Sahiyar
તમારો સેલફોન ગુમ થઈ જાય તો શું કરવું જરૂરી?
By GS Team
31 Aug 20265 mins read

મોબાઇલ ગુમ થઈ જાય કે ચોરાઈ જાય તો સૌ પહેલાં શું કરવું?- આ અંગે ઘણાંને જાણ નથી હોતી. ઘણાંને આ અંગે આછીપાતળી જાણકારી હોય કે અધૂરી માહિતી હોય તો એનું કશું ફળદાયી નિવડતું નથી. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે લોકો મોબાઈલ ગુમ થઈ જાય અથવા ચોરી થાય તો તેઓ પોતાનો ફોન નંબર બ્લોક નથી કરાવતાં કે પોલીસ સ્ટેશને જઈ તેની ફરિયાદ પણ નથી નોંધાવતા. જો કે આ બંને બાબત અત્યંત જરૂરી હોય છે. ચાલો જાણીએ કે મોબાઈલ ફોન ગુમ થાય કે ચોરાઈ જાય તો કંઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે છે.
- મોબાઈલ ફોન ગુમ થાય તો પોલીસ સ્ટેશને જઈ આઈએમઇઆઈ (ઈન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિડી) નંબરની સાથે એફઆઈઆર લખાવે. પોલીસ તમારા આઈએમઈઆઈ નંબરને સર્વિલાન્સ પર રાખે છે અને જ્યારે પણ તમારા મોબાઈલ સાથે કોઈ છેડછાડ કરે છે તો તરત જ પોલીસને તેની જાણ થઈ જાય છે.
- જો તમારો મોબાઈલ ચોરી થયો હોય તો તેના પર કોઈ કોલ ન કરવો એટલે કે ફોન નંબરનો ઉપયોગ ન કરવો, નહીં તો સામેની વ્યક્તિને જાણ થઈ જશે કે તમે તમારા મોબાઈલને ટ્રેક કરી રહ્યા છો.
- લાંબી શોધખોળને અંતે જ્યારે મોબાઈલ ફોન ન મળે ત્યારે તમે તમારા મોબાઈલ નંબરને બ્લોક કરી નાંખો કેમ કે સામાન્ય રીતે આપણા મોબાઈલ ફોન પરથી આપણી પર્સનલ ડિટેઇલ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ફોન બેંકિંગ, આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ, ફેસબુક, ટ્વિટર વગેરે જોડાયેલા હોય છે. કોઈ તેનો ખોટો ઉપયોગ ન કરે એ માટે એ જરૂરી છે કે ફોન નંબરને બ્લોક કરવામાં આવે.
- જે કંપનીની સીમ તમે તમારા મોબાઈલમાં ઉપયોગ કરતાં હો તેના કસ્ટમર કેરમાં ફોન કરીને તમે તમારો ફોન નંબરને બ્લોક કરાવો.
- જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં હો તો ફાઈન્ડ માય ડિવાઈસ (ફાઈન્ડ માય ડિવાઈસ) અથવા પછી એન્ડ્રોઈડ ડિવાઈસમાં જઈને પોતાના ફોનને લોક કરી શકો છો, ફોનનો ડેટા ઇરેઝ કરી શકો છો અથવા તેનું લાસ્ટ લોકેશન્સની ટ્રેક કરી શકો છો. જો તમે આઈફોનનો ઉપયોગ કરતા હો તો તમે 'ફાઈન્ડ માય'માં જવું પડશે.
- તમારો આઇએમઇઆઈને પણ બ્લોક જરૂર કરાવો. આ માટે તમે ટેલિકોમ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ સીઈઆઈઆર. જીઓપી. ઈન પર જઈને ઓનલાઈન પણ પોતાના આઈએએમઆઈ બ્લોક કરી શકો છો.
- મોબાઈલની ચોરી થાય કે ગુમ થાય તેની ફરિયાદો દિનપ્રતિદિન વધતી જાય છે. એને કારણે કેન્દ્ર સરકારની એક હેલ્પલાઈન નં.૧૪૪૨૨ લોકોની સુવિધા માટે આપ્યો છે, જેના પર તમે તમારો મોબાઈલ ગુમ થયાની અથવા ચોરી થયાની ફરિયાદ રજિસ્ટર્ડ કરાવી શકો છો. આ નંબરને ડાયલ કરતાં કે સંદેશ મોકલીને ફરિયાદ કરવાની નોંધ કરાવી શકો છો. એ પછી પોલીસ અને મોબાઈલ કંપનીની સેવા આપતા અધિકારી તેની તપાસ કરે છે.
- પહેલા મોબાઈલ ગુમ થતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ફરિયાદ લખાવવા માટે ભાગદોડ કરવી પડતી હતી. હવે આ બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ નિહાળી દૂરસંચાર પ્રૌધોગિકી કેન્દ્ર (સી-ડોટ)ના દૂરસંચાર મંત્રાલયે એક તંત્ર વિકસીત કરવા માટે કહ્યું. દૂરસંચાર વિભાગ દ્વારા તૈયાર કરાયેલી સીઈઆઈઆર (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર)માં દરેક વ્યક્તિના મોબાઈલની તમામ જાણકારી છે. લોકોની સુવિધા માટે ૧૪૪૨૨ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો છે. જેનાથી બધી જ જાણકારી ખૂબ જ સરળતાથી અને સુવિધાપૂર્વક મળી રહે છે.
