For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નોરતાંમાં શોભે આવો શ્રુંગાર

Updated: Sep 26th, 2022

Article Content Image

શિમરિંગ મેક-અપ માટે જોેઈતી વસ્તુઓ

* લિક્વિડ ફાઉન્ડેશન

* લાઈટ ચમકીલો આઈ-શેડો

* શિમરી  આઈ પેન્સિલ

* શિમરી લિપગ્લોસ કે લિપસ્ટિક

* શિમરી બ્રોન્ઝર

* મેકઅપ બ્રશ

* ફેરી ડસ્ટ

(એક પ્રકારનો ચળકતો પાઉડર)

(નવરાત્રિમાં  ગરબા રમતી વખતી પસીનાથી મેકઅપ રેલાઈ જાય  છે એટલે આ વખતે મેકઅપ માટે જે કોઈ પ્રોડક્ટ વાપરો એ વોટરપ્રૂફ હોય એ જરૂરી છે)

સ્ટેપ - ૧ :  ખૂબ લાઈટ લિક્વિડ ફાઉન્ડેશન આખા ફેસ અને નેક પર એક સમાન રીતે લગાવો. ફાઉન્ડેશનનો  શેડ સ્કિન-ટોન  પ્રમાણે  પસંદ કરવો. ફાઉન્ડેશન ચ્વચાને ઈવન બનાવે છે, જેથી ચહેરા પરના ડાઘ અને કરચલીઓ છુપાઈ જાય છે.

સ્ટેપ-૨ : ફાઉન્ડેશન લગાવી લીધા પછી આંખોથી મેક-અપની શરૂઆત કરો. એક ટ્રાન્સપરન્ટ જેવા શિમરી શેડને ઉપરની પાંપણ પર વચ્ચે લગાવો અને પછી સાઈડ્સને ડાર્ક શેડથી ડિફાઈન કરો. આખી આઈ-લીડ આઈ-શેડોથી કવર થવી જોઈએ.

સ્ટેપ -૩ : હવે શાઈની બ્લેક, ગ્રીન કે બ્લુ આઈ-પેન્સિલ લાઈનરની  જેમ લગાવો. જો મેટ બ્લેક લાઈનર લગાવશો તો શિમર આઈ-શેડો અને મેટ લાઈનર વચ્ચનો તફાવત તરી આવશે.

સ્ટેપ - ૪ : હવે ચમકીલું બ્રોન્ઝર લઈને ગાલ પરનાં હાડકાં  એટલે કે ચીક બોન પર લગાવો. પીચ કે પિન્ક બ્રોન્ઝર સારું લાગશે.

સ્ટેપ -૫ : ટ્રેડિશનલ ડ્રેસીસ સાથે રેડ, મરૂન, પિન્ક કલરની લિપસ્ટિક  સારી લાગે છે એટલે હોઠ પર સૌથી પહેલાં જે કલરની લિપસ્ટિક લગાવવી હોય એ કલરનું જ અથવા થોડું લાઈટ લિપલાઈનર લગાવો. ત્યારબાદ લિપ-બ્રશથી લાઈનરની  અંદરના ભાગમાં લિપસ્ટિક ભરો. એક વાર લગાવ્યા પછી એક મિનિટ સુધી લિપસ્ટિકને  સેટ થવા દો. ત્યારબાદ બીજો કોટ લગાવો.

સ્ટેપ - ૬ : આટલો મેક-અપ પતાવ્યા બાદ છેલ્લે આખા ફેસ, નેક, શોલ્ડર અને જો બેકલેસ ચોળી હોય તો પીઠ પર ફેરી ડસ્ટ (ચળકતો પાઉડર) લગાવો, જેથી બોડી શાઈન મારશે.

સ્ટેપ - ૭ :  હવે છેલ્લે ટેટૂ, બિન્દી કે  કોઈ પણ  પ્રકારનું ડેકોરેશન કરવું હોય એ કરો. આ બધું છેલ્લે  કરવાથી એના પર મેક-અપનો લેયર નહીં લાગે.

આટલો મેક-અપ કર્યો એટલે તમે ગરબા રમવા  જવા માટે તૈયાર.  

ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની  વાતો : 

વધારે પડતું નહીં :  ચમકીલો મેકઅપ રાતના સમયે સારો  લાગે છે, પણ એ  વધારે ન લગાવવો, કારણ કે શિમરી મેકઅપ ફક્ત ફેસ પર થોડી શાઈન વધારવા માટે છે. વધુ પડતી ચમકથી  તમારો  ચહેરો ડિસ્કો બોલ જેવો લાગશે. 

ડાર્ક અને શિમર એકસાથે નહીં :  ડાર્ક કલરનો આઈ-શેડો કે ડાર્ક પિન્ક કલરના બ્લશ  સાથે વધુ પડતી ચમક સારી  નહીં લાગે. આ લુક ભયાનક તેમ જ હાસ્યાસ્પદ લાગી શકે છે.  

Gujarat