર્ણયો સમયસર કેમ નથી લેવાતા? અથવા તો લેવાઈ ગયેલા નિર્ણયનો અમલ કેમ નથી કરાતો ? કે કંપનીએ કલાયન્ટસને આપેલા કમિટમેન્ટસ પરિપૂર્ણ કેમ નથી કરાતા ?
બિઝનેસ લીડર આવા બધા સવાલોના જવાબ શોધવા માટે મથામણ કરતા રહે છે. જે કંપનીઓ તેમના કમિટમેન્ટસ પુરા કરતી હોય તેવી પ્રતિષ્ઠિત કંપનીઓના દાખલા પરથી જવાબ મેળવવાની કોશિશ કરાય છે. તેઓ ઓર્ગેનાઈઝેશનલ સ્ટ્રકચર, પ્રોસેસિસ કે ઓર્ગેનાઈઝેશનલ કલ્ચરમાંથી જવાબો શોધતા રહે છે, પણ તેઓ કોઈ કંપની કમિટમેન્ટસ કેમ અને કઈ રીતે પુરા કરે છે તે પાછળના મૂળભૂત કારણો ભાગ્યે જ સમજી શકે છે, કારણ અમલીકરણને હજી સુધી એક 'Discipline' તરીકે, અર્થાત તેને એક વિષય તરીકે, એક વિશેષજ્ઞાતા અથવા તજજ્ઞાતા તરીકે માન્યતા અપાઈ નથી કે તેને એ રીતે શીખવાડવામાં નથી આવતું.
મૂળ સમસ્યા એ છે કે અમલીકરણ કે Execution બહુ ફેન્સિ શબ્દ નથી લાગતો. અમલીકરણ એક એવી પ્રક્રિયા છે, જે સામાન્ય રીતે બિઝનેસ લીડર્સ, પોતાના સબોર્ડિનેટ કે જૂનિયરના માથે થોપી દે છે.
લેખકે પુસ્તકમાં 'Discipline of execution' નું આજના ઔદ્યોગિક ક્ષેત્રમાં મહત્વ શા માટે છે ? અને તમારા પ્રતિસ્પર્ધીની સરખામણીએ તે, તમારી કંપનીને એક અલગ જ સ્તરે કઈ રીતે મુકી શકે છે ? તેની વિસ્તૃત છણાવટ કરી છે.
આ માટે લેખકે PC ઉત્પાદન અમેરિકન કંપનીઓ કોમ્પેક અને ડેલ કોમ્પ્યુટર કોર્પોરેશન, જેનું (પાછળથી નામ બદલીને ડેલ ટેકનોલોજી) કરાયું, આ બે અમેરિકન કંપનીના બિઝનેસ મોડલનો દાખલો ટાંક્યો છે.
ડેલ કોમ્પ્યુટર કોર્પોરેશનના સ્થાપક ચેરમેન માઈકલ ડેલ તેમની કંપનીમાં પ્લાનિંગ કે સ્ટ્રેટેજિના અમલીકરણનું મહત્વ સુપેરે સમજી ગયા હતા. PC ઉત્પાદન ક્ષેત્રે ત્યારે કોમ્પેક કંપની નંબર વન હતી. પણ ડેલે એક નવું જ બિઝનેસ મોડેલ અપનાવી તેના સચોટ અમલીકરણથી કોમ્પેક કંપનીને નંબર-વન પરથી નંબર ટુ પર ઉતારીને પોતાની ડેલ ટેકનોલોજીસ કંપનીને નંબર વન પર લાવીને મુકી દીધી હતી.
માઈકલ ડેલના બિઝનેસ મોડલમાં નીચે મુજબના ચાર પોઈન્ટસ મહત્વના હતા 1) .Direct-to-Consumer Model (2) Just-in-Time Inventory (3) Early E-Commerce ylu (4) Aggressive Pricing.
માઈકલ ડેલે પરંપરાગત જૂના રિટેલ મિડલમેન અને કોમ્પ્યુટર સ્ટોર્સની સમૂળગી બાદબાકી કરી સીધા વપરાશકર્તા સાથે ડિલ કરવાનું શરૂ કર્યૂં.