ઝુલ્ફેં- સીના-ચેહરા-કમર! એક નદી મેં કિતને ભંવર?

- 'સ્ત્રી' પુરુષ માટે જેટલી અકળ છે એટલી જ પોતાની જાત માટે 'અનપ્રેડિક્ટેબલ' છે
સ્ત્રી એ ઈશ્વરનું એક બેનમૂન સર્જન છે. જેટલી સુંદર એટલી આંટીઘુંટીવાળી. જેટલી સુલઝાવવાની કોશિશ કરો એટલા જ પોતે ઉલઝતાં જાઓ. જેટલા ઊંડા ઊતરો એટલા જ ડુબતા જાઓ. કદાચ એવું બન્યું હશે કે ઈશ્વરે આ દુનિયાનું સર્જન કર્યું ત્યારે સ્ત્રીવગર આ દુનિયા ફિકી લાગી હશે. રંગવિહીન લાગી હશે. એટલે જ તો ઈશ્વરે સ્ત્રીનું સર્જન કર્યું હશે. જાણે કે એણે દુનિયાને બધા રંગોથી ભરી દીધી હોય! કોઈ રંગ શોધવા જાઓ તો એક નવો જ રંગ હાથ લાગે. જો એનાં વિશે દૂરથી કોઈ અટકળો કરો તો થાપ ખાઈ જાઓ. જો પાસે જઈને જાણો તો પણ અજાણ જ રહી જાઓ.
સ્ત્રી ધારે તો સર્જે, સ્ત્રી ધારે તો વિનાશ પણ કરે, કહેવાય છે કે ત્રણ હઠ દુનિયાની સૌથી મોટી હઠ છે : બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ. સ્ત્રી જો હઠે ચડે તો અનેક પરિવર્તનો સર્જી દે. સ્ત્રી અનેકને પોતાને ઈશારે નચાવી પણ દે.
સ્ત્રીના જેટલા શરીરના વળાંકો છે એટલા જ એના રૂપ પણ છે. એ પ્રેમાળ બને તો, મા છે, રોમાન્ટિક બને તો પ્રેયસી, ફ્રેન્ડ બને તો ગર્લફ્રેન્ડ, પામો તો પત્ની છે અને છંછેડો તો નાગણ પણ છે. દુનિયાનો કયો પુરુષ હશે જો પોતાની જાતને એમાંથી બચાવી શક્યો હશે? ન ચાહવા છતાં પણ એને ચાહી બેસે છે. અનિચ્છા કે ઈચ્છાએ પણ એના તરફ ખેંચાતો હોય છે.
સ્ત્રીની પોતાની દુનિયા છે. પોતાના કાયદા, પોતાના કાનૂન છે. પોતાની અનેરી મસ્તી, માહોલ છે. એ ઈચ્છે ત્યારે બધા આવરણ ધારણ પણ કરી લે છે તો ઈચ્છ ેત્યારે આવરણો હટાવી પણ દે છે. પછી એ રીતરિવાજ, બંધનો, મર્યાદાના હોય કે કપડાનાં. પુરુષને એ પ્રેમથી પંપાળી પણ જાણે તો પુરુષના અહમને પોષીને પણ પોતાનું ધાર્યું કરાવી પણ જાણે છે. જાતને નીચીવોને પણ જગત જીતી જાણે છે. એટલે જ તો આ દુનિયાની વણલખેલી અચળ સત્તા એનાં હાથમાં છે.
પોતાની જાતને ઊંચી બતાવવા ઘણાં ઘમંડીઓ કહેતા હોય છે કે સ્ત્રીની બુધ્ધિ પગની પાનીમાં હોય છે. જો એવું જ હોય તો મુર્ખાઓ એના દરેક ઈશારે, દરેક બોલ પર કેમ મરી ફિટવા તૈયાર થઈ જાય છે. સુંદરતા કોને પસંદ નથી! અને ઈતિહાસ ગવાહ છે કે સુંદર સ્ત્રીને પામવા પુરુષ પોતાની જાત પણ ખોઈ નાખે છે. સારાં સારાં સ્ત્રીઓની સંગતથી કવિ કે શાયર બની જાય છે. સ્ત્રીની સંગતથી તો મુર્ખાઓ પણ જ્ઞાનીમાં અંકાઈ ગયા છે અને સ્ત્રીની ખૂબસુરતી, એની હર એક અદા માટે કવિતા, શાયરીનો ઢેર ખડો કરી દે છે.
