Sahiyar
અજમાવી જૂઓ
By GS Team
24 Aug 20261 min read

અડધા લીંબુના ફાડિયા પર મીઠું ભભરાવી રાખવાથી લીંબુ બગડશે નહીં.
ઢોસા લોઢીને ચોંટે નહીં માટે તવા પર પહેલાં અડધો કાંદો અથવા બટાટા ફેરવવા.તવા પર બે-ત્રણ ટીપાં તેલ પાથરી ઢોસા ઉતારવા.
- પાલક, મેથી જેવી પાંદડાયુક્ત ભાજીને ગરમ પાણીમાં મીઠું ભેળવી રાંધવાથી ભાજીનો લીલોછમ રંગ જળવાઇ રહે છે ઉપરાંત પૌષ્ટિક તત્વ નાશ નથી પામતા.
- નાળિયેરને તેના કોચલામાંથી બહાર કાઢવા ચાકુના ઉપયોગની બદલે નાળિયેરને ગેલ પર જરા ગરમ કરી તેના પર એકાદ-બે દસ્તા ઠોકવાથી તે છાલથી છૂટું પડી જશે.
- એક વાર ઉપયોગમાં લેવાયેલા તેલમાં ખાદ્યપદાર્થની વાસ આવતી હોય તો તેને દૂર કરવા તેમાં બટાકા તળી લેવા.
- ઇંડાની સફેદી અને મધ ભેળવી ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે.
- સવારના ઊટતાં જ તુલસીના છ પાન ચાવવાથી ગલું,મુખ અને પેઢાનું ઇન્ફેકશન થતું નથી.
-ઘીની બરણીમાં નાગરવેલનું પાન મૂકવાથી ઘી લાંબા સમય સુધી બગડતું નથી. - ગાયના દૂધમાં સૂંઠ ઘસી પેસ્ટ બનાવી લમણા અને કપાળ પર લગાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.
- બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે.
- ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે.
- મીનાક્ષી તિવારી