- ધ્યાન રાખવા જેવી વાત એ છે કે સી-ડોટને ગુમ કે ચોરી થયેલા મોબાઈલની ભાળ મેળવવા માટે સીઆઈઆઈઆર તૈયાર કર્યો છે. સીઈઆઈઆરમાં ભારતની દરેક વ્યક્તિના મોબાઈલનો મોડેલ, સીમ નંબર ભારતની દરેક વ્યક્તિના મોબાઈલનો મોડેલ, સીમ નંબર તથા આઈએમઈઆઈ નંબર નોંધાયેલો રહે છે. મોબાઈલ મોડેલ પર તેના નિર્માતા કંપની દ્વારા જારી આઈએમઈઆઈ નંબરને મિલાનની તકનિક સી-ડોટે જ વિકસીત કરી છે. તેને રાજ્યોની પોલીસને સોંપવામાં આવી છે. મોબાઈલ ગુમ થયાની ફરિયાદ નોંધાતાં જ પોલીસ અને ટેલિકોમ સેવા આપનારી કંપની મોબાઈલના મોડેલ અને આઈએમઈઆઇ નંબરને મેચ કરશે, જો તેને બદલવામાં આવ્યો હશે તો ટેલિકોમ કંપની તેને બંધ કરી નાંખશે. અહીં પણ ખાસ વાત તો એ હશે કે સેવા બંધ થઈ ગઈ હોવા છતાં પોલીસ મોબાઈલને ટ્ક કરી શકશે એટલે કે કોઈ વ્યક્તિ દ્વારા તેના મોબાઈલમાં કોઈ પણ સીમ લગાવવામાં આવે તો પણ નેટવર્ક નહીં જાય, પણ તેની ટ્રેકિંગ થતી રહેશે.
સજા જરૂરી છે
મોબાઈલની ચોરી અને તેની આઈએમઈઆઈ નંબર સાથે છેડછાડની વધતી ઘટનાઓ ધ્યાનમાં રાખતા દૂરસંચાર મંત્રાલયને ટેલિગ્રામ એક્ટમાં સંશોધન કરીને તેની સજાને વધુ કઠોર કરી દીધી છે. હવે જો કોઈ આઈએમઈઆઈ સાથે છેડછાડ કરે અથવા તેને બદલવાની કોશિશ કરતાં પકડાઈ જાય તો તેને દંડની રકમ સાથે ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે.
સ્માર્ટ ટ્રિક્સ - પોતાના મોબાઈલનો આઈએમઈઆઈ (આંતરરાષ્ટ્રીય મોબાઈલ ઉપકરણ ઓળખ) નંબર ઓળખવા માટે સૌ પહેલા તો પોતાના મોબાઈલ ફોનને ડ્રાઈવર એપને ઓપન કરીને પછી મોબાઈલ પર એક કોડ ૦૬ ડાયલ કરો. તેને ડાયલ કરતાં જ તમારા મોબાઈલનો આઈએમઈઆઈ નંબર મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે. આઈએમઈઆઈ નંબર મોબાઈલ પર જ નહીં, પણ તેના ડિવાઈસમાં પણ હોય છે, જે ૧૫ આંકડાનો હોય છે.
- કોઈક અન્ય ફોનમાં ગુગલ પ્લે સ્ટોરથી આઈએમઈઆઈ ફોન ટ્રેકર એપને ઇન્સ્ટોલ કરો. એપમાં આઈએમઈઆઈ નંબર નાંખીને સર્ચ કરતાં તમને તમારા ફોનનું લોકેશન્સ મેસેજ થકી મળી જાય છે.
- પોતાના જીમેઈલ આઈડીથી લોગિંગ કરીને પણ તમે તમારા ગુમ થયેલા મોબાઈલનું લોકેશન્સની જાણકારી મેળવી શકો છો. આ માટે ઇન્ટરનેટ પર જીપીએસ ઓન હોવું જરૂરી છે જેથી કરીને તમે તમારા મોબાઈલ પર કન્ટ્રોલ કરી શકો.
- કોમ્પ્યુટર પરથી પણ તમે તમારા મોબાઈલને શોધી શકો છો. આ માટે ગુગલના એન્ડ્રોઈડ ડિવાઈસ મેનેજરમાં જઈને તમારા જીમેલ આઈડીથી લોગિંગ કરો. ગુગલમાં તમારા મોબાઈલનું લોકેશન જોવા મળશે, પણ ધ્યાન રાખો કે આ માટે તમારો મોબાઈલ ઓન હોવો જોઈએ.
કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા એક સર્વેમાં ચોંકાવનારી જાણકારી એ બહાર આવી છે કે ભારતભરમાં એક જ આઈએમઈઆઈ નંબર પર ચાલનારા લગભગ ૧૮,૦૦૦ હેન્ડસેટ ચાલી રહ્યા હતા.
એક સર્વેમાં એવી વાત પણ બહાર આવી કે દેશભરમાં દોઢ કરોડ લોકો આઈએમઈઆઈ નંબર વિના જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, પણ ૩૦ નવેમ્બર, ૨૦૦૯થી બનાવટી કે આઈએમઈઆઈ વિનાના મોબાઈલ બંધ કરવામાં આવ્યા છે. - ભૂપેન્દ્ર પટેલ