છતાં પણ સ્ત્રીને અધૂરી આલેખી હોય એવોે અહેસાસ થાય છે. ઘણાં સ્ત્રીને કવિતામાં ઉતારે છે તો ઘણા ચિત્રમાં ઢાળવા મથે છે. બટ સ્ટીલ અનસકસેસફુલ. સ્ત્રી નદી છે, સ્ત્રી એક ખળખળ વહેતું ઝરણું છે, સ્ત્રી હવા છે, સ્ત્રી રેત છે, એ સમય છે, સુગંધ છે, શ્વાસ છે. ક્યારેક જૂનુન છે તો ક્યારેક જીદ પણ છે. તો ઘણીવાર એક નશો પણ છે. એ ધારે તો પુરુષને બહેકાવી પણ શકે છે. અને ધારે તો ગમે તેવી જૂની શરાબનો નશો એક પળમાં ઉતારી પણ દે છે.
કહેવાય છે કે હર એક પુરુષની સફળતાં પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ હમેશાં હાથ નથી હોતો ક્યારેક લાત પણ હોય છે. સ્ત્રી જો તરછોડે તો પુરૂષનો મેલ ઈગો ઘવાય છે. ઠેસ પહોંચે છે એને પામવા પાગલ બને છે પછી ચાહે ગમે તેવો જંગ છેડવી પડે. ચાહૈે જાતને ફના પણ કેમ ન કરવી પડે. એ સ્ત્રી જ તો છે જે પુરુષને મજબૂર કરી શકે છે. સ્ત્રીનું દરેક રૂપ નયનરમ્ય છે. એ સાડીમાં સોહામણી લાગે છે તો સ્વીમીંગ કોશ્ચ્ચુમમાં સેક્સી પણ. એની શરમાવાની અદા ખેંચે છે તો બિન્દાસ્ત અદા કત્લેઆમ પણ કરે છે. માણસ બાહરી રીતે ભલે સ્વસ્થ દેખાતો હોય પણ અંદરથી એ ડિસ્ટ્રોય થઈ ગયો હોય છે. સ્ત્રીની એક અદા એના માટે જાન લેવા સાબિત થઈ જાય છે. સ્ત્રીનું સોહામણું રૂપ હમેશાં ચર્ચાનો વિષય રહ્યો છે. એ રૂપ ભલે કુદરતી હોય કે કોસ્મેટીક. સુંદરતાનો નશો કરવો કોને પસંદ નથી? નશામાં ડુબવું, ખોવાવું ત્યાં સુધી કે જાત પણ ભૂલાય જાય. મદહોશીમાં અનોખી મજા આવે છે. યાર, પ્રેક્ટીકલી ના સહી પણ દિલ હી દિલમાં થિયરેટિકલી બધા એક યા બીજી રીતે આ શરાબ આ શબાબમાં ડુબેલા જ હોય છે. પ્રત્યક્ષ નહિ તો પણ પરોક્ષ રીતે દરેક આદમી એક સુંદર ઔરતને હમેશાં ઝંખતો હમેશાં માણતો હોય છે. પણ એ વસ્તુ અલગ છે કે દુનિયાના ડરથી દરેક દેવદાસ બહાર નથી આવી શકતો. કહેવાતાં ધર્મગુરૂઓ ધર્મ સાચવનારાં સ્ત્રીઓને બુરખામાં, પરદાનશીન કેમ રાખવા માંગતા હોય છે? કારણ કે એને ડર છે ક્યાંક ઈશ્વર પણ આ ખૂબસુરતી, આ મનમોહકતાં જોઈને બહેકી જઈ એના પર આફરીન ન થઈ જાય (પઝેસીવનેસ યુ નો!) એ સ્ત્રીનો જ તો જાદુ છે કે સવારે ઘરથી નીકળેલા હસબંડને સાંજે ઘરે આવવાં મજબૂર કરી દે છે. આફ્ટર ઓલ ઘર બનવાનું કારણ પણ સ્ત્રી જ તો છે.
ફિલ્મ 'સાત ખૂન માફ' માં સ્ત્રીની પસંદ, નાપસંદ, ઈચ્છા અને અનિચ્છાને અલગ અલગ રીતે બતાવવામાં આવી છે. પ્રેક્ટીકલી જોઈએ તો એવા રીવ્યૂઝ મળે કે સ્ટોરી ઈમેજીનેશન છે. કોઈ સાત ખૂન કરી શકે? પણ સ્ત્રીઓના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો ઈટ ઈસ વેરી ઈન્ટરેસ્ટીંગ એન્ડ પોસીબલ એવર.
વન ટાઈપ ઓફ હસબંડ. આ શ્રીમાન લૂલ્લાં છે નોટ ઓન્લી ફિઝિકલી બર મેન્ટલી ઓલ્સો. અને સ્ત્રીને આવા પુરુષ બિલકુલ પસંદ જ નથી. જે એને સેક્સ : સ્ટેટ્સ સિમ્બોલ, સાઈન ઓફ સ્ટાન્ડર્ડ માને. ગુલામી કરવી તો જરાય પસંદ નથી. સેકન્ડ ટાઈપ ઓફ હસબન્ડ. નો ડાઉટ સ્ત્રીઓને ગિટારીસ્ટ પસંદ છે ઉપરથી ગાતા હોય એ તો વધારે. જીંદાદિલ, જીવે અને જીવવા દે બિન્દાસ, બેફિકર હાથ તો વધારે વ્હાલા લાગે છે. સ્ત્રી ન્યોછાવર સમર્પિત થવા તૈયાર છે પણ ધેર ઈઝ લિમિટ. આખરે એક રિસ્પોન્સ પણ જોેઈએ. માત્ર પોતાનો યુઝ થતો હોય એ તો હરગીઝ મંજૂર નથી. અને પાછો વિશ્વાસઘાત. ધેર ઈઝ નો સ્પેસ ફોર ડ્રીમ એન્ડ એટલાસ્ટ હિ મસ્ટ બી એક્ઝિટ ફોમ હર લાઈફ. થર્ડ ટાઈપ. શાયર, કવિ દર્દને સમજતા, દર્દને જીવતાં, એક સુંવાળા હૃદયનો માલિક સ્ત્રીઓન પોતાની તરફ ખેંચે છે. પછી ભલે એમાં માટે ધર્મ પરિવર્તન કરવો પડે. જ્યાં સુધી એ એને સજાવે, સાચવે, ચાહે, એની ખૂબસુરતીમાં હવે એને પીવે ત્યાં સુધી. નહિ કે એને ચાવે, કચકચાવે. સરમુખત્યારો, હિટલર ટાઈપ ઈટ્સ નોટ હર ટાઈપ. ફોર્થ ટાઈપ જરા હટકે બીજાથી અલગ પોતાની તરફ ખેંચાઈ આવતા. અને ખાસ કરીને પરદેશી પીયુ માટે બધુ માફ પણ નહિ રખાત. સ્ત્રીને પોતાનાં પ્રેમમાં ભાગીદારી પસંદ જ નથી. ઊપરથી જુઠ્ઠાણુ? અન્બેરેબલ.
નેક્સ્ટ ટાઈપ. સ્ત્રી જેને ચાહે છે એનાં માટે ફના થઈ જાય છે. ઈચ્છા વિરુદ્ધ તો પોતાનાં વાળની લટ પણ હલે એને ક્યારેય પસંદ નથી. ઉપરથી પુરૂષના લક્ષણ દર્શાવવા વાયેગ્રાની જરૂર પડે એવો થાકેલો, હિરો, બુઢ્ઢો ઘોડો તો નહિ જ. અધર ટાઈપ એન્ડ મોસ્ટ કોમન. જીવે અને બીજાને જીવાડે. એમાંય પોતાનો જીવ બચાવ્યો હોય અને જીવતા શીખવાડયું હોય એને સમવન સ્પેશ્યલ બનતા વાર નથી લાગતી. પણ અગેઈન અનફેથફુલ - મિસયુઝ ધેન ગો ટુ હેલ.
અહીં ડાયરેક્ટરે સ્ત્રીઓમાં જુદા જુદાં ટેસ્ટને, અંદાજને એકમાં ઢાળવાની કોશિશ કરી છે. અરે સચ્ચાઈ જાણવા છતાંય રૂપને પામવા શરીફ થવા આવે છે. સામેથી આવીને ફના થઈ જાય છે. પણ આ ઓલરેડી કત્લ થઈ ચૂક્યા છે એનો આખરે ફિઝીકલી કત્લેઆમ થાય છે. પછી તો આવા સાત ખૂન માફ જ હોય ને! સ્ત્રીઓ માટે ઘણી બાબતો સહ્ય છે કારણ કે એને દર મહિને પોતાનું જ ખૂન જોવાની ટેવ હોય છે તો કોઈ પરિસ્થિતિ એને હચમચાવી નથી શકતો અને એટલે જ એ દરેક પરિસ્થિતિનો સામનો સ્વસ્થતાથી કરી શકે છે. પણ છતાંય સ્ત્રી અકળ છે. પુરુષ માટે જ નહિ, પણ ખુદ પોતાને માટે પણ.




